VIDEO: પૂજામાં ગલગોટાનું ફૂલ ચઢાવવાના ફાયદા: જાણો કેમ દેવી-દેવતાઓને અત્યંત પ્રિય છે આ ફૂલ
તમે મોટાભાગે જોયું હશે કે કોઈ પણ પૂજા દરમિયાન સૌથી વધુ ગલગોટાના ફૂલોનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઘરના મંદિરના શણગારથી લઈને ઈશ્વરના આશીર્વાદ મેળવવા સુધી, આ જ ફૂલોને ઉપયોગમાં લેવામાં આવે છે.
તેના ચમકતા નારંગી અને પીળા ફૂલોથી ભગવાન માટે માળાઓ બનાવવામાં આવે છે, તેને મુખ્ય દ્વાર પર તોરણની જેમ સજાવવામાં આવે છે. એટલું જ નહીં, મંદિરોમાં પૂજાની દુકાનોમાં પણ સૌથી વધુ મળતું ફૂલ ગલગોટાનું જ હોય છે. તમારા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક એ સવાલ જરૂર આવ્યો હશે કે આખરે કેમ કોઈ પણ પૂજા કે સજાવટમાં સૌથી વધુ આ જ ફૂલનો ઉપયોગ થાય છે? આવો તમને જણાવીએ આ સવાલનો સાચો જવાબ શું છે.
પૂજા-પાઠમાં ગલગોટાના ફૂલોનું મહત્વ
ગલગોટાનો ચમકતો રંગ પરંપરાગત રીતે જીવનમાં સકારાત્મકતા, અપનાપન (પોતાપણું) અને શુભ શરૂઆત સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેના ફૂલને હંમેશાં પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે, જે જીવનમાં સૌભાગ્ય લાવવા અને ઈશ્વરીય આશીર્વાદ મેળવવાનું એક માધ્યમ માનવામાં આવે છે.
ગલગોટાને એક પવિત્ર ફૂલ પણ માનવામાં આવે છે, કારણ કે તે કોઈ પણ જગ્યાએ સરળતાથી મળી રહે છે અને અન્ય ફૂલોની સરખામણીમાં વધુ દિવસો સુધી તાજું રહે છે. આ ફૂલ સરળતાથી માળામાં પણ પરોવી શકાય છે, જ્યારે અન્ય ફૂલોની માળામાંથી ફૂલ તૂટીને પડી જાય છે.
આ ફૂલનો રંગ સૂર્યની ઊર્જાનું પણ પ્રતીક માનવામાં આવે છે. આ સાથે જ ગલગોટાના ફૂલ ઘણા દેવી-દેવતાઓના પ્રિય ફૂલ છે અને તેને ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં ખુશહાલી આવે છે.
પૂજામાં સૌથી વધુ ગલગોટાનું ફૂલ શા માટે ચઢાવવામાં આવે છે?
ગલગોટાના ફૂલનો રંગ સામાન્ય રીતે પીળો અથવા નારંગી હોય છે જેને ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ માનવામાં આવે છે. જો વિષ્ણુજીની પૂજામાં ગલગોટાનું ફૂલ ચઢાવવામાં આવે છે, તો તેનાથી તેમના આશીર્વાદ મળે છે.
તેને ગણપતિનો પ્રિય રંગ પણ માનવામાં આવે છે, જો તમે ભગવાન ગણેશની પૂજામાં ગલગોટાનું ફૂલ ચઢાવો છો, તો તેમની કૃપાદ્રષ્ટિ બની રહે છે. એટલું જ નહીં માતા પાર્વતી અને લક્ષ્મીજીને પણ આ ફૂલ અત્યંત પ્રિય છે, તેથી દેવીઓની પૂજામાં પણ ગલગોટાનું ફૂલ ચઢાવવાથી તેમના આશીર્વાદ બની રહે છે.
સકારાત્મક ઊર્જાનું પ્રતીક
ગલગોટાના ફૂલોનો પીળો રંગ સૂરજનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતીય સંસ્કૃતિમાં શક્તિ, પ્રકાશ અને પોઝિટિવ એનર્જીનું પ્રતીક છે.
એવું માનવામાં આવે છે કે આ ફૂલ પૂજામાં ઉપયોગ કરવાથી ઘરમાં ખુશહાલી આવે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આ જ કારણે ગલગોટાના ફૂલોનો ઉપયોગ સામાન્ય રીતે મંદિરોમાં અને દિવાળી, દુર્ગા પૂજા, ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પણ કરવામાં આવે છે. તમામ દેવી-દેવતાઓને આ ફૂલ ચઢાવવું ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે.
બૃહસ્પતિ દેવ સાથે છે સંબંધ
ગલગોટાનું ફૂલ પીળા રંગનું હોવાના કારણે તેનો સીધો સંબંધ ગુરુ બૃહસ્પતિ સાથે હોય છે. આ જ કારણે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ગલગોટાનું ફૂલ ચઢાવવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગલગોટાના ફૂલનો પૂજામાં ઉપયોગ કરવાથી જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં વસંત પંચમીના દિવસે ગલગોટાનું ફૂલ માતા સરસ્વતી પર ચઢાવવાથી જ્ઞાન અને બુદ્ધિના આશીર્વાદ મળે છે.
ભારતીય પૌરાણિક કથાઓ પ્રમાણે ગલગોટાના ફૂલોને ધન અને સમૃદ્ધિના દેવી માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે અને તેને સૌથી પવિત્ર ફૂલોનું સ્થાન મળેલું છે, આ જ કારણે પૂજાના સમયે આ ફૂલોનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું

