Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Once again, veteran actors are back in the fray, helping to revive the ratings!

Chitralok: ફરીવાર પીઢ કલાકારો મેદાનમાં ઉતર્યા,  તેઓ રેટિંગ્સને પુનર્જીવિત કરવામાં મદદ કરી રહ્યા છે!

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: ફરીવાર પીઢ કલાકારો મેદાનમાં ઉતર્યા,  તેઓ રેટિંગ્સને પુનર્જીવિત કરવામાં મદદ કરી રહ્યા છે!
સોર્સ : GSTV

હજુ થોડા સમયથી જ ભારતીય ટેલિવિઝન પર નવીનતાનું આગમન થયું છે. આ એક એવા પ્રકારની નવીનતા છે, જેને નજરઅંદાજ પણ કરી શકાય એમ નથી અને તે છે નવા ચહેરા-કલાકારોનું આગમન. હવે ફરીવાર પીઢ કલાકારો મેદાનમાં ઉતર્યા છે  અને લોકોનું સારું એવું મનોરંજન કરી રહ્યા છે. આવા ટીવી શોમાં પ્રથમ ક્રમે આવતો ટીવી શો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-૨', 'મહાદેવ એન્ડ સન્સ', 'કસૌટી જિંદગી કી' અને 'મધુબાલા' શોનો સમાવેશ થાય છે, જેમાં સિનિયર કલાકારો પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે. આમાં અન્ય શોનો પણ સમાવેશ થાય છે.

App Store

અનુભવી કલાકારો સતત ફરી પ્રાઈમ ટાઈમ શો મેળવી રહ્યા છે. દર્શકોની સ્મૃતિ ફરી જાગી રહી છે અને તેઓ રેટિંગ્સને પુનઃર્જીવિત કરવામાં મદદ કરી રહ્યા છે. તાજેતરમાં લોન્ચ થયેલો ટીવી શો 'મહાદેવ એન્ડ સન્સ' જેમાં કલાકારો-સ્નેહા વાઘ, શક્તિ આનંદ અને માનસી સાલ્વી છે. આ શોએ તેના પહેલા અઠવાડિયામાં મજબૂત ૧.૪ ટીવીઆર મેળવ્યું છે. પ્રાઈમ ટાઈમ સ્લોટમાં ફિક્શન શોની આવી ટીઆરપી એક પ્રભાવશાળી પાસું છે.

સ્થાપિત નામો-અનુભવી કલાકારો તેમના વ્હાલા દર્શકો પર કમાન્ડ કરવાનું ચાલુ રાખે છે. અરે, સ્મૃતિ ઈરાની તુલસી તરીકે અને અમર ઉપાધ્યાય મિહિર વિરાણી તરીકે 'ક્યોં કિ સાસ ભી કભી બહુ થી-ટુ'માં ઉપરાંત 'અનુપમા'માં રૂપાલી ગાંગુલી અનુપમા તરીકે તેની અભિનય ક્ષમતાથી દર્શકોના મન મોહી રહી છે. આ વાત અહીં જ અટકતી નથી, પણ ટેલિવિઝનના ક્લાસિક શોઝ- 'કસૌટી જિંદગી કી' અને 'મધુબાલા' ફરીથી શરૂ થઈ શકે છે. જેમાં નવા કલાકારોને બદલે મૂળ પીઢ કલાકારો સંભવિત રીતે પાછી ફરી શકે છે.

આ સંદર્ભે ક્રિએટિવ ડિરેક્ટર સિધ્ધાર્થ વણકરના મતે તો પરિચિત કલાકારો વિભાજિત દ્રશ્યોમાં ભાવનાત્મક સેતુ બની રહે છે. પીઢ કલાકારો દાયકાઓથી દર્શકોના મગજમાં છે અને તેમની સાથે વહેંચાયેલી સ્મૃતિ અને વિશ્વાસ વહન કરે છે. એ પણ એવા સમયમાં જ્યારે દર્શકો અધીરા અને વિચલિત હોય છે. ત્યારે પરિચિત કલાકારો તેમને ટેલિવિઝન સાથે ફરીથી જોડે છે. આવી પરિસ્થિતિમાં નોસ્ટાલ્જિયા એક પુલ બની જાય છે, જે દર્શકોને એક એવા માધ્યમ તરફ પાછા લાવે છે જેને એક સમયે તેઓ પ્રેમ કરતા હતા, એમ સિધ્ધાર્થ વણકર ઉમેરે છે.

માનસી સાલ્વી કે જેણે ૨૦૦૧માં 'કોઈ અપના સા'થી ખૂબ જ જાણીતી અને લોકપ્રિય બની ગઈ હતી અને હવે તે 'મહાદેવ એન્ડ સન્સ'નો ભાગ છે, એ કહે છે કે ઉદ્યોગ અનુભવના મૂલ્યને ફરીથી શોધી રહ્યો છે.

હાલમાં ટીવી પર નવા કલાકારો અને પીઢ-અનુભવી કલાકારોનું સારું એવું મિશ્રણ જોવા મળી રહ્યું છે, એમ તે કહે છે. એક સમય એવો હતો જ્યારે લોકો માનતા હતા કે એક સુંદર યુવક અને યુવતી શોને સફળ બનાવવા માટે પૂરતા છે, પરંતુ નિર્માતાઓ હવે એ વાત સમજી રહ્યા છે કે પરિચિત કલાકારોના ચહેરા શોને તેના શરૂઆતના તબક્કામાં સ્થિર થવામાં મદદ કરે છે. અમારા અનુભવીઓ પાસે યાદ રાખવાની કિંમત હોય છે - જ્યારે દર્શકો તમને ઓળખે છે ત્યારે તેઓ તમે શું કરી રહ્યા છો તે જોવા માટે ઊભા રહે છે, એમ તેઓ કહે છે.