આમલકી એકાદશી 2026: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના 6 ચમત્કારી મંત્રો, જે દૂર કરશે તમામ રોગ અને પાપ

હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે, પરંતુ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આમલકી એકાદશી, જેને રંગભરી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
આ એકમાત્ર એવી એકાદશી છે જેમાં ભગવાન વિષ્ણુની સાથે આમળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે વિધિવત પૂજા અને મંત્રોચ્ચાર કરવાથી ભક્ત જન્મ-મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ વર્ષે આમલકી એકાદશી ૨૭ ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવશે.
આ દિવસે ભગવાન વિષ્ણુના નીચે મુજબના મંત્રોનો જાપ કરવાથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે:
વિષ્ણુ મૂળ મંત્ર (તમામ ઈચ્છાઓની પૂર્તિ માટે)
આ મંત્ર બધી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે સૌથી સરળ અને પ્રભાવશાળી છે. આ મંત્રનો ઓછામાં ઓછો 21 વાર જાપ કરવો જોઈએ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય
વિષ્ણુ ગાયત્રી મંત્ર (માનસિક શાંતિ માટે)
માનસિક શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિ માટે ભગવાન વિષ્ણુના ગાયત્રી મંત્રનો જાપ ઉત્તમ છે.
ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्॥
પાપ મુક્તિ અને ભય નાશક મંત્ર
જીવનના સમસ્ત પાપોમાંથી મુક્તિ મેળવવા અને ભયને દૂર કરવા માટે આ સ્તુતિનો જાપ કરવો.
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम्।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं, वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥
આમળાના વૃક્ષની પૂજાનો મંત્ર
આમલકી એકાદશીએ આમળાના વૃક્ષની પૂજા કરતી વખતે આ મંત્ર બોલવો અનિવાર્ય છે.
धात्री स्वरूपिणे नमः
મોક્ષ પ્રાપ્તિ માટેનો મંત્ર
મોક્ષ અને સદગતિ મેળવવા માટે આ મંત્રનો સતત જાપ કરવો જોઈએ.
ઓમ નમો નારાયણ
આરોગ્ય અને રોગ મુક્તિ માટેનો મંત્ર
જો તમે વારંવાર બીમાર પડતા હોવ અથવા સ્વાસ્થ્ય સંબંધી તકલીફો હોય, તો આ મંત્રનો જાપ અત્યંત ચમત્કારી સાબિત થાય છે.
अच्युतानन्त गोविन्द नामोच्चारणभेषजात्। नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम्॥
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

