Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Beware of friends who give poison by speaking salt! Know who is your true and false friend with 7 signs

VIDEO: મીઠું બોલીને ઝેર આપતા મિત્રોથી સાવધાન! 7 સંકેતોથી જાણો કોણ છે તમારો સાચો અને ખોટો મિત્ર

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જે વ્યક્તિ તમારી સાથે હસે છે, તે ખરેખર તમારી ખુશીમાં ખુશ હોય તે જરૂરી નથી. ઘણીવાર સૌથી મોટો દગો કોઈ દુશ્મનથી નહીં, પરંતુ જેને આપણે પોતાના મિત્ર સમજીએ છીએ તેના તરફથી મળે છે. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ તમારી પીઠ પાછળ તમારા કામ બગાડે છે અને મોં પર મીઠી વાતો કરે છે, તેનાથી હંમેશા સાવધ રહેવું જોઈએ. આવા મિત્રો બહારથી દૂધ જેવા દેખાય છે, પરંતુ તેમની અંદર ઝેર ભરેલું હોઈ શકે છે.

App Store

આ 7 લક્ષણોથી ઓળખો નકલી ચહેરા!

જરૂરથી વધારે વખાણ

ચાણક્ય નીતિ પ્રમાણે જે વ્યક્તિ તમારી દરેક વાતમાં હા માં હા કરે અને ક્યારેય તમારી ભૂલ ન બતાવે, તેનાથી હંમેશા સાવધ રહેવું જોઈએ. સાચો મિત્ર તમારી પ્રશંસા કરવાની સાથે-સાથે તમારી ભૂલો પર પણ તમને ટોકે છે અને સાચો માર્ગ બતાવે છે.

તમારી ગેરહાજરીમાં તમારી વાતો કરવી

જે મિત્ર બીજાની સામે કોઈ વ્યક્તિની કમજોરી કે ગુપ્ત વાતો ઉજાગર કરે છે, તે ભવિષ્યમાં તમારી ખાનગી બાબતો પણ અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે. આવા લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ.

તમારી સફળતાથી ઈર્ષ્યા

મુશ્કેલ સમયમાં સાથે આપવો સરળ છે, પરંતુ તમારી પ્રગતિ જોઈને દિલથી ખુશ થવું એ જ સાચા મિત્રની ખરી ઓળખ છે. જો તમારી સફળતા પર તેના ચહેરા પરથી ખુશી ગાયબ થઈ જાય, તો એ સંબંધને સમજવાની જરૂર છે.

દરેક વખતે તમને રોકવું

જો કોઈ મિત્ર તમારા દરેક નવા પ્રયાસને તમારાથી આ નહીં થાય એમ કહીને રોકે છે, તો તેની સલાહ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ. સાચી સલાહ અને મનોબળ તોડવા વચ્ચેનો તફાવત સમજો.

પોતાના મતલબ સમયે જ યાદ કરવું

ચાણક્ય નીતિ પ્રમાણે જે વ્યક્તિ તમને જરૂર હોય ત્યારે ગાયબ થઈ જાય અને પોતાનું કામ પડે ત્યારે પાછી આવે, તે મિત્ર ઓછો અને સ્વાર્થી વધારે હોઈ શકે છે. આવા લોકો મિત્ર ઓછા સ્વાર્થી વધુ હોઈ શકે છે.

તમારા રહસ્યને હથિયાર બનાવવું

પોતાની નબળાઈઓ અને અંગત બાબતો દરેક વ્યક્તિ સામે જાહેર ન કરવી જોઈએ. સમયની સાથે સંબંધો બદલાઈ શકે છે અને ભૂતકાળમાં આપેલી તમારી આ અંગત માહિતીનો ઉપયોગ ભવિષ્યમાં તમારી જ વિરુદ્ધ થઈ શકે છે.

વ્યવહારમાં પરિવર્તન

જ્યાં સુધી તમે તેનાથી પાછળ કે નીચેના સ્તરે છો, ત્યાં સુધી તે તમારો સાથ આપે છે. પરંતુ, જેવા તમે આગળ વધવા લાગો છો અને તેનો વ્યવહાર બદલાઈ જાય છે, તો આવા લોકોથી હંમેશા સાવધ રહેવું જોઈએ.

ચાણક્ય નીતિની સીખ

જોકે, આનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ પર શંકા કરવી. ચાણક્યની સીખ છે કે, વિશ્વાસ કરો, પરંતુ યોગ્ય પરખ કર્યા પછી. સાચો મિત્ર એ જ છે જે તમારી સફળતાથી ખુશ થાય, તમારી ભૂલ પર તમને સાચો માર્ગ બતાવે અને મુશ્કેલ સમયમાં કોઈ પણ સ્વાર્થ વગર તમારી સાથે અડગ ઊભો રહે. આથી, લોકોની વાતો કરતાં તેમના કર્મ અને વ્યવહાર પર વધુ ધ્યાન આપો. સમય જતાં દરેક વ્યક્તિનો અસલી ચહેરો સામે આવી જ જાય છે. તમારી યોજનાઓ સમજી-વિચારીને શેર કરો અને પોતાની નબળાઈઓ દરેક સામે જાહેર ન કરો. સૌથી મહત્ત્વનું એ છે કે હંમેશા પોતાના પર વિશ્વાસ રાખતા શીખો.

ટોપિક્સ:GSTV NewsGujarati News