Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Riteish Deshmukh's special message to fans

Chitralok: બજેટ નહીં, ફિલ્મનો ઈતિહાસ જુઓ: રિતેશ દેશમુખનો ફેન્સને ખાસ મેસેજ

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: બજેટ નહીં, ફિલ્મનો ઈતિહાસ જુઓ: રિતેશ દેશમુખનો ફેન્સને ખાસ મેસેજ
સોર્સ : gstv

અભિનેતા-દિગ્દર્શક રિતેશ દેશમુખ અત્યારે ભલે હિન્દી ફિલ્મોમાં નહીં દેખાતો હોય, પણ તેણે મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં સારીએવી નામના રળી છે. એ સાચું નથી કે તેણે હિન્દી ફિલ્મોથી થોડું મુખ ફેરવી લીધું છે, પણ તેની મરાઠી ફિલ્મો ભણીની વ્યસ્તતા ઘણી ગજબની છે. તાજેતરમાં રિતેશ દેશમુખે 'રાજા શિવાજી' નામની મરાઠી ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે એટલું જ નહીં આ મોંઘામાં મોંઘી મરાઠી ફિલ્મ છે, જે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે. તાજેતરમાં રિતેશ દેશમુખે એક મુલાકાતમાં 'રાજા શિવાજી' અંગે પૂછાતા પ્રશ્નો, તેના બજેટ અને ફિલ્મોમાં તેના પ્રદાન અંગે ઘણી વાતો કરી છે, જે મનને ગમી જાય એવી છે.

App Store

રિતેશ દેશમુખે બોક્સ ઓફિસની આંકડાકીય માહિતીથી માંડીને રાજકારણ અને પાપારાઝી સુધીની બાબતો સુધી ખૂબ જ સ્પષ્ટતાથી જવાબ આપ્યા છે. 'રાજા શિવાજી' સૌથી મોંઘી મરાઠી ફિલ્મ છે. શું તને લાગે છે કે જે ક્ષણે જનતાને બજેટની ખબર પડે છે તે જ ક્ષણે દબાણ આવે છે કે ફિલ્મને વધુ મોટી ઓપનિંગની જરૂર હતી? આ પ્રશ્નનો ઉત્તર આપતા રિતેશ દેશમુખ કહે છે, 'રાજા શિવાજી'ના બજેટ અંગે ફરતાં આંકડા વિશે તો એટલું જ કહી શકાય કે આ ફિલ્મના બજેટના આંક અંગે તો નિર્માતા જ વાસ્તવિક આંક કેટલા છે એની માહિતી આપી શકે. તેઓ જ સાચો ફિગર જાણતા હોય છે. ફિલ્મ નિર્માતાઓ તરીકે આપણે છેલ્લી વસ્તુ જે કરવાની જરૂર છે તે ફિલ્મના બજેટની ચર્ચા કરવી કારણ કે તે કંઈ પણ કરતું નથી. બજેટ સે ક્યાં લેના દેના હૈ? જો કોઈ મને બજેટ અંગે પૂછે તો હું તેમને પૂછું છું, તમે ફિલ્મને જોવા ટિકિટ માટે કેટલા પૈસા ચૂકવો છો? તેઓ કહે છે, 'રૃા.૧૦૦ અથવા રૃા.૨૦૦-૩૦૦' અને હું જવાબ આપું છું કે તે બજેટ છે તે માત્ર તમારા સમય માટે યોગ્ય હોવું જોઈએ. તેના વિશે વાત કરવાનું બંધ કરવું જોઈએ. તેને જાદુઈ થવા દો. તમે ફક્ત ફિલ્મનો અનુભવ કરો. જ્યારે હું મારા બાળપણમાં અમિતાભ બચ્ચનજીની 'શોલે' જેવી ફિલ્મો જોવા જતો ત્યારે મને ક્યારેય વિચાર આવતો નહીં કે 'ઈસકા બજેટ ક્યાં હૈ?' હું ફક્ત મોટા પડદાનું મનોરંજન ઇચ્છતો હતો. અમને ક્યારેય ખબર નહીં પડે કે તે કેટલી કમાણી કરતાં હતા. કમનસીબે, આજકાલ આ જ રમત છે. લોકો આશ્ચર્ય વ્યક્ત કરે છે કે કલાકારો ફિલ્મો માટે કેટલો ચાર્જ લે છે. તે આપણી ભૂલ છે. આપણે આ આંક ખાઈએ છીએ, જેમને લાગે છ કે આ સાચું છે, ઠીક છે. અમે અમારા પ્રોડક્શન હાઉસ હેઠળ સાત મરાઠી ફિલ્મ બનાવી છે અને અમે ક્યારેય અમારી ફિલ્મોના બજેટ અંગે ખુલાસો કર્યો નથી.'

