Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Are you also unable to sleep at night? Know, this Vastu defect could be responsible!

Vastu Tips: શું તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? જાણો, આ વાસ્તુ દોષ હોઈ શકે છે જવાબદાર!

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: શું તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? જાણો, આ વાસ્તુ દોષ હોઈ શકે છે જવાબદાર!
સોર્સ : GSTV

ક્યારેક એવું બને છે કે રૂમ સુંદર અને જગ્યા ધરાવતો હોય, ગાદલું આરામદાયક હોય, પૂરતો પ્રકાશ હોય, દિવાલો પર હળવા રંગો અને ઉત્તમ સજાવટ હોય, છતાંય તમે શાંતિથી સૂઈ શકતા નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આ બધી સુવિધાઓ હોવા છતાં એવી કઈ કમી છે જે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર, આનું મુખ્ય કારણ તમારા પલંગની દિશા અને ચાદરની પસંદગી હોઈ શકે છે.

App Store

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો સકારાત્મક ઊર્જા, આંતરિક સંવાદિતા અને સારી ઊંઘ સાથે સીધા જોડાયેલા છે. તમે કઈ દિશામાં માથું રાખીને સૂવો છો, તેની અસર તમારા મૂડ, એકાગ્રતા અને સ્વાસ્થ્ય પર પડે છે. તેથી જ વાસ્તુશાસ્ત્રમાં ઊંઘવાની સાચી દિશા, પલંગનું યોગ્ય સ્થાન અને બેડશીટના રંગો અંગે ચોક્કસ નિયમો જણાવવામાં આવ્યા છે, જેથી તમે નકારાત્મક ઊર્જાથી બચીને સ્વસ્થ જીવન જીવી શકો.

પલંગ કઈ દિશામાં રાખવો જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં પલંગ હંમેશા દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણા) દિશામાં રાખવો આદર્શ માનવામાં આવે છે. આ સ્થિતિ જીવનમાં સ્થિરતા, સુરક્ષા અને માનસિક શાંતિ આપે છે. સૂતી વખતે તમારું માથું દક્ષિણ અથવા પૂર્વ દિશા તરફ રહે તે રીતે પલંગ ગોઠવવો જોઈએ. દક્ષિણ તરફ માથું રાખવાથી ઊંઘ ગર્ભગાઢ આવે છે, જ્યારે પૂર્વ તરફ માથું રાખવાથી એકાગ્રતા અને સકારાત્મક ઊર્જા વધે છે. ભૂલથી પણ ઉત્તર તરફ માથું રાખીને ન સૂવું જોઈએ, કારણ કે તેનાથી ચુંબકીય તરંગોના લીધે માનસિક તણાવ, માથાનો દુખાવો અને ચિંતા વધી શકે છે.

પલંગ ગોઠવતી વખતે રાખો આ સાવચેતી:

  • દરવાજાની સામે પલંગ ન રાખો: પલંગને ક્યારેય રૂમના મુખ્ય દરવાજાની બિલકુલ સામે ન ગોઠવવો જોઈએ. આનાથી રૂમનો ઊર્જા પ્રવાહ ખોરવાય છે અને ઊંઘમાં અવરોધ આવે છે.

  • દિવાલથી અંતર: પલંગને દિવાલ સાથે એકદમ અડીને રાખવાને બદલે થોડી જગ્યા છોડવી જોઈએ, જેથી રૂમમાં હવાની અવરજવર અને હકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહે.

બેડશીટના રંગોની અસર:

વાસ્તુશાસ્ત્ર મુજબ, યોગ્ય પલંગ જેટલી જ મહત્વની પસંદગી બેડશીટની પણ છે. ચાદરનો રંગ તમારા મૂડ અને માનસિક સ્થિતિને પ્રભાવિત કરે છે. બેડરૂમમાં હંમેશા સફેદ, આછો વાદળી, પિસ્તા, ગુલાબી કે ક્રીમ જેવા હળવા અને શાંત રંગોની ચાદરનો જ ઉપયોગ કરવો જોઈએ. આ રંગો મનને શાંત કરે છે. જ્યારે અતિશય ડાર્ક અથવા ચમકતા ભડકદાર રંગો (જેમ કે ઘાટો લાલ કે કાળો) ચિંતા અને ઉત્તેજના વધારી શકે છે.

આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો:

  • પલંગ નીચે કચરો ન રાખો: પલંગની નીચે જૂના પગરખાં, તૂટેલી વસ્તુઓ, લોખંડનો ભંગાર કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સંગ્રહવાનું ટાળો. પલંગ નીચે બોક્સ હોય તો તેને સાફ રાખો, કારણ કે ત્યાં એકઠો થતો કચરો ઝડપથી નકારાત્મક ઊર્જા (Negative Energy) વધારે છે.

  • અરીસાની સ્થિતિ: પલંગની બિલકુલ સામે અરીસો (Mirror) ન હોવો જોઈએ, જેમાં સૂતી વખતે તમારું પ્રતિબિંબ દેખાય. વાસ્તુમાં આને અશુભ માનવામાં આવે છે, જે તણાવ વધારે છે. જો અરીસો ખસેડવો શક્ય ન હોય, તો રાત્રે સૂતી વખતે તેને કપડાથી ઢાંકી દો.

  • ગેજેટ્સથી અંતર: મોબાઇલ ફોન, લેપટોપ અને ટેલિવિઝન જેવા ઇલેક્ટ્રોનિક સાધનો ઊંઘની ગુણવત્તા બગાડે છે. વાસ્તુ અને વિજ્ઞાન બંને સંમત છે કે સૂતા પહેલા સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ મગજને શાંત થવા દેતો નથી.

  • સ્વચ્છતા અને જાળવણી: તૂટેલા કે અવાજ કરતા (કર્કશ ધ્વનિ કરતા) પલંગનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂતા પહેલા પલંગની ચાદરને બરાબર ખંખેરીને સાફ કરો અને રૂમનું વાતાવરણ શાંત તેમજ સુગંધિત રાખો.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.