Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Women are using AI for romantic feelings, MIT research reveals

Business Plus: મહિલાઓ રોમેન્ટિક ફિલિંગ્સ માટે કરી રહી છે AI ઉપયોગ, MIT ના સંશોધનમાં ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus: મહિલાઓ રોમેન્ટિક ફિલિંગ્સ માટે કરી રહી છે AI ઉપયોગ, MIT ના સંશોધનમાં ખુલાસો
સોર્સ : GSTV

- AI ઇન બિઝનેસ

App Store

MIT (મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી) દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે AI નો ઉપયોગ કરતી પાંચમાંથી એક મહિલા માને છે કે મનુષ્યો અને AI વચ્ચેનો પ્રેમ ખરેખર શક્ય છે.

શું તમે જાણો છો કે અમેરિકામાં પાંચમાંથી એક મહિલા હવે AI ના પ્રેમમાં છે? મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (MIT) દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે AI નો ઉપયોગ કરતી લગભગ પાંચમાંથી એક મહિલા માને છે કે મનુષ્યો અને AI વચ્ચેનો પ્રેમ ખરેખર શક્ય છે. ૧,૦૦૦ અમેરિકન મહિલાઓમાંથી, ૩% એ કહ્યું કે તેઓ પહેલાથી જ તેમના ચેટબોટનો ઉપયોગ રોમેન્ટિક પાર્ટનર તરીકે કરે છે.

સર્વે મુજબ, ત્રણમાંથી એક યુઝરે તેમના ચેટબોટ સાથે અંગત રહસ્યો શેર કર્યા છે. પાંચમાંથી એક યુઝરે તેમના ચેટબોટને એક અનોખું નામ આપ્યું છે, અને અઠવાડિયામાં લગભગ ૩ થી ૫ કલાક AI સાથે વાત કરવામાં વિતાવે છે.

નિષ્ણાતો અનુસાર, AI એ આજે દરેક ક્ષેત્રમાં વિક્ષેપ પાડયો છે, કેટલાક ક્ષેત્રોમાં ઉત્પાદકતામાં વધારો કર્યો છે અને તે ખૂબ મદદરૂપ સાબિત થયો છે. તે જ સમયે, કેટલીક નોકરીઓ પણ જોખમમાં છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે યુએસમાં, લગભગ પાંચમાંથી એક મહિલા ચેટબોટ સાથે રોમેન્ટિક સંબંધમાં છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (MIT)ના એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૯% અમેરિકન મહિલાઓ રોમેન્ટિક ફિલિંગ્સ માટે ચેટબોટ્સનો ઉપયોગ કરી રહી છે.

કોમેટ બ્રાઉઝર અનેક કામો કરી શકશે

કોમેટ બ્રાઉઝર અનેક કામો કરી શકશે અને કંપનીઓને સ્ટાફ ઓછો કરવામાં મદદ કરી શકે છે, એમ પર્પ્લેક્સિટીના સીઈઓ કહે છે. પર્પ્લેક્સિટીનું કોમેટ બ્રાઉઝર, જે ઉત્પાદકતા વધારવા માટે એક સ્વાયત્ત વ્યક્તિગત સહાયક તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, તે બધા વપરાશકર્તાઓ માટે મફત બનાવવામાં આવ્યું હતું. કંપનીએ કોમેટ પ્લસ પણ લોન્ચ કર્યું, જે મુખ્ય પ્રકાશકોની સામગ્રી ધરાવતું ઇં૫ માસિક સમાચાર સબ્સ્ક્રિપ્શન છે જેને વપરાશકર્તા જોડાણ માટે ૪૨.૫ મિલિયનના રેવન્યુ પૂલમાંથી વળતર આપવામાં આવશે. પર્પ્લેક્સિટીનું કોમેટ બ્રાઉઝર કંપનીઓને ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે જેથી તેમને વધુ લોકોને નોકરી પર રાખવાની જરૂર ન પડે, એમ સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ અરવિંદ શ્રીનિવાસે જણાવ્યું હતું. 'તમારી ટીમમાં વધુ એક વ્યક્તિને રાખવાને બદલે, તમે જે કામ કરી રહ્યા છો તેને પૂરક બનાવવા માટે કોમેટનો ઉપયોગ કરી શકો છો. શ્રીનિવાસે કહ્યું કે કોમેટ એક 'સાચો વ્યક્તિગત સહાયક' બનવા માટે છે જે માનવ હસ્તક્ષેપ વિના કામ કરી શકે છે. 'ભવિષ્ય એઆઈનું છે જે તમારા માટે કામ કરી રહ્યા છે, તમે સૂતા હોવ ત્યારે પણ, તમને પૂછયા વિના પણ તે તમારા ઇ મેઇલ્સના જવાબોને આપમેળે તૈયાર કરી શકે છે. તે તમારા વતી તમારી મીટિંગ્સનું શેડયૂલ કરી રહ્યું છે અને તમને પૂછયા વિના બીન જરૂરી વસ્તુઓ ડીલીટ કરી શકે છે.  પરપ્લેક્સિટી AI એ તેના કોમેટ બ્રાઉઝરને બધા, પ્રો અને મેક્સ વપરાશકર્તાઓ માટે મફત બનાવ્યું. જુલાઈમાં લોન્ચ કરાયેલ, આ બ્રાઉઝર ગયા મહિને ભારતમાં પરપ્લેક્સિટી પ્રો વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવ્યું હતું. AI કંપનીએ કોમેટ પ્લસનું પણ અનાવરણ કર્યું, જે માનવો અને AI  બંને માટે સમાચારનો ઉપયોગ કરવા માટે એક નવો સબ્સ્ક્રિપ્શન પ્લાન હશે. સેવા માટે સ્ટેન્ડઅલોન સબ્સ્ક્રિપ્શન પ્લાનનો ખર્ચ દર મહિને થશે .