ગઇકાલને ભૂલી આજે જીવો: શા માટે દરેક દિવસ એક નવો જન્મ છે?

હર દિન નવો જન્મ હર દિન નવા મૃત્યુનો અભ્યાસ ચિન્તન અને મનનની સાધના, તે વ્યવહારિક રૂપ દેવામાં બહુજ સફળ રહે છે. પ્રાત:કાળ આંખ ખુલતાં અને પથારી ત્યાગતા સમયમાં એ વિચારવું જોઈએ કે આજે હમણાં જ આપણો જન્મ થયો અને એની આયું કેવળ એક દિવસની છે. રાત્રિના સુવા સમયે આ જીવનની સમાપ્તિ થઈ જશે. આજનો અમૂલ્ય અવસર સર્વોત્તમ રીતિ-નીતિની સાથે વ્યતીત કરવાનો છે. મનને કુવિચારોથી બચાવવાનું છે, શરીરથી કુકર્મ નથી કરવાના. સમય તથા શ્રમને ઉપયોગી કાર્યોમાં લગાડવાનાં છે. ધન-સંપત્તિને ઈશ્વરની પવિત્ર ધરોહર સમજીને આપણા માટે એ ધન સંપત્તિને નિતાન્ત આવશ્યક કાર્યમાં જ ખર્ચ કરવાનું છે. સંયમ અને સાદગીથી રહેવાનું છે. સાધનોનો એક ઉપયુક્ત અંશ પરમાર્થના માટે લગાડવાનો છે. કોઈનાથી દુર્વ્યવહાર નથી કરવાનો બધા કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાનું છે તેથી આજનો દિવસ સર્વોત્તમ રીતિ-નીતિના માટે જીવી જઈ શકાય.
ઉપાસનાનો અર્થ છે નજીક બેસવું. ભગવાનની ઉપાસના અર્થાત્ ભગવાનની નજીક બેસવું. આ આત્માની ભૂખ છે જેને તૃપ્ત કરવી જ જોઈએ. વાછરડું ગાયની નજીક ન પહોચે તો દૂધ કેવી રીતે પી શકે. મા ની છાતીથી બાળક ન લપેટાઈ તો બાળકને મા નો પ્રેમ કેવી રીતે મળે ? પારસ ને સ્પર્શ થયા વગર લોઢું સોનું કેવી રીતે બને. અગ્નિની સમીપતામાં આવ્યા વગર નગણ્ય જેવું ખનિજ રસાયન કેવી રીતે બને ? શ્રી રામ શર્મા આચાર્ય એ કહ્યું - ઈશ્વરની સમીપ પહોંચ્યા વગર આત્માની પ્યાસ સદા અતૃપ્ત જ બની રહે છે.

