Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Take special care of these things when using electrical appliances!

Sahiyar: વીજળીના ઉપકરણોનો વપરાશ કરતી વખતે આ બાબતોની ખાસ રાખો કાળજી!

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: વીજળીના ઉપકરણોનો વપરાશ કરતી વખતે આ બાબતોની ખાસ રાખો કાળજી!
સોર્સ : GSTV

- નયના

App Store

વીજળી આજે તો દેશનાં અનેક ખૂણે પહોંચી ગઈ છે. વીજળી વિનાના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે આપણા રોજ બરોજના જીવનમાં વીજળી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

વીજળી એક ખૂબ સારી શત્રુ પણ છે, શત્રુ એટલા માટે કે જો ઝડપાઈ ગયા તો બીજો મોકો આપતી નથી વીજળીથી થયેલા અકસ્માતોમાં બચાવવા માટે સમય ખૂબ ઓછો હોય છે. મોટે ભાગે આ કામ અશક્ય છે તેથી જ અકસ્માતો થાય જ નહીં તેની કાળજી લેવી જોઈએ.

તો જાણો વિદ્યુત ઉપકરણો  વાપરવા માટેની કેટલીક સાવચેતીઓ.

૧) ઈસ્ત્રી : ઈસ્ત્રી કરતી વખતે તેનો વાયર પણ ઇસ્ત્રી સાથે હાલે છે. તેથી વાયર ઇસ્ત્રીના ગરમ ભાગ સાથે સ્પર્શ થાય તેવી શક્યતા ખૂબ હોય છે આમ ન થાય તે ખાસ જુઓ ઇસ્ત્રીનું વાયર સાથેનું જોડાણ પણ વારંવાર ચેક કરતા રહો કારણ કે વખત જતા આ જોડાણ ઢીલું પડવાની કે ખરાબ થવાની શક્યતા હોય છે.

ઇસ્ત્રીની અંદર ઘણી વખત શોર્ટ સર્કિટ થઈ જવાને કારણે નાનો એવો ધમાકો થાય છે. આ વખતે તરત જ સ્વીચ બંધ કરીને ઇસ્ત્રીને સારા ઇલેક્ટ્રીશીયનને બતાવી લો.

૨) હીટર : હીટરને બાલટીમાં લટકાવવા માટે તેના પર હેંગર લગાવેલું હોય છે. આ હેંગરથી જ હીટરને બાલટી પર લટકાવો કારણ કે તે એક ચોક્કસ સ્થાને ફીટ કરેલું હોય છે જ્યાંથી ઉપર પાણી જાય તો અકસ્માતનું કારણ બની શકે છે.

હીટર જ્યારે ચાલુ હોય ત્યારે બાલટીની અંદર હાથ નાખીને કદી જોવું નહીં કારણ કે જો હીટરનું ઇન્સ્યુલેશન ખરાબ થઈ ગયું હોય તો શોક લાગવાની શક્યતા હોય છે આથી પ્રથમ સ્વીચ બંધ કરવી અને પછી જ હાથ નાખવો. 

૩) ગીઝર : ઘણી વખત ગીઝરની સ્વીચ ચાલુ હોય છે પણ આપણે નળ બંધ કરી દઈએ છીએ આ એક ગંભીર અકસ્માતનું કારણ બને છે કારણ કે આમ કરવાથી ગીઝરની અંદરનું તાપમાન એટલું વધી જાય છે કે તેનાથી બનેલી વરાળનું દબાણ ધડાકો કરે છે.

આનાથી બચવા માટે ગીઝર ચાલુ કરતી વખતે હંમેશા પ્રથમ નળ ચાલુ કરો પછી સ્વીચ ચાલુ કરો અને ગીઝરને બંધ કરતી વખતે હંમેશાં પ્રથમ સ્વીચ બંધ કરો અને પછી નળ બંધ કરો.

આમ કરવાથી ગીઝર લાંબો સમય ચાલશે અને અકસ્માત પણ નિવારી શકાશે.

ગીઝરનું અર્થિંગ પણ સલામતીમાં પ્રમુખ ભાગ ભજવે છે. જો અર્થિંગ બરાબર ન હોય તો ગીઝરના નળ વાટે બહાર આવતાં પાણીમાં શોક લાગે છે તેથી અર્થિંગ દર છ મહિને ચેક કરાવી લેવું જોઈએ.

૪) ઘરઘંટી : ઘરઘંટી હંમેશાં સલામતી ઉપકરણ સાથે હોય તેવી જ ખરીદો. ઘણી વખત ઘઉં વગેરે જો ભીના હોય તો ઘંટીના પથ્થર ખૂબ ધીમેથી ફરે છે. તેથી કરન્ટ વધે છે. અને તેનાથી અકસ્માત થવાનો ભય હોય છે. આથી હંમેશા સૂકા ઘઉં જ વાપરવા.

૫) મિકસર : મિકસરમાં પણ ફ્રુટના ટુકડા મોટા અને ભારે ન હોય તે ખાસ જોવું કારણ કે તેનાથી મિકસરનાં ફરવામાં અવરોધ ઊભો થાય છે. અને કરન્ટ વધે છે અકસ્માત થાય છે.

ઘણી વખત બહારની બોડી અને અંદરના વાયરો વચ્ચેનું ઇન્સ્યુલેશન બગડી જતાં કરન્ટ બહારની બોડીમાં પણ વહેવા લાગે છે તેથી તેને સ્પર્શ કરનાર વ્યક્તિને શોક લાગે છે આ કરન્ટ જો ભારે હોય તો વ્યક્તિ ઉપકરણને ચીટકી જાય છે આ વખતે તરત જ મેન સ્વીચ બંધ કર્યા સિવાય તે વ્યક્તિને અડકવું નહીં, નહીં તો બચાવવા જનાર પોતે પણ ભેરવાઈ જાય છે લાકડું કે એવા બીજા અવાહક પદાર્થોથી વ્યક્તિને છોડાવવા પ્રયાસ કરવો.

ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી લાગેલી આગ કદી પાણી  ન નાખવું પાણી વિદ્યુતનું સુવાહક હોવાથી આગ વધારે છે રેતીનો ઉપયોગ કરવો.

આમ, વીજળી જો સાવચેતી પૂર્વક વાપરવામાં આવે તો તે માનવીની સારી મિત્ર છે પણ જો જરાક ગાફેલ રહ્યાં તો સૌથી ક્રૂર શત્રુ પણ પુરવાર થઈ શકે છે.