Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Shah Rukh Khan has no interest in becoming James Bond 007

Chitralok: શાહરૂખ ખાનને જેમ્સ બોન્ડ 007 બનવામાં જરાય રસ નથી

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: શાહરૂખ ખાનને જેમ્સ બોન્ડ 007 બનવામાં જરાય રસ નથી
સોર્સ : GSTV

-'મેં મારી કરીઅરમાં બહુ બધી એક્શન   ફિલ્મો કરી નથી. અલબત્ત, મને એક એક્શન મૂવી કરવાની ઈચ્છા જરુર હતી,  પણ પછી કાજોલ મારી લાઈફમાં આવી એટલે પછી મેં બધી રોમાન્ટિક  ફિલ્મો જ કરી!'

App Store

હિન્દી સિનમામાં   એક્ટર્સને પહેલેથી હોલિવુડની  ફિલ્મો કરવાનો ક્રેઝ  રહ્યો છે. અનુપમ ખેર, ઓમ પુરી અને દીપિકા પદુકોણ જેવા એક્ટર્સ  તક મળે ત્યારે  અંગ્રેજી  ફિલ્મો કરીને  પોતાની  ફિલ્મોગ્રાફીમાં  વજન  ઉમેરે છે.  પ્રિયંકા ચોપરા જોનસે તો બોલિવુડને છોડીને હોલિવુડને જ પોતાનું ઘર બનાવી લીધુ છે.  જોકે, દિલીપકુમાર પોતાના કરીઅરના શિખર પર હતા ત્યારે પણ તેમણે હોલિવુડ મૂવીઝ  પ્રત્યે  કોઈ પ્રકારનો ક્રેઝ  દાખવ્યો નહોતો.  એમણે  'લોરેન્સ ઓફ અરેબિયા' જેવી બિગ બજેટ ક્લાસિક  ફિલ્મની  ઓફર નકારી કાઢી હતી.  હવે ટ્રેજેડી કિંગની એ એક્સક્લુઝિવ ક્લબમાં સુપરસ્ટાર  શાહરૂખ ખાન  જોડાયો છે. 

કહેવાય છે કે બોલિવુડના  સૌથી મોંઘા અને લાડકા સુપરસ્ટારે દુનિયા આખીમાં  લોકપ્રિયતા ધરાવતી જેમ્સ બોન્ડ ૦૦૭ પ્રેન્ચાઈસની નેક્સ્ટ   ફિલ્મ માટે  નનૈયો  ભણી દીધો છે! ડેનિયલ ક્રેગ  જેવા મોટા સ્ટારે ફરીથી એજન્ટ ૦૦૭  બનવાની ના પાડી દીધી તે પછી કયો એક્ટર  જેમ્સ બોન્ડ  બનશે એની ચર્ચા ઘણા વખતથી  જોરશોરથી  ચાલી રહી છે.  આ આઈકોનિક રોલ માટે  શાહરૂખનું  નામ પણ ચર્ચામાં હતું.  એ દરમિયાન  એસઆરકેને  કાજોલ સાથેના  પોતાના સ્ટેચ્યુના અનાવરણ  દરમિયાન  લંડન જવાનું થયું.  ત્યારે બીબીસી  ન્યુઝ ઈન્ડિયાની  મીડિયાકર્મીએ ખાનને જેમ્સ બોન્ડની  ભૂમિકા  કરવા વિશે પૂછ્યું.  જવાબમાં શાહરુખે  કહ્યું, 'ના,  મને એમાં રસ નથી.  હું જેમ્સ બોન્ડની જેમ ડાયલોગ્ઝ બોલી શકતો નથી. હકીકતમાં મેં બહુ બધી એક્શન   ફિલ્મો કરી પણ નથી. અલબત્ત, મને એક એક્શન મૂવી કરવાની ઈચ્છા જરુર હતી,  પણ પછી કાજોલ મારી લાઈફમાં આવી એટલે મેં બધી રોમાન્ટિક  ફિલ્મો જ કરી!'

એ તબક્કે  કાજોલે એસઆરકેને યાદ દેવડાવ્યું  કે તેં બીજા જૉનરની  ફિલ્મો પણ કરી  જ છે. શાહરૂખે  ઉમેરો કર્યો, 'હા,  એ ખરું. પરંતુ આપણે  બંને તો  આપણી રોમાન્ટિક  મૂવી જ માટે જ જાણીતા  છીએ.  વચ્ચે મેં થોડીક એક્શન   ફિલ્મો  કરી, કારણ કે મને વિશ્વાસ  હતો કે હું એ કરી શકીશ. જોકે એ  ફિલ્મો  મેં મારી  કરીઅરમાં  મોડેથી કરી. મને એમાં મજા પણ પડી. પરંતુ હું જેમ્સ બોન્ડના કિરદારથી પૂરેપૂરો પરિચિત નથી. હા,   જેમ્સ  બોન્ડને  સાકાર   કરનાર  શૉન કોનરીને  ચોક્કસ  ઓળખું છું.'

એજન્ટ ૦૦૭ જેમ્સ બોન્ડનું  પાત્ર  હોલીવૂડના  ઘણા સ્ટાર્સે  પોતપોતાની  રીતે ભજવ્યું છે, જેમાં  શૉન કોનરી,  રોજર મૂર, પિઅર્સ બ્રોસ્નન અને ડેનિયલ  ક્રેગનો  સમાવેશ છે. બોન્ડ ફ્રેન્ચાઈસીની  છેલ્લી  ફિલ્મ  ડેનિયલ ક્રેગે કરી હતી. હવે ડેનિસ વિલનેવ નેક્સ્ટ બોન્ડ  ફિલ્મ  ડિરેક્ટર કરવાની  તૈયારી કરી રહ્યો છે.  અલબત્ત,  ફિલ્મના  કાસ્ટિંગ વિશે હજુ સુધી કોઈ જાહેરાત નથી કરાઈ.

રાજકુમાર  હિરાનીની 'ડન્કી' (૨૦૨૩) પછી શાહરૂખે એ જ વરસે  'જવાન' કરી,  જેના માટે એને બેસ્ટ  એક્ટરના નેશનલ એવોર્ડની નવાજેશ થઈ  છે. હવે ખાનની નવી  ફિલ્મ 'કિંગ'ની રાહ જોવાય  છે, જે ૨૦૨૬માં રિલીઝ થશે.  સિદ્ધાર્થ  આનંદ દિગ્દર્શિત  આ  ફિલ્મમાં  શાહરૂખ પોતાની પુત્રી સુહાનાને નવેસરથી  લોન્ચ કરવા  ધારે છે. 'કિંગ'માં  જયદીપ  અહલાવત અને અભિષેક  બચ્ચન જેવા કેટલાક  એક્ટર્સના કેમિયો  પણ છે.