Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The Importance of Yajna in Indian Culture: A Path to Purification of Life through Self-Purification, Philanthropy and Good Deeds

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ: આત્મશુદ્ધિ, પરોપકાર અને સદ્કર્મ દ્વારા જીવનને પવિત્ર બનાવવાનો મહામાર્ગ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ: આત્મશુદ્ધિ, પરોપકાર અને સદ્કર્મ દ્વારા જીવનને પવિત્ર બનાવવાનો મહામાર્ગ
સોર્સ : gstv

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જીવનમાં તમામ સંસ્કારો મોટે ભાગે યજ્ઞ દ્વારા કરવામાં આવે છે.

App Store

યજ્ઞ શબ્દ 'યજ્' ધાતુ પરથી બન્યો છે યજ્ઞનો અર્થ છે. પરોપકારના ભાવથી કરવામાં આવેલું શ્રેષ્ઠ કર્મ. નિષ્કામ ભાવે કર્મ કરવું તે પણ એક યજ્ઞ જ છે. પ્રાચિન ઋષીમુનીઓની સંસ્કૃતિ પ્રમાણે હવનના રૂપમાં જોઈ શકાય છે. યજ્ઞકુંડ દ્વારા અગ્નિ પ્રજવલીત કરી તેમાં જવ-તલ-વન ઔષધિ તથા હવન સામગ્રી દ્વારા આહુતિ આપવામાં આવે છે. આપણા આર્ષ સાહિત્યમાં યજ્ઞના મહિમાનું વર્ણન વિશેષ છે.

પ્રાચિનકાળમાં પણ પુત્રેષ્ટીયજ્ઞ- અશ્વમેધ યજ્ઞ- પર્જન્ય યજ્ઞ- રાજસૂય યજ્ઞ વિગેરે થતાં યજ્ઞ-પર્જન્યયજ્ઞ- રાજસુય યજ્ઞ વગેરે થતાં ભગવદ્ગીતામાં પારમાર્થિક કર્મને યજ્ઞ કહ્યો છે.

યજ્ઞમાં જે પદાર્થો હોમવામાં આવે છે તે અગ્નિદેવ બધા જીવોના કલ્યાણ માટે વાયુમંડળમાં વિખેરી દે છે. અગ્નિની જવાળા હંમેશા ઉપરની તરફ જ જાય છે. જેથી દેવતાઓ પ્રસન્ન થાય છે. સ્વાહાકાર મંત્ર દ્વારા જે આહુતિ અપાય છે. તેથી પાપોનો નાશ થાય છે. યજ્ઞથી વાયુ શુધ્ધ થાય છે. શરીરમાં નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. મન શાંત અને પ્રસન્ન રહે છે. તેથી જ જીવનમાં યજ્ઞા કલ્યાણકારી અને પુણ્ય પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે.

_ પુરાણી મહેન્દ્ર મહારાજ