Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Before keeping an aquarium at home, know these special Vastu rules

Vastu Tips: ઘરમાં માછલીઘર રાખતા પહેલાં જાણી લો આ ખાસ વાસ્તુ નિયમો, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન!

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: ઘરમાં માછલીઘર રાખતા પહેલાં જાણી લો આ ખાસ વાસ્તુ નિયમો, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન!
સોર્સ : GSTV

એક સમય હતો જ્યારે એક્વેરિયમ (માછલીઘર)ને માત્ર ઘરની સજાવટની વસ્તુ તરીકે રાખવામાં આવતું હતું, પરંતુ હવે એવું નથી. આજકાલ લોકો તેને સુશોભનની સાથે-સાથે એક મહત્વપૂર્ણ વાસ્તુ પરિબળ તરીકે પણ જુએ છે. વાસ્તુ નિષ્ણાતો ઘરમાં સકારાત્મક ઊર્જા, માનસિક શાંતિ અને સુખ-સમૃદ્ધિનો પ્રવાહ વધારવા માટે માછલીઘર રાખવાની ભલામણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો આ માછલીઘર યોગ્ય દિશામાં રાખવામાં ન આવે, તો તે ઘરમાં મોટા વાસ્તુ દોષનું કારણ બની શકે છે? ખોટી દિશામાં રાખેલું એક્વેરિયમ ઘરમાં માનસિક તણાવ તો વધારે જ છે, સાથે-સાથે આર્થિક તંગી અને નાણાકીય મુશ્કેલીઓ પણ લાવે છે.

App Store

ઘરની ઊર્જા પર સીધી અસર

વાસ્તુ નિષ્ણાતો માને છે કે પાણી સાથે જોડાયેલી વસ્તુઓ ઘરની ઊર્જા પર સીધી અસર કરે છે. આ જ કારણ છે કે માછલીઘરની દિશા, માછલીઓની સંખ્યા અને તેની સ્વચ્છતા અંગે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આજના સમયમાં લોકો તેને માત્ર ધાર્મિક માન્યતાઓ સાથે જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને આધુનિક જીવનશૈલી સાથે જોડીને પણ જોઈ રહ્યા છે.

ઘરમાં માછલીઘર રાખવું શા માટે શુભ છે?

વાસ્તુશાસ્ત્રમાં પાણીના તત્વને સંપત્તિ, શાંતિ અને ભાવોનાત્મક સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે પાણીમાં તરતી રંગબેરંગી માછલીઓ ઘરની નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને હકારાત્મક વાતાવરણ બનાવે છે. સામાન્ય રીતે લોકો નોકરીમાં અડચણો, વ્યવસાયમાં નુકસાન કે ઘરમાં સતત ક્લેશ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે માછલીઘર લાવતા હોય છે. નિષ્ણાતોના મતે, વહેતું પાણી અને માછલીઓની શાંત હિલચાલ માનસિક તણાવ દૂર કરી મનને શાંત રાખે છે. આ જ કારણોસર હવે મોટી કોર્પોરેટ ઓફિસો, હોટલો અને હોસ્પિટલોના રિસેપ્શન પર પણ એક્વેરિયમ રાખવામાં આવે છે.

કઈ દિશા સૌથી શુભ ગણાય?

વાસ્તુ અનુસાર માછલીઘર રાખવા માટે સૌથી શ્રેષ્ઠ દિશા ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો) છે, કારણ કે આ દિશા પાણીના તત્વની સ્વામી છે. આ દિશામાં એક્વેરિયમ રાખવાથી ઘરમાં આર્થિક સ્થિરતા અને સુખ-સમૃદ્ધિ વધે છે. જો ઘરમાં જગ્યા મર્યાદિત હોય, તો ઉત્તર અથવા પૂર્વ દિશાને પણ ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. યોગ્ય દિશામાં રાખેલું માછલીઘર પારિવારિક સંબંધોને મધુર બનાવે છે અને ઘરમાં શાંતિ લાવે છે.

માછલીઓની સંખ્યા અને રંગનું મહત્વ:

વાસ્તુશાસ્ત્ર અનુસાર, માછલીઘરમાં ૯ (નવ) માછલીઓ રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે. જેમાં આઠ ગોલ્ડ ફિશ (સોનેરી માછલી) અને એક બ્લેક ફિશ (કાળી માછલી) રાખવાની સલાહ આપવામાં આવે છે. સોનેરી માછલી સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે, જ્યારે કાળી માછલી ઘરને અને પરિવારને નકારાત્મક કે ખરાબ નજરથી બચાવે છે.

જો કે, માત્ર સંખ્યા પૂરી કરવા માટે નાના એક્વેરિયમમાં વધુ માછલીઓ ન ભરી દેવી જોઈએ. આજકાલ નાના એપાર્ટમેન્ટ્સમાં લોકો મીની એક્વેરિયમ રાખે છે, પરંતુ ઓક્સિજન અને સ્વચ્છતાના અભાવે માછલીઓ બીમાર પડી જાય છે અથવા મરી જાય છે. વાસ્તુ અનુસાર માછલીઓનું મૃત્યુ અશુભ સંકેત આપે છે, તેથી વાસ્તુના નિયમોની સાથે જીવદયા અને તેમની યોગ્ય સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે.

બેડરૂમ અને રસોડામાં માછલીઘર રાખવાની મનાઈ કેમ છે?

  • બેડરૂમમાં કેમ ન રાખવું?: વાસ્તુશાસ્ત્ર બેડરૂમમાં એક્વેરિયમ રાખવાની કડક મનાઈ કરે છે. તેનાથી દંપતી વચ્ચે માનસિક ચિંતા અને સંબંધોમાં તણાવ વધી શકે છે. ઉપરાંત, રાત્રિના સમયે ફિલ્ટરની મોટર અને પાણીનો સતત આવતો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.

  • રસોડામાં કેમ ન રાખવું?: રસોડું એ અગ્નિનું સ્થાન છે અને એક્વેરિયમ પાણીનું તત્વ છે. રસોડામાં માછલીઘર રાખવાથી અગ્નિ અને પાણી વચ્ચે તત્વ સંઘર્ષ થાય છે, જેના કારણે ઘરમાં બિનજરૂરી દલીલો, ઝઘડા અને માનસિક તણાવ વધે છે.

સૌથી મોટી ભૂલ: ઘણા લોકો માછલીઘર લાવ્યા પછી તેનું પાણી સમયસર સાફ કરતા નથી. વાસ્તુ મુજબ ગંદુ કે અવાસી પાણી ઘરમાં નકારાત્મકતા વધારે છે અને વાતાવરણને ભારે બનાવે છે. તેથી એક્વેરિયમને હંમેશા સાફ અને ચમકતું રાખવું જોઈએ.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.