Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Restaurant food, health focus: The triple confluence of food, pleasure and health!

 રેસ્ટોરાંનું ખાણું, સ્વાસ્થ્યનું ધ્યાન: આહાર, આનંદ અને આરોગ્યનો ત્રિવેણી સંગમ!

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
 રેસ્ટોરાંનું ખાણું, સ્વાસ્થ્યનું ધ્યાન: આહાર, આનંદ અને આરોગ્યનો ત્રિવેણી સંગમ!
સોર્સ : gstv

બપોરના સમયે ખેતરને શેઢે ઘટાદાર વૃક્ષની છાયામાં ખેડૂત ભાથાની પોટલી ખોલીને રોટલાશાકને મોજથી ખાતો હોય,સાથે લીલું મરચું,ચટણી,ડુંગળી કે ગાળના દબડાની

App Store

લિજ્જત લેતો હોય,ભાથું લઈને આવેલી   પત્ની  કે દીકરી તાણ કરીને તેને જમાડતી હોય એ એક  દ્રશ્ય  છે.બીજું દ્રશ્ય  શહેરી સંસ્કૃતિનું છે.જ્યાં  આ જ સમયે અનેક વ્યાવસાયિક લોકો ધોંઘાટ,કલબલાટ વચ્ચે  રેસ્ટોરાં-હોટેલમાં મસાલેદાર ભોજન કે અલ્પાહાર કરતા હોય છે!બનવાજોગ છે કે પહેલા દ્રશ્યમાં ભોજનથી મન ભરાતું હશે જ્યારે બીજા દ્રશ્યમાં માત્ર જમવાનો સમય સચવાય અને પેટ ભરાતું હશે! તંદુરસ્તી માટે ભોજનનો સંતોષ અને સાત્વિકતા મહત્વનાં છે!

આ  દ્રશ્યો    દર્શાવે છે  તેમ આહાર પદ્ધતિ અને જીવનશૈલીને ગાઢ સંબંધ  છે.આવો  જ સંબંધ આરોગ્યને આ બન્ને સાથે છે. આહાર સૌ માટે આવશ્યક, અનિવાર્ય, અગત્યનો છે. રેસ્ટોરાં-હોટેલમાં જમવું કે અલ્પાહાર લેવો  એ કોઈ નવી બાબત નથી.એ પણ જીવનનો એક હિસ્સો જ છે.જમવાની કોઈ પોતીકી વ્યવસ્થા ન હોય, બેચલર લાઈફ હોય, સમયનો અભાવ,પરિવારજનો બહાર ગયાં હોય, સામાજિક  તેમજ   વ્યાવસાયિક મિટિંગો કે શુભ  પ્રસંગો જેવાં  અનેક  કારણો અને નિમિત્તો તથા તે  ઉપરાંત ચટાકેદાર,  ટેસ્ટી ખાવાનો ચસ્કો અને  આદત પણ સ્વાભાવિકપણે જ  પગને  રેસ્ટોરાંની  તરફ વાળી દે છે!

બહાર ખાવા જવાની ફરજ  પડતી  હોય  એવાં આ કારણો છે. તે સિવાય, 'ફોર અ ચેન્જ' હોટેલમાં જમવા જવાની  પણ એક  માનસિકતા છે. જે  દેખાદેખી ફેશનમાં  ફેરવાઈ ગઈ છે. નગરો અને મહાનગરોમાં તો રવિવારે સાંજે મોટાભાગનાં  ઘરોમાં રસોડાના ચૂલા આરામ જ કરતા હોય તે આ વાસ્તવિકતાનું  દ્રષ્ટાંત છે!

જોકે,રેસ્ટોરામાં જમવું એ ખોરાક ખાવા કરતાં પણ વધુમાં તો વિવિધ વાનગીઓ, નમ્રતાપૂર્ણ સવસ, ઘરથી અલગ વાતાવરણ અને પેટ ભરવા સાથે પેટછૂટી  વાતચીત  કરવા માટેની  મોકળાશનો આનંદ માણવાની તક સમાન છે! પણ આ આનંદ,આહાર અને અને આરોગ્ય, એ ત્રણેનો સુમેળ સધાય, ત્રણેય એકબીજાને સાચવી લે એની તકેદારી રેસ્ટોરામાં જનારાઓએ રાખવી જરૂરી છે.

કેમકે,  ઊજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં(આલ ધેટ ગ્લિટર્સ ઈઝ નાટ ગોલ્ડ)મુજબ,વિશેષ તો ઘર સિવાયની બહારની બધી જ સ્વાદિષ્ટ વાનગીઓ કદાચ  સ્વાસ્થ્યવર્ધક કે પોષક ન પણ  હોય!