રિતેશ દેશમુખનો ઉત્તર સાચો પણ હોઈ શકે, પણ 'રાજા શિવાજી' રૃા.૭૫ થી રૃા.૧૦૦ કરોડમાં બની હોવાનો અંદાજ છે જ્યારે ઘણા એમ કહે છે કે આ ફિલ્મ રૃા.૧૫૦ થી રૃા.૨૦૦ કરોડમાં બની છે અને ફિલ્મ રિલિઝના ગણતરીના કલાકોમાં રૃા.૭૨.૨૧ કરોડની કમાણી તેણે કરી લીધી છે. આ આંક ધીમે ધીમે વધતો જાય છે.

તે 'રાજા શિવાજી' માટે ઘણી કેપ પહેલી છે. અભિનેતા હોવા ઉપરાંત દિગ્દર્શન અને ઘણુંબધુ... જો કે આ ફિલ્મના રિલિઝ પહેલા કેટલા નર્વસ હતા? આ પ્રશ્નના ઉત્તરમાં રિતેશ દેશમુખે જણાવ્યું, 'ખરેખર ત ફિલ્મ બનાવતી વખતે તમારી પાસે એટલું કામ હોય છે કે તમને ગભરાવાનો સમય જ નથી મળતો. હું એવી ફિલ્મ વિશે ગભરાટ અનુભવી શકું છું, જ્યાં કોઈ બીજું આ બધું કામ કરી રહ્યું હોય છે, પરંતુ જ્યારે  તમે જ ફિલ્મ બનાવી રહ્યા હો અને ખાતરી કરી રહ્યા હો કે ફિલ્મ સમયસર લોકો સુધી પહોંચે ત્યારે તેમાં ઘણો સમય જાય છે. તમે વિચારી પણ શકતા નથી કે લોકો તેના વિશે શું કહેશે.'

આ સૌથી મોંઘી ફિલ્મમાં એક સમયે દિગ્દર્શક, મુખ્ય અભિનેતા અને સહનિર્માતા બનવું એ એક સઘન અને વિશાળ કાર્ય છે. આ ત્રણમાંથી ક્યો રોલ તને સૌથી વધુ તનાવપૂર્ણ રહ્યો? આ પ્રશ્નના ઉત્તર રિતેશે કહ્યું, 'જેનેલિયા (દેશમુખ-મારી પત્ની) અને હું એક ટીમ છીએ, પરંતુ મોટાભાગનું ભારે કામ જેનેલિયાએ સંભાળ્યું છે. આ ફિલ્મ નિર્માણ ભારે હતું. આ વિશાળ ભાર મારા ખભા પર નહોતો. તેથી તે સરળ બન્યું. વિષયની વાત કરીએ તો તમે છત્રપતિ મહારાજ પર કોઈ પણ દ્રષ્ટિકોણથી ફિલ્મ બનાવી શકો છો. તમારે ફક્ત વાર્તા નક્કી કરવાની છે અને લોકો સાથે અમે તેનો સંબંધ સમજીએ છીએ. તેથી સૌતી મોટું દબાણ એ છે કે તેમના પર ફિલ્મ બનાવતી વખતે તમે યોગ્ય વસ્તુઓને કેવી રીતે લખો છો? હું મારી જાતને આવા બધા પ્રશ્નો પૂછીશ. આવી ભૂમિકા માટે અભિનેતા તરીકેની તૈયારી દિગ્દર્શક બનવાની તૈયારી જેટલી જ લાંબી છે,' એમ રિતેશ દેશમુખે ઉમેર્યું હતું.