Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The high economic growth rate in India's economy can be considered a creditable performance.

Business Plus: ભારતના અર્થકારણમાં ઊંચા આર્થિક વૃધ્ધિ દરને ક્રેડીટેબલ પરફોર્મન્સ ગણી શકાય

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: ભારતના અર્થકારણમાં ઊંચા આર્થિક વૃધ્ધિ દરને ક્રેડીટેબલ પરફોર્મન્સ ગણી શકાય
સોર્સ : GSTV

- અર્થકારણના આટાપાટા

App Store

- ધવલ મહેતા

બીજા વિશ્વયુદ્ધ પહેલા જગતના બે સુપરપાવર્સ અમેરિકા અને સોવિયેટ રશિયા હતા. હવે તે અમેરિકા અને ચીન છે. કદાચ ૨૫થી ૩૦ વર્ષ પછી જગતનું સુપરપાવર ચીન અને બીજુ સુપરપાવર ભારત પણ હોઈ શકે છે. કારણ કે ભારતના અર્થકારણે અત્યારના ટ્રમ્પરચિત ઝંઝાવાતી સમયમા પણ રેઝીલીઅન્સ દર્શાવી છે. 

અંગ્રેજી શબ્દ રેઝીલીયન્સ એટલે ભયાનક કઠિનાઇઓ અને મુશ્કેલીઓ સામે ઝઝૂમવુ અને ધીરજ રાખીને તેમાથી બહાર આવવુ અને આગળ વધવું. ૧૯૭૧મા ભારતના બે પ્રખર અર્થશાસ્ત્રીઓ દાંડેકર અને રથે પોર્વટી ઇન ઇન્ડીયા નામનું પુસ્તક લખીને ભારતમા ગરીબી વિષે મોટી ડીબેટ (ચર્ચા) ઊભી કરી હતી. 

ભારતની ગરીબીમા ઘટાડો થતા હવે તે ડીબેટનું સ્થાન ભારતમા આવક અને સંપત્તીની ઊંચી અસમાનતાએ લીધું છે. રૂપિયો ભારતનો આવતા ૨૫ વર્ષમાં સતત ઉદય થતાં જગતના અર્થકારણનું કેન્દ્ર ફરી એકવાર એશિયામા આવી જશે તે શક્યતા નકારી શકાય તેમ નથી. 

આનુ એક કારણ એ છે કે ભારત ૬ ટકા કે તેથી વધુ સરાસરી આર્થિક વૃધ્ધિદર સડસડાટ પ્રગતિ કરી રહ્યું છે. જ્યારે પશ્ચિમ જગતના દેશો ચાર ટકા પણ આર્થિક વૃદ્ધિદર હાસીલ કરે તો રાજીના રેડ થઇ જાય છે. ઓઈસીડીના અહેવાલ મુજબ ભારતનો ચાલુ નાણાકીય વર્ષનો આર્થિક વૃદ્ધિદર (૧ એપ્રીલ ૨૦૨૫થી ૩૧ માર્ચ ૨૦૨૬) ૭.૬ ટકા રહશે અને નાણાકીય ૨૦૨૬-૨૦૨૮મા પણ ૬.૪ ટકા રહેશે. 

ટ્રમ્પ ભારત જેવા મોટા અર્થકારણમા ૬ ટકાથી વધારે ઊંચો આર્થિક વૃદ્ધિ દર 'ક્રેડીટેબલ પરફોર્મન્સ' ગણી શકાય. વળી એક સારી બાબત એ બની છે કે ભારતમા ૬ ટકાથી વધારે જે આર્થિક વૃદ્ધિ દર થાય છે તે દરમિયાન ફુગાવો કાબુમા રહ્યો છે.

આમ છતા ભારત હજી પશ્ચિમ જગતના દેશોની જેમ વેલફેર સ્ટેટ બની શક્યું નથી. હજી ભારતનો ઝોક 'ગરીબી હટાવો'પર જ રહ્યો છે. ભારતની સરકાર ખાતર પાછળ ૧.૭૧ લાખ કરોડ રૂપિયાની સબસીડી આપીને ખેતીવાડી ક્ષેત્રને ટકાવી રાખે છે. અને દેશના ૮૦ કરોડ લોકોને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પાછળ બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. 

આ બન્ને યોજનાઓમાં દસથી વીસ ટકાનો કાપ મુકી તે દેશના તમામ ૬૫૬૨ તાલુકાઓમા હેરો અને કેમ્બ્રીજ જેવી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની રચના થાય અને આ શાળાઓના સમગ્ર તાલુકામાંથી માત્ર પ્રતિભારતીઓ ઇનોવેટીવ વિદ્યાર્થીઓને જ મફત શીક્ષણ અને રહેઠાણ મળે તેવી વ્યવસ્થા થાય તો દસ વર્ષમા જ દેશની સીકલ બદલાઈ જાય.

 દરેક તાલુકામા સ્થપાયેલી આ શાળાઓને તાલુકાના ડીસ્ટ્રીક્ટસમા રહેતા કુટુબોના આશાસ્પદ (ક્રીએટીવ) બાળકોને લોહચુંબકની જેમ આકર્ષે તેવી વ્યવસ્થા કરી શકાય. ભારતના ૬૫૬૨ તાલુકાઓની શાળાઓ પાછળ દરેક માથાદીઠ વાર્ષીક દસ કરોડનો ખર્ચો કરવામા આવે તો પણ ૬૫૬૨૦ કરોડનો ખર્ચો થાય તેને પરીણામે દેશમા દસ વર્ષમા તો ક્રીએટીવ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો ખડકલો તૈયાર થઇ જાય. રીપીટ, દરેક તાલુકામા એક એવી શાળા (૧થી ૧૨મા ધોરણની) જે ઉચ્ચ કક્ષાની હોય અને ક્રીએટીવીટીની પોષક હોય.

ભારતે લોકશાહી ટકાવી રાખી છે તેથી પશ્ચિમ જગતને ભારત માટે ઘણુ માન છે. ભારતમા આર્થિક વૃદ્ધિ દર થતા ઘણા દેશોથી વધારે છે અને તે લાબા સમયથી ટકી રહ્યો છે.