Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Why are there slogans of 'Marwari Go Back' in this Indian state?

Business Plus: શા માટે ભારતના આ રાજ્યમાં લાગ્યા 'મારવાડી ગો બેક'ના નારા

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus: શા માટે ભારતના આ રાજ્યમાં લાગ્યા 'મારવાડી ગો બેક'ના નારા
સોર્સ : GSTV

તેલંગાણામાં સ્થાનિક વેપારીઓ અને મારવાડી વેપારીઓ વચ્ચેની હૂંસા તૂંશી હવે જાહેરમાં આવી ગઇ છે. મારવાડી બિઝનેસ ગૃહોને તેલંગાણમાં આવીને કમાણી કરવાનો કોઇ હક નથી એમ કહીને તેલંગાણા-હૈદ્રાબાદના કેટલાક સંગઠનો આંદોલન કરી રહ્યા છે. તસ્વીરમાં જે પોસ્ટર દેખાય છે તે દર્શાવે છે કે 'મારવાડી ગો બેક' નું કેમ્પેઇન હવે પોસ્ટર વોર પર ઉતરી આવ્યું છે. મારવાડી બિઝનેસ ગૃહો કહે છે કે અમેતો વર્ષોથી વિવિધ રાજ્યોમાં બિઝનેસ કરી રહ્યા છીયે. કોઇનું છીનવતા નથી અને અમારી બુધ્ધિ કૌશલ્યના પગલે વિસ્તરી રહ્યા છે. મારવાડી સમાજે વડાપ્રધાન મોદીને દરમ્યાનગીરી કરવા કહ્યું છે.

App Store

માત્ર ત્રણ કલાકના સુલતાન

ઓરેકલના ગેરીસને જ્યારે વિશ્વના અબજોપતિ ઇલોન મસ્કને બાજુ પર હડસેલીને તેમની પાસેનો વિશ્વના અબજોપતિનો મુગટ આંચકી લીધો ત્યારે તે અહેવાલો ફલેશ બનીને સમાચાર માધ્યમોમાં ચમક્યા હતા. ઓરેકલના ચેરમેન ગેરીસન લોકો માટે સાવ અજાણ્યો ચહેરો હતો.  પરંતુ સ્ટોક માર્કેટમાં તેમની કંપનીના  શેરોમાં એક દિવસમાં ૪૧ ટકાનો ઉછાળો નોંધાવતા તેમની સંપત્તિમાં પણ ઉછાળો આવ્યો હતો. જે ટોટલમાં ઇલોન મસ્ક કરતાં પણ આગળ વધી ગયો હતો. જો કે ઇલોન મસ્કની એક કંપનીના શેરો પણ ઉછળતા તે ફરી પાછા વિશ્વના સૌથી વધુ પૈસાદારનો મુગટ પહેરી શક્યા હતા. ટૂંકમાં ઓરેકલના ચેરમેન ત્રણ કલાક માટે સુલતાન રહ્યા હતા.

તેલંગાણામાં મારવાડી ગો બેકના નારા 2 - image

મહિલાઓ આગળ છતાં ભેદભાવ

આજકાલ એ ચર્ચાએ બહુ જોર પકડયું છે કે મહિલાઓ અનેક ક્ષેત્રે આગળ વધી છે. શિક્ષણ ક્ષેત્રે તેમની સંખ્યા વધી છે, જોબમાં પણ તેમની સંખ્યા જોવા મળી રહી છે, ઇનોવેશન તેમજ સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલાઓ ઉભરી આવી છે છતાં જોબમાં જ્યારે પગારની વાત આવે કે કામ વહેંચવાની વાત આવે ત્યારે મહિલાઓ પ્રત્યે ભેદભાવ જોવા મળી રહ્યો છે. આ ચર્ચા લાંબા સમયથી ચાલી આવે છે પરંતુ તાજેતરમાં ઝીરોધાના નિખિલ કામથે આ મુદ્દો છેડયો છે. નિખિલ કહે છેકે ડેટા અનુસાર મહિલાઓ આગળ વધી છે પરંતુ તેમની પ્રત્યેના ભેદભાવ પગાર ધોરણોમાં નજરે પડે છે. જેને સ્ટાર્ટઅપ બિલિયોનર કહેવાયા છે તે નિખિલ પોતાની વાત સાથે સરકારી આંકડા પણ રજૂ કરી રહ્યા છે.

તેલંગાણામાં મારવાડી ગો બેકના નારા 3 - image