Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Why did Prateik Gandhi describe the economy of theater as a challenge?

Chitralok: પ્રતીક ગાંધીએ કેમ રંગભૂમિના અર્થતંત્રને ગણાવ્યું પડકારરૂપ!

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: પ્રતીક ગાંધીએ કેમ રંગભૂમિના અર્થતંત્રને ગણાવ્યું પડકારરૂપ!
સોર્સ : GSTV

પ્રતીક ગાંધીના ચાહકો એમની હાઇ પ્રોફાઇલ 'ગાંધી' વેબ સિરીઝની રાહ જોઈને બેઠા છે. 'સ્કેમ-૧૯૯૨'ના આ અભિનેતાએ તાજેતરની એક મુલાકાતમાં પોતાની સફળતાનું સઘળું શ્રેય રંગભૂમિને આપ્યું છે. 'થિયેટર તો મારો પ્રથમ પ્રેમ છે,' પ્રતીક કહે છે, 'તે અદાકારો માટે અભિનયનું જિમ બની છે. જો કે ફિલ્મો અને ઓટીટીની તુલનામાં તે ઘણી ઓછી કમાણી કરતું માધ્યમ છે, પણ તે વ્યક્તિના આત્માને અત્યંત જરૂરી એવી ઊર્જા, અનુભવ અને સંતોષ આપે છે.'

App Store

૪૨ વર્ષીય પ્રતીક સ્વીકારે છે કે, 'રંગભૂમિનું અર્થતંત્ર ઘણું પડકારરૂપ છે. થિયેટરમાં મારા પ્રયાસો ૧૦૦ ટકા હોય છે અને તે ફિલ્મો કરતાં વધુ હોય છે, પણ તેમાંથી જે આર્થિક વળતર મળે છે તે ફિલ્મો કરતાં દસમા ભાગનું પણ હોતું નથી. મને લાગે છે કે યોગ્ય ફેરફાર સાથે આવી પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. કોન્સર્ટ અને સ્ટેન્ડ-અપ શો હવે હાઉસફૂલ થઈ રહ્યા છે. કનેક્ટ થવું જરૂરી છે. આજે તેઓ વર્ચ્યુઅલ કોન્ટેન્ટ કરતાં લાઇવ એન્ટરટેઇનમેન્ટ માટે પાંચ ગણા વધુ નાણાં ચુકવવા તૈયાર છે. બીજું વ્યવહારું પગલું પશ્ચિમના થિયેટરમાંથી ટિપ્સ લેવાનું હોઈ શકે છે. ત્યાં નાટકની ટિકિટ ફિલ્મની ટિકિટ કરતા નોંધપાત્ર રીતે વધુ (૮૫ ડોલર અથવા રૂ.૮૦૦૦) હોય છે અને પ્રોડકશન્સ એક જ સ્થળે મહિનાઓ સુધી ચાલે છે. એક વધુ મહત્ત્વપૂર્ણ પગલું શોની સંખ્યા વધારવાનું હોઈ શકે છે. સમસ્યા શોની ક્ષમતાની પણ છે જે કદાચ પ્રતિ શો ૫૦૦થી ૮૦૦ લોકોની હોય છે. તેથી વધુ પ્રેક્ષકો સુધી પહોંચવા માટે બહુવિધ શો કરવા પડે છે.' 

રંગભૂમિના સંદર્ભમાં પ્રતીકની સૌથી સૌથી ઇચ્છા શી છે? પ્રતીક કહે છે, 'માળખાગત સુવિધામાં સુધારો કરવો. આપણી પાસે મૂળભૂત થિયેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. તેમાં દરેક સ્થળે સુધારો કરવાની જરૂર છે. જો આમ થશે તો રંગભૂમિના ચાહકો અને નવા કલાકારોને ખૂબ મદદ મળશે.'