ધ્યાનમાં રહે કે રેસ્ટોરાંના ખાદ્યપદાર્થો ઘણી વખત  આરોગ્યને અનુકૂળ ન હોય એ  રીતે બનતા હોય એ શક્ય છે તો એ માટે વપરાતી સામગ્રી-મસાલા એ હંમેશાં  સારી જ  ગુણવત્તાના હોય એવું પણ ન હોય!આવાં  કારણોસર   રેસ્ટોરાંના ખાદ્યપદાર્થો ઘરે બનેલા આહારની તુલનાએ ઓછા હેલ્ધિ હોઈ શકે!  આ પરિસ્થિતિમાં વખતોવખત બહાર  ખાવાથી સ્વાસ્થ્યની તકલીફો થઈ શકે છે. તેમ છતાં ફરજ પડયે બહાર ભોજન કે નાસ્તા માટે જવું પડે તો એનો આનંદ લેવા  સાથે આરોગ્યને  પણ ધ્યાનમાં રાખી શું  ખાવું,કેટલું ખાવું એ નક્કી કરવા પ્રસ્તુત છે માર્ગદર્શક ટીપ્સ  

(૧) ઓછી હેલ્ધિ વાનગીનો આનંદ  વહેંચીને માણો : 

 રેસ્ટોરાંમાં પરિવારજનો કે મિત્રો જેવું ગ્પ સાથે હોય ત્યારે નવી તથા મરીમસાલા,ચીઝ બટર,મેંદા જેવા પચવામાં ભારે પદાર્થોથી ભરપૂર દેશીવિદેશી ડિશેશ કે તળેલાં વ્યંજનો ખાવાની લાલસા થાય એ સ્વાભાવિક છે.મોટે ભાગે આવી  વાનગી સ્વાસ્થ્ય માટે ઝાઝી ગુણકારી ન હોય.આવે વખતે,ઓછી હેલ્ધિ વાનગી ફક્ત એકલાએ જ ખાવાને બદલે એને ગ્પમાં વહેંચી દો. જેથી એ વાનગીનો સ્વાદ માણ્યાનો આનંદ તો મળશે જ  એ સાથે  આખેઆખી ડિશ એકલાએ જ ઝાપટી જતાં સ્વાસ્થ્યને થનારા સંભવિત જોખમની ટાળી શકાશે.

(૨) ડેઝર્ટને  ટાળો   :

  આપણી સંસ્કૃતિ મધુરેણ સમાપયેત ્ર કોઈ પણ બાબતનું સમાપન મીઠાશથી કરોૃ! એમાંય ભોજનમાં  તે મધુર વાનગી હોય તો ઓડકાર સંતોષથી જમ્યાનો જ આવવાનો. ભોજનના અંતે ડેઝર્ટ એટલે સામાન્ય રીતે આઇસક્રીમ,કેક, પાઈ કે ફળો જેવી મીઠી વાનગી લેવાનો શિરસ્તો છે. જે, મુખ્યત્વે સ્વાદસંતુલન, પાચન અને મનોવૈજ્ઞાાનિક સંતોષ માટે લેવાય છે.

પણ,મોટા ભાગનાં રેસ્ટોરાંના ડેઝર્ટમાં પુષ્કળ સુગર અને ફેટ હોય છે.હેલ્ધિ ફૂડને પસંદ કરનારાઓએ ડેઝર્ટ લેવાનું ટાળવું જોઈએ.હા,ખાવાની ઈચ્છા રોકી ન શકાય તો થોડાક પ્રમાણમાં ડેઝર્ટ લેવું અને ભોજન મધુરેણ નહીં પણ સંતોષેન સમાપયેત કરવું!

(૩)ઓવરઈટિંગ ન કરો :

  ઘણી રેસ્ટોરાંમાં  પ્લેટ દીઠ અપાતા ખાદ્યપદાર્થનો જથ્થો વધુ હોય છે.પરિણામે વ્યક્તિએ અનિચ્છાએ પણ ઠાંસીઠાંસીને ખાવું પડતું હોય છે. જે  આરોગ્યની દ્રષ્ટિએ બરાબર નથી.આવું ન થાય તે માટે ઓછા પ્રમાણમાં ખાદ્યપદાર્થ લાવવા જણાવી શકાય કે વધારાનો હિસ્સો  અન્ય કોઈને આપી  શકાય કે પછી જમવાનું શરું કરતાં પહેલાં વધારાનો હિસ્સો જે લાગે તેને સાથે લઈ જવા પેક કરી આપવા વેઇટર કે પીરસણીયા(સર્વર)ન જેજણાવી શકાય. જેથી  અન્નનો બગાડ ન થાય તેમજ અનિચ્છાએ અકરાંતિયાની જેમ એકી બેઠકે બધું જ ખાવું ન પડે અને તબિયત બગડતી બચાવી શકાય.

