Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Bhoom Pradosh Vrat 2026: First Pradosh of September includes Sarvarth Siddhi 3 auspicious yogas, know muhurat, puja vidhi and importance

ભૌમ પ્રદોષ વ્રત 2026: સપ્ટેમ્બરના પહેલા પ્રદોષે સર્વાર્થ સિદ્ધિ સહિત 3 શુભ યોગ, જાણો મુહૂર્ત, પૂજાવિધિ અને મહત્વ

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ભૌમ પ્રદોષ વ્રત 2026: સપ્ટેમ્બરના પહેલા પ્રદોષે સર્વાર્થ સિદ્ધિ સહિત 3 શુભ યોગ, જાણો મુહૂર્ત, પૂજાવિધિ અને મહત્વ
સોર્સ : gstv

હિન્દુ ધર્મમાં દરેક તિથિનું આગવું ધાર્મિક મહત્વ રહેલું છે અને દરેક તિથિ કોઈને કોઈ દેવી-દેવતા સાથે જોડાયેલી છે. સપ્ટેમ્બર મહિનાનું પહેલું પ્રદોષ વ્રત મંગળવારે આવી રહ્યું છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે પ્રદોષ વ્રત મંગળવારે આવે ત્યારે તેને ‘ભૌમ પ્રદોષ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. પ્રદોષ વ્રતમાં સૂર્યાસ્ત પછીના પ્રદોષ કાળ દરમિયાન શિવપૂજા કરવાનું વિધાન છે. આ વખતે પ્રદોષ કાળમાં સર્વાર્થ સિદ્ધિ યોગ સહિતના શુભ સંયોગો રચાવા જઈ રહ્યા છે.

App Store

ભૌમ પ્રદોષ વ્રત 2026 તિથિ

હિન્દુ પંચાંગ મુજબ, ભાદરવા વદ (કૃષ્ણ પક્ષ) ત્રયોદશી તિથિ 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 02:42 વાગ્યે શરૂ થશે અને 9 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર પ્રદોષ વ્રતની પૂજા સાંજે પ્રદોષ કાળમાં થતી હોવાથી, આ વ્રત 8 સપ્ટેમ્બર, મંગળવારના રોજ જ રાખવામાં આવશે.

પૂજાના શુભ મુહૂર્ત

પ્રદોષ કાળ પૂજા મુહૂર્ત: સાંજે 06:35 થી રાત્રે 08:52 વાગ્યા સુધી (શિવ આરાધનાનો શ્રેષ્ઠ સમય)

બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:31 થી 05:17 વાગ્યા સુધી

અભિજીત મુહૂર્ત: બપોરે 11:54 થી 12:44 વાગ્યા સુધી

નિશિતા કાળ (મધ્યરાત્રિ મુહૂર્ત): રાત્રે 11:56 થી 12:42 વાગ્યા સુધી

ભૌમ પ્રદોષ પર રચાતા શુભ યોગ

આ વખતે ભૌમ પ્રદોષ પર ત્રણ અતિ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે:

પરિઘ અને શિવ યોગ: પરિઘ યોગ સવારથી બપોરે 12:40 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ શિવ યોગ શરૂ થશે.

સર્વાર્થ સિદ્ધિ યોગ: 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 04:39 વાગ્યાથી શરૂ થઈને 9 સપ્ટેમ્બરના રોજ સવારે 06:03 વાગ્યા સુધી રહેશે.

પુષ્ય નક્ષત્ર: સવારથી બપોરે 04:39 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર રહેશે.

પૂજા પદ્ધતિ

પ્રદોષ કાળમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.

શિવલિંગ પર ગંગાજળ, શુદ્ધ જળ, કાચું દૂધ અને પંચામૃતથી અભિષેક કરો.

ત્યારબાદ મહાદેવને પ્રિય એવા બીલીપત્ર, ધતૂરો, સફેદ ચંદન, અક્ષત (અખંડ ચોખા), આંકડાના ફૂલ અને ફળ અર્પણ કરો.

ઘીનો દીવો પ્રગટાવીને "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો.

કપૂર પ્રગટાવી ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી ઉતારો.

આ પવિત્ર દિવસે ક્રોધ, વાદ-વિવાદ, તામસિક કે માંસાહારી ખોરાકથી દૂર રહેવું.

પ્રદોષ વ્રતનું મહત્વ

પ્રદોષ વ્રત કરવાથી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

મંગળવારે આવતા ભૌમ પ્રદોષનું વ્રત રાખવાથી કર્જ (દેવું) માંથી મુક્તિ મળે છે અને મંગળ દોષ શાંત થાય છે.

જીવનમાંથી નકારાત્મક ઊર્જા અને કષ્ટો દૂર થાય છે તથા સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.