Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 90% of people make this mistake while reciting Hanuman Chalisa

હનુમાન ચાલીસાના પાઠમાં 90% લોકો કરે છે આ ભૂલ, જાણો ફળ મેળવવાની સાચી રીત

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
હનુમાન ચાલીસાના પાઠમાં 90% લોકો કરે છે આ ભૂલ, જાણો ફળ મેળવવાની સાચી રીત
સોર્સ : AI IMAGE

હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મન શાંત થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને બજરંગબલીના આશીર્વાદ મળે છે. પરંતુ, શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કર્યા વિના કરવામાં આવેલો પાઠ ઘણીવાર અપેક્ષિત ફળ આપતો નથી. જાણો હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

App Store

રામ નામ વિના શરૂઆત અધૂરી

હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત છે. માન્યતા છે કે જ્યાં રામ કથા કે રામ નામ હોય ત્યાં હનુમાનજી સ્વયં બિરાજમાન હોય છે. તેથી, હનુમાન ચાલીસા શરૂ કરતા પહેલા 'શ્રી રામ' ના નામનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. રામ નામ લીધા વિના કરેલી પૂજાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થતા નથી.

પવિત્રતા અને આસનનો આદર

પૂજામાં શારીરિક અને માનસિક પવિત્રતા અનિવાર્ય છે. જેથી પૂજાના સ્થાને હનુમાનજી અને શ્રી રામનું ચિત્ર સ્થાપિત કરો. સામે પાણી ભરેલો લોટો રાખો. ક્યારેય જમીન પર સીધા બેસીને પાઠ ન કરવો, તે અશુભ માનવામાં આવે છે. હંમેશા આસન અથવા ગાદીનો ઉપયોગ કરવો. શ્રદ્ધા અનુસાર 3, 7, 11 કે 108 વાર પાઠ કરી શકાય છે.

આહાર અને આચરણની શુદ્ધતા

જે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેમણે તેમના આચરણ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.  પાઠના દિવસે લસણ, ડુંગળી, માંસાહાર કે દારૂ જેવા તામસિક પદાર્થોથી દૂર રહેવું. મંગળવારે સવારે કે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોને અનેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. હનુમાનજી બળ અને બુદ્ધિના દેવ છે. જે લોકો નબળાઓને હેરાન કરે છે કે અપમાનજનક શબ્દો બોલે છે, તેમના પર હનુમાનજીની કૃપા થતી નથી.

હનુમાન ચાલીસાની પંક્તિઓમાં હનુમાનજીના જન્મથી લઈને તેમના પરાક્રમોનું સુંદર વર્ણન છે. ચાલો સમજીએ શરૂઆતના દોહાનો અર્થ:

દોહો:

"શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ |
બરનઉ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી ||"

અર્થ: હું મારા શ્રી ગુરુના ચરણકમળની ધૂળથી મારા મનરૂપી અરીસાને સાફ કરીને ભગવાન શ્રી રામના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય ફળ આપનાર છે.

દોહો:

"બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર |
બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિ, હરહુ કલેસ બિકાર ||"

અર્થ: હે પવનપુત્ર હનુમાન! હું મારી જાતને બુદ્ધિહીન માનીને તમારું સ્મરણ કરું છું. મને શક્તિ, બુદ્ધિ અને વિદ્યા પ્રદાન કરો અને મારા તમામ દુઃખ, કલેશ અને વિકારોને દૂર કરો.

"જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |"

અર્થ: જ્ઞાન અને ગુણોના અપાર સાગર એવા ભગવાન હનુમાનજીનો જય હો (તેમને નમસ્કાર).

"જય કપીસ તિહું લોક ઉજાગર ||"

અર્થ: વાનરોમાં શ્રેષ્ઠ (કપીશ્વર) અને ત્રણેય લોક (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ) ને પોતાના તેજથી પ્રકાશિત કરનાર હનુમાનજીનો જય હો.

"રામદૂત અતુલિત બલ ધામા |"

અર્થ: તમે ભગવાન શ્રી રામના પરમ દૂત છો અને અતુલનીય શક્તિના નિવાસસ્થાન (અખૂટ બળના સ્વામી) છો.

ચોપાઈ:

"અંજની-પુત્ર પવનસુત નામા ||"

અર્થ: તમે માતા અંજનીના પુત્ર છો અને 'પવનપુત્ર' ના નામથી સમગ્ર વિશ્વમાં વિખ્યાત છો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.