Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Sonam Bajwa opens up about her choice of work

Chitralok : ફિલ્મોની સંખ્યા વધારવામાં રસ નથી: સોનમ બાજવાએ કામની પસંદગી અંગે કર્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : ફિલ્મોની સંખ્યા વધારવામાં રસ નથી: સોનમ બાજવાએ કામની પસંદગી અંગે કર્યો ખુલાસો
સોર્સ : gstv

સોનમ બાજવા રચનાત્મક જોખમો લેવાની ઈચ્છા સાથે આત્મવિશ્વાસનું મિશ્રણ કરીને ભારતીય સિનેમામાં એક ગતિશીલ બળ તરીકે ઊભરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ 'એક દીવાને કી દીવાનિયત' તેની સફરમાં એક નવો કીર્તિમાન બની છે. 

App Store

સોનમ  જણાવે છે કે તે એક ગાઢ રીતે ડ્રામાટીક અને ભાવનાત્મક પ્રોજેક્ટ હતો જેણે તેને તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી. અદાના પાત્રના ચિત્રણ માટે તેણે અગાઉ ક્યારેય ન અપનાવી હોય એવી તીવ્રતા દર્શાવવાની હતી. એક કલાકાર તરીકે અપરિચિત ક્ષેત્રમાં ડગ માંડવા ભયાવહ હોય છે, પણ સોનમે આ પડકાર ખુલ્લા દિલે ઝીલી લીધો. સોનમ કબૂલ કરે છે કે ફિલ્મમાં ઊંચા ભાવનાત્મક સ્તર માટે હિંમતની જરૂર હતી, પણ આખરે આ ફિલ્મે તેને સંતોષકારક અનુભવ આપ્યો. આ રોલમાં તેની કુશળતાની પરીક્ષા થવા ઉપરાંત તેની વિવિધ શૈલી અને જટિલ પાત્રો સાથે પ્રયોગ કરવાની ઈચ્છા પણ પ્રબળ બની.