મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પેરિસથી દિલ્હી પહોંચી રેસલર અંતિમ પંઘાલ, ઓલિમ્પિક વિલેજમાંથી કરવામાં આવી હતી બહાર

ભારતીય મહિલા રેસલર અંતિમ પંઘાલ પેરિસથી દિલ્હી પહોંચી છે. અંતિમે પેરિસ ઓલિ

પેરિસથી દિલ્હી પહોંચી રેસલર અંતિમ પંઘાલ, ઓલિમ્પિક વિલેજમાંથી કરવામાં આવી હતી બહાર

ભારતીય મહિલા રેસલર અંતિમ પંઘાલ પેરિસથી દિલ્હી પહોંચી છે. અંતિમે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની 53 કિગ્રા વજન વર્ગમાં ભાગ લીધો હતો. તે પહેલા રાઉન્ડમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. બહાર થયા બાદ અંતિમ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે પોતાના આઈડીનો ઉપયોગ કરીને ઓલિમ્પિક વિલેજમાં તેની બહેનની એન્ટ્રી કરાવી હતી. આ પછી અંતિમ અને તેની આખી ટીમને ભારત પાછા જવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

હવે તે દિલ્હીમાં પહોંચી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ભારતીય રેસલરના દિલ્હીમાં ઉતરાણનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ તે સીધી કારમાં બેસી જાય છે. આ સમયગાળા દરમિયાન તેણે મીડિયા સાથે કોઈપણ રીતે વાત કરી ન હતી.

પેરિસમાં થયેલા વિવાદ બાદ અંતિમ પંઘાલ પર પણ 3 વર્ષનો પ્રતિબંધ લગાવવાની વિચારણા થઈ રહી છે. જોકે પ્રતિબંધ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અંતિમ ઘરે પહોંચ્યા પછી પ્રતિબંધ પર વિચાર કરવામાં આવશે.

અંતિમે આ બાબતનો ખુલાસો કર્યો હતો

તમને જણાવી દઈએ કે ભારત પરત ફરતા પહેલા અંતિમે પોતે આ બાબત વિશે વાત કરી હતી. પીટીઆઈ સાથે વાત કરતા, અંતિમ જણાવ્યું હતું કે, "હું ખૂબ જ અસ્વસ્થ હતી. મને તાવ હતો. મારી બહેન મને તે હોટેલમાં લઈ જવા માંગતી હતી જ્યાં તે રોકાઈ હતી. મેં આ માટે પરવાનગી પણ લીધી હતી. મારો સામાન વિલેજમાં રહી ગયો હતોહતો. તાવને કારણે હું સુઈ ગઈ અને મારી બહેનનુંને મારું કાર્ડ લઈને ત્યાં ગઈ હતી અને ત્યાં મારી બહેન પાસેથી કાર્ડ લઈ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી."

આ સમાચાર શેર કરો