(૪) હળવી વાનગી પસંદ કરો : 

 ચીઝ, બટર, ઘીથી લદલદ કે વધારે પડતું નમક હોય એવી 

વાનગીઓ પસંદ ન કરો.આવા ભારે પદાર્થો  તમને વધુ કેલેરી આપશે.જેની તમારા બ્લડ પ્રેશર અને એકંદર સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થઈ શકે છે.  એને બદલે આરોગ્યવર્ધક રાંધણ પદ્ધતિથી તૈયાર કરેલી ગ્રિલ્ડ,સ્ટીમ્ડ કે બેક્ડ કરેલી ડિશેશ પસંદ કરો.

(૫)સ્વાદ સાથે સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં  રાખો : 

રેસ્ટોરાંમાં જાવ ત્યારે મોંમાં પાણી આવે એવી તીખી તમતમતી,ટેસ્ટી ડિશેશ  મનમાં ઘૂમરાયા કરે એ સ્વાભાવિક છે.પણ સાથે તબિયતનો પણ ખ્યાલ રાખવો.  હેલ્ધિ ફૂડ જ લેવાનો દ્રઢ નિર્ણય કરો.આ માનસિક  સજ્જતા ભૂખ જેટલું જ ખાવામાં તથા  ધઆ ખાઈ લઉં,તે ખાઈ લઉંધની લાલસામાંથી છૂટવામાં સહાય કરશે.

(૬)મેનુ કાર્ડ ધ્યાનપૂર્વક વાંચો : 

જેમ જૈન  સમાજને અનુકૂળ વાનગીઓ કઈ તેનો સ્પષ્ટ ઉલ્લેખ મેનુમાં હોય છે.તે જ રીતે હવે અનેક રેસ્ટોરાં તેની પોપ્યુલર ડિશેશના હેલ્ધિ  કે હળવા વિકલ્પરૂપ ડિશેશની ઓફર કરે છે. અને મેનુમાં આવી ડિશેશનો ઉલ્લેખ ગ્રિલ્ડ, સ્ટીમ્ડ,બેક્ડ અને રોસ્ટેડ જેવા વધુ હેલ્ધિ કૂકિંગ મેથડનો ખ્યાલ આપતા શબ્દો સાથે કરે છે.મેનુ ધ્યાનથી જોઈ આવી રીતે રાંધેલી વાનગીઓ પસંદ કરો.

આ ઉપરાંત,તમારી પસંદગીની ખાદ્ય આઈટમો કેવી રીતે બનાવાય છે તે સંકોચ વગર વેઈટરને પૂછી શક્ય હોય તે મુજબ એ આઈટમમાં તમારા સ્વાસ્થ્યને અનુકૂળ એવા ફેરફાર કરવા તેને વિનંતી કરો.જેમકે,બટર, ચીઝ,તેલ,નમક ઓછાં નાંખવાં કે ફ્રાઈસ (બટાકાના તળેલા ટુકડા)ને બદલે બાફેલાં શાક કે સેલડ(કચુંબર) આપવા જણાવી શકાય.આ રીતના થોડાક ફેરફારથી મનપસંદ વાનગીઓ જમ્યાનો આનંદ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યાનો સંતોષ મેળવી શકાય.

મહાન  ફિલોસોફર સાક્રેટીસના તત્વજ્ઞાાન મુજબ ખાવા માટે જીવવાનું ન હોય પણ જીવવા માટે ખાવાનું હોય!તેમના મતે ભોજન સ્વાદ કે મોજશોખ માટે નહીં પરંતુ માત્ર જીવન ટકાવવા માટે છે.આપણાં શાોમાં પણ આહારના ફક્ત સ્વાદ જ નહિ પરંતુ  શારીરિક અને માનસિક તંદુરસ્તી સાથેના ગાઢ સંબંધ પર ભાર મૂકવામાં આવ્યો છે.   

ઘર સિવાયના અનહેલ્ધિ ફૂડ, કેન્ડ ફૂડ, જંક ફૂટથી પેટ તો ભરાય પણ વધુ ખાતાં તેની સાથે આવતી ઓબેસિટી, ડાયાબીટીસ, હૃદયરોગ, અલ્સર જેવી અનેકબિમારીઓની સંભાવના વિશે સૌ કોઈ જાણે છે. ત્યારે થોડીક તકેદારી રાખવાથી રેસ્ટોરાંમાં જમવાનો આનંદ પણ મળે અને સ્વાસ્થ્ય જાળવ્યાનો સંતોષ પણ મળે એવું કોણ પસંદ ન કરે?

- મહેશ ભટ્ટ