Dharmlok : પૃથ્વી પરનું જીવંત તીર્થ એટલે માતા: સનાતન ધર્મ અને શાસ્ત્રોમાં માતૃત્વનું ગૌરવગાન

સોર્સ : gstv
માતૃ મહિમા: શાસ્ત્રો અને મહાનુભાવોના વિચારો
| ક્રમ | સુવિચાર / પંક્તિ | સ્ત્રોત / લેખક |
| ૧ | માતૃદેવો ભવ | ઋગ્વેદ |
| ૨ | નાસ્તિ માતૃસમો ગુરુ - માતા સમાન કોઈ ગુરુ નથી. | ઉપનિષદ / બ્રહ્મ ઉપનિષદ |
| ૩ | જેનાથી માતા પ્રસન્ન થાય છે તેનાથી આખી પૃથ્વી પ્રસન્ન થાય છે. | મહાભારત |
| ૪ | માતાની પૂજા વગર તમામ પૂજા વ્યર્થ છે. | યાજ્ઞાવલ્કય સ્મૃતિ |
| ૫ | ૧૦ ઉપાધ્યાય, ૧૦૦ આચાર્ય, ૧૦૦૦ પિતાથી ય એક માતા ચડે. | મનુસ્મૃતિ |
| ૬ | જનની અને જન્મભૂમિ તો સ્વર્ગ કરતાંય ચડિયાતાં છે. | રામાયણ |
| ૭ | માતા માનવ-જીવનનું પવિત્ર ગંગાજળ છે. | ચાણ્કયનીતિ |
| ૮ | પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કુમાતા કદી નથી થતી. | શ્રી શંકરાચાર્ય |
| ૯ | તારું સ્વર્ગ તારી માતાના ચરણોમાં છે. | મહંમદ પયગંબર |
| ૧૦ | સૌથી પહેલો અને વારંવાર બોલાતો શબ્દ મા છે. | સ્વામી રામતીર્થ |
| ૧૧ | જો પિતા આકાશથી ઊંચા છે તો માતા પૃથ્વીથી ય મહાન છે. | યુધિષ્ઠિર |
| ૧૨ | માતાની ગોદમાં જે મળે છે તે ચાર વેદોથી પણ નથી મળતું. | ઋષિ પરાશર |
| ૧૩ | જેણે માતાને જાણી તેણે ભગવાનને જાણ્યા. | સંત વેમન |
| ૧૪ | સમગ્ર માનવજાતિના હોઠો પરનો સુંદર શબ્દ છે મા. | ખલિલ જિબ્રાન |
| ૧૫ | મા-ની પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા બરાબર છે. | ગણેશ પુરાણ |
| ૧૬ | પિતા આમ્રવૃક્ષ છે, માતા મંજરી છે, બાળકો ફળ છે. | ઇગર સોલ |
| ૧૭ | મા આગળ જગતની સંપત્તિ અને વૈભવ તુચ્છ છે. | ગોલ્ડ સ્મિથ |
| ૧૮ | ધૈર્ય, હિંમત, સાહસના બધા પાઠ હું મા પાસેથી શીખ્યો છું. | નેપોલિયન |
| ૧૯ | હું જીવનમાં જે કંઈ થઈ શક્યો છું તે માતાને આભારી છે. | અબ્રાહ્મ લિંકન |
| ૨૦ | તારાઓ આકાશની કવિતા છે, મા પૃથ્વીની કવિતા છે. | હારગ્રેવ |
| ૨૧ | માતૃત્વએ પયગંબરના કાર્યનો જ એક ભાગ છે. | કવિ ઇકબાલ |
| ૨૨ | માતાની ગોદમાં બેઠેલું શિશુ વિશ્વનું શ્રેષ્ઠ ચિત્ર છે. | યોગવશિષ્ઠ |
| ૨૩ | માતાના જ્ઞાનથી પૃથ્વી પરનું અજ્ઞાન દૂર થાય છે. | વિદુરનીતિ |
| ૨૪ | માનવતા અને સંસ્કૃતિનું વિદ્યાલય માતાના મુખમાં છે. | ફ્રેડરિક હેસ્ટન |
| ૨૫ | પોતાની માતા વગર કયો પુરુષ પૃથ્વી ઉપર પેદા થયો છે? | સરદાર વલ્લભભાઈ |
| ૨૬ | મા-નો અર્થ દુનિયાની તમામ ભાષાઓમાં મા થાય છે. | રવીન્દ્રનાથ ટાગોર |
| ૨૭ | મા સમાન છાયા નથી, ગતિ નથી, રક્ષણ નથી, પ્રિય નથી. | મહાભારત |
| ૨૮ | જે રાહ જુએ છે તે માતા છે. | અથર્વવેદ |
| ૨૯ | પોતાના બાળક માટે માતાના મુખમાંથી ના-નથી નીકળતી. | નારદ પુરાણ |
| ૩૦ | ગુણવાન પુત્રની માતાનું ગૌરવ કરો. | તિરુવલ્લુવર |
| ૩૧ | માતા સમું ન કોઈ જ્ઞાતા, માતા સમી કશે ન શાતા. | શ્રીમદ્ ભાગવત |
| ૩૨ | માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર? | કવિ પ્રેમાનંદ |
| ૩૩ | મા-ની સમક્ષ પુત્રએ ઉત્તમ મનવાળા થઈને રહેવાનું છે. | અથર્વવેદ |
| ૩૪ | પોતાના સદાચારથી માને પ્રસન્ન કરે તે જ સાચો પુત્ર છે. | ભતૃહરિ નીતિ શતક |

