Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Read this important advice from health experts.

Sahiyar : દવા ક્યારે અને કેવી રીતે લેવી? હેલ્થ એક્સપર્ટ્સની આ જરૂરી સલાહ ખાસ વાંચો

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : દવા ક્યારે અને કેવી રીતે લેવી? હેલ્થ એક્સપર્ટ્સની આ જરૂરી સલાહ ખાસ વાંચો
સોર્સ : gstv

સ્વાસ્થ્ય બગડે એટલે  દવા લેવાની આવશ્યક્તા ઉભી થાય છે. જો કે કહેવાય છે કે ભૂખ્યા પેટે દવા લેવાથી  આડઅસર થાય  છે. આથી ભોજન  બાદ દવા લેવી જોઈએ. જો સંપૂર્ણ ભોજન  ન લેવાય તો કોઈ હેલ્થી ખોરાક સાથે દવા લેવી જોઈએ.   પણ એમાંથી કેટલાક  ખાદ્ય પદાર્થ એવો  છે જેની  સાથે  દવા લેવાથી પણ આડઅસર  થાય છે.

App Store

કેળા : 

કેળામાં  ભરપૂર પ્રમાણમાં  પોટેશિયમ રહેલું  હોય છે. કેળા સાથે હાઈ બ્લડ પ્રેશરની દવા લેવાથી શરીરમાં પોટેશિયમનું  પ્રમાણ ઔર વધી જાય છે. જેનાથી શ્વાસોચ્છવાસની ક્રિયામાં વધારો થાય છે. આથી કેળાની સાથે  દવાનું સેવન કરવું હિતાવહ નથી.

લીલા શાકભાજી : 

લીલા શાકભાજી સાથે  દવા લેવાનું ટાળવું જોઈએ.  લીલા શાકભાજીમાં વિટામીનનું  પ્રમાણ ભરપૂર   હોય છે. આથી લીલા શાકભાજી સાથે દવા લેવાથી લોહી જામી જવાનું  જોખમ રહે છે.

કફ સિરપ : 

શરદી- તાવની સાથે ઉધરસ થવી સામાન્ય બાબત છે. કેટલાક લોકો કફ સિરપ અને તાવની દવા એક સાથે લે છે. જો કે બંનેની વચ્ચે થોડા સમયનું અંતર રાખવું જરૂરી  છે.

દૂધ અને  કોફી  : 

દૂધ અને કોફીની  સાથે દવાનું સેવન કરવું  હિતાવહ નથી. આનાથી દવા લોહીમાં  વ્યવસ્થિત ભળી શકતી નથી.  જે સ્વાસ્થ્ય માટે હાનિકારક  પૂરવાર થાય છે. દવા લીધા બાદ અડધો કે એક કલાક બાદ દૂધ પી શકાય  છે.