Paris Olympic / તીરંદાજીમાં દીપિકા કુમારીએ ક્વાર્ટર ફાઈનલમાં બનાવી જગ્યા, ભજન કૌરનું સપનું તૂટ્યું
પેરિસ ઓલિમ્પિકમાં તીરંદાજીમાં વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ રાઉન્ડ ઓફ 16માં ભારત તરફથી બે એથ્લેટ દીપિકા કુમા

પેરિસ ઓલિમ્પિકમાં તીરંદાજીમાં વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ રાઉન્ડ ઓફ 16માં ભારત તરફથી બે એથ્લેટ દીપિકા કુમારી અને ભજન કૌરે ભાગ લીધો હતો. જેમાં દીપિકા કુમારીએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જર્મનીની મિશેલ ક્રોપેન સામે જીત મેળવી છે. તેણે મેચ 6-3થી જીતી લીધી હતી. આ સાથે તે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.
જ્યારે ભજન કૌર પ્રી-ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. ભજન કૌરને ઈન્ડોનેશિયાની ડીયંડા ચોરુનિસા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચમા સેટ બાદ બંને ખેલાડીઓ વચ્ચેનો સ્કોર 5-5થી બરાબર હતો, પરંતુ આ પછી ભજનને શૂટઓફમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
દીપિકાની આગામી મેચ કયા સમયે થશે?
દીપિકા કુમારી આજે જ તેની ક્વાર્ટર ફાઈનલ રમશે. તેની મેચ સાંજે 5:05 વાગ્યે શરૂ થશે. તેની નજર આ મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવવા પર રહેશે.






