Religion/ બડા મંગલ 2026 તારીખો: મે થી જૂન સુધી બજરંગબલી વરસાવશે કૃપા, નોંધી લો 8 મંગળવારનું લિસ્ટ

તમે 'બડા મંગલ' અથવા 'બુઢવા મંગલ' વિશે ચોક્કસ સાંભળ્યું હશે. આ તહેવાર ઉત્તર પ્રદેશ, ખાસ કરીને લખનઉમાં અત્યંત લોકપ્રિય છે. હિન્દુ પંચાંગ મુજબ, જેઠ (જ્યેષ્ઠ) મહિનાના તમામ મંગળવારને 'બડા મંગલ' કે 'બુઢવા મંગલ' તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસે ભગવાન હનુમાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના હનુમાન મંદિરોમાં આ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને ઠેર-ઠેર પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે.
બડા મંગલ કેમ ખાસ છે?
બડા મંગલ સાથે મુખ્યત્વે બે કથાઓ જોડાયેલી છે:
રામ-હનુમાન મિલન: માન્યતા છે કે જ્યેષ્ઠ મહિનાના મંગળવારે જ હનુમાનજી પ્રથમવાર ભગવાન રામને મળ્યા હતા.
ભીમનો અહંકાર દૂર કર્યો: બીજી કથા મુજબ, મહાભારત કાળ દરમિયાન આ જ દિવસે હનુમાનજીએ એક વૃદ્ધ વાનરનું રૂપ ધારણ કરી પાંડુપુત્ર ભીમના અહંકારને તોડ્યો હતો. 'વૃદ્ધ' સ્વરૂપને કારણે તેને 'બુઢવા મંગલ' પણ કહેવામાં આવે છે.
આ કારણોસર જ્યેષ્ઠ માસના મંગળવાર હનુમાનજીની કૃપા મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે.
વર્ષ 2026માં ખાસ સંયોગ: 4 નહીં પણ 8 મંગળવાર!
જ્યોતિષીઓના મતે, વર્ષ 2026માં જ્યેષ્ઠ માસમાં એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે અધિક માસ (વધારાનો મહિનો) આવતો હોવાથી 4 ને બદલે કુલ 8 મંગળવાર આવશે. આવો સંયોગ દાયકાઓમાં એકાદ વાર જ સર્જાય છે.
વર્ષ 2026માં જ્યેષ્ઠ મહિનો 2 મે, શનિવારથી શરૂ થશે અને 29 જૂન સુધી ચાલશે. આ દરમિયાન 17 મે થી 15 જૂન સુધી અધિક માસ રહેશે, જેના કારણે બડા મંગલની સંખ્યા વધી ગઈ છે.
બુઢવા મંગલ 2026ની તારીખો
આ વર્ષે ભક્તોને હનુમાન ભક્તિ માટે 8 સોનેરી તકો મળશે:
પહેલો બડા મંગલ: 5 મે, 2026
બીજો બડા મંગલ: 12 મે, 2026
ત્રીજો બડા મંગલ: 19 મે, 2026
ચોથો બડા મંગલ: 26 મે, 2026
પાંચમો બડા મંગલ: 2 જૂન, 2026
છઠ્ઠો બડા મંગલ: 9 જૂન, 2026
સાતમો બડા મંગલ: 16 જૂન, 2026
આઠમો અને અંતિમ બડા મંગલ: 23 જૂન, 2026
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

