Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Oil politics is now an important factor in global politics

Business Plus: વૈશ્વિક રાજકારણમાં હવે ઓઇલ પોલીટીક્સ મહત્વનું પરિબળ

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus: વૈશ્વિક રાજકારણમાં હવે ઓઇલ પોલીટીક્સ મહત્વનું પરિબળ
સોર્સ : GSTV

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

App Store

- વિશ્વમાં ક્રુડનું સૌથી વધુ ઉત્પાદન અને ઉપયોગ અમેરિકા કરે છે

જગત માંડમાંડ કોલ્ડવોરમાંથી ૧૯૯૧માં સોવિયેટ રશિયાના વિઘટન પછી છૂટયું ત્યાં તો પાછુ પાછી ટેરીફ વોર શરૂ થઇ. જગતમાં હવે ઓઇલવોર શરૂ થઇ છે. રશિયાના અર્થકારણને નબળુ પાડવા અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને રશિયાનું ક્રૂડ ઓઇલ ખરીદવાની મના કરી છે. પરંતુ સાર્વભૌમત્વ ધરાવતા ભારતે તેમ કરવાની ના પાડી છે. જગતના રાજકારણમા હવે ઓઇલ પોલીટીક્સ અગત્યનું પરિબળ બની ગયુ છે. જગતના ઊર્જાના ક્ષેત્રમા ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ અગત્યની ભૂમીકા ભજવે છે.

ક્રૂડ ઓઇલને 'બ્લેક ગોલ્ડ' ગણવામા આવે છે. ક્રુડ ઓઇલની કુદરતી બક્ષીસને કારણે કોઈ ખાસ મહેનત કર્યા વિના જગતના ઓપેક દેશો માલામાલ થઇ ગયા છે. ઓપેકના દેશોમા ઇરાન, ઇરાક, કુવૈત, લીબ્યા, સાઉદીઅરેબીયા, નાઇજીરાઆ, અલ્જીરીયા, કોંગો, ગેબોન, વેનઝુએલા અને યુનાઇટેડ આરબ અમીરેટ્સ તેમ ૧૧ દેશોનો સમાવેશ થાય છે. પરંતુ ઘણા લોકોને એ હકીકતની જાણ નથી કે જગતમા સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરનાર દેશ યુએસએ છે જે ઓપેકમા જોડાયું નથી. જગતમા ક્રૂડ ઓઇલના ઉત્પાદનમા તેનો એકલાનો હિસ્સો ૨૨ ટકા છે. 


જેમાથી તે ૨૦ ટકા તો પોતાના દેશના ઉદ્યોગો માટે જ વાપરી નાંખે છે એટલે તે જગતના અન્ય દેશોમાં અમેરીકા બહુ જ ઓછા ક્રૂડ ઓઇલની નિકાસ કરી શકે છે. ઉપર જોયું તેમ ઓપેક દેશોમાં અમેરીકાનો સમાવેશ થતો નથી. 

અમેરીકા પછી ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં રશિયા (૧૧ ટકા) સાઉદી અરેબીયા (૧૧ ટકા), કેનેડા (૬ ટકા), ચીન (૫ ટકા), ઇરાક (૪ ટકા), ઇરાન (૪ ટકા), બ્રાઝીલ (૪ ટકા) અને કુવૈત (૩ ટકા) છે. કૌંસમા આવેલી ટકાવારી જગતના કુલ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમા જે તે દેશના હીસ્સાને લગતી છે. ભારતનો આમા કોઈ ઉલ્લેખ નથી. જગતમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન તેમાંથી ૨૦ ટકાનો અમેરીકા પોતે જ વાપરી નાંખે છે તે પછી ક્રૂડ ઓઇલનો સૌથી મોટો વપરાશ કરનાર દેશ ચીન (૧૫ ટકા) છે. 

મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીથી ધમધમતા ચીનનું ક્રૂડ ઓઇલનું ઉત્પાદન જગતના કુલ ક્રૂડ ઓઇલના ઉત્પાદનના માત્ર પાંચ ટકા હોવા છતાં તે જગતમા ક્રૂડ ઓઇલમા ઉત્પાદનના ૧૫ ટકા ક્રૂડ ઓઇલ વાપરી નાંખે છે. તો ભારત રશિયા પાસેથી બહુ જ મોટા પ્રમાણમા ક્રૂડ ઓઇલની ડીસ્કાઉન્ટેડ ભાવે આયાત કરે છે.

રશિયાની ક્રૂડ ઓઇલની નિકાસ તદ્દન બંધ થઇ જાય તો રશિયન અર્થકારણ ઠપ્પ થઇ જાય.રશિયાની કુલ નિકાસથી મીનરલ ઓઇલ અને ક્રૂડ ઓઇલની નિકાસ તેની કુલ નિકાસના લગભગ ૬૪ ટકા છે. રશિયાના ક્રૂડ ઓઇલના મુખ્ય ખરીદનારા દેશો ચીન,ભારત અને ટર્કી છે.રશિયાના ક્રૂડ ઓઇલની કુલ નિકાસમાં સપ્ટેમ્બર ૨૦૨૫ના મહિનાની નિકાસની વાત કરીએ તો રશિયાના ક્રૂડ ઓઇલની કુલ નિકાસમાંથી ૪૭ ટકા ચીને ૩૮ ટકા ભારતે ૬ ટકા ટર્કીસ અને ૬ ટકા યુરોપિયન યુનિયને ખરીદ્યું હતું અને ૩ ટકા અન્ય દેશોએ ખરીદ્યું હતું.

હવે ખબર પડી ને કે રશિયાની ક્રૂડ ઓઇલની નિકાસ સાવ ઓછી થઇ જાય તો રશિયાનું અર્થકારણ કેટલું બધું નબળું થઇ જાય ? રશિયાનું મેન્યુફેકચરીંગ સેકટર નબળું છે.

જગતની કેવી કમનસીબી કે સોવિયેટ રશિયાનું ૧૯૯૧મા વિઘટન થતા જગતના માથેથી 'કોલ્ડવોર'નો ભય દૂર થયો ત્યારે અમેરીકાના પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ વોર શરૂ કરી.રશિયા જગતના રાજકારણમાં દાદાગીરી કરે છે.યુક્રેનને પડાવી લેવા માગે છે. 

પરંતુ રશિયા એ ભૂલી જાય છે કે અમેરિકાની ૩૦ ટ્રીલીયન ડોલર્સની જીડીપીની સરખામણીમાં રશિયાની જીડીપી માત્ર ૨.૨ ટ્રીલીયન ડોલર્સ છે જે ભારતની એસ્ટીમોટેડ ચાર ટ્રીલીયન ડોલર્સથી પણ ઘણી ઓછી છે. રશિયા પાસે ન્યુક્લીયર બોમ્બઝ છે તેથી તે જગતમા દાદાગીરી કરે છે.બાકી તેનું અર્થકારણ ઘણુ નબળુ છે.