Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Kubra Sait shares her experience with Nana Patekar, says- "He is a phenomenal person"

Chitralok: કુબ્રા સૈતે નાના પાટેકર સાથેનો અનુભવ કર્યો શેર, કહ્યું- "તેઓ એક અસાધારણ ઘટના સમા છે"

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: કુબ્રા સૈતે નાના પાટેકર સાથેનો અનુભવ કર્યો શેર, કહ્યું- "તેઓ એક અસાધારણ ઘટના સમા છે"
સોર્સ : GSTV

અભિનેત્રી કુબ્રા સૈતે તાજેતરમાં તેની આગામી શ્રેણી 'સંકલ્પ'ના ટ્રેલર-લોન્ચ વેલા પત્રકારો સાતે વાતચીત કરતાં પીઢ અભિનેતા નાના પાટેકરની  ખૂબ ખૂબ પ્રશંસા કરી અને તેની સાથે કામ કરવાનો અનુભવ અદ્ભૂત રહ્યો એમ જણાવ્યું.

App Store

કુબ્રા સૈતે નાના પાટેકરને એક દુર્લભ ઘટના તરીકે વર્ણવ્યા હતા જેમની કળા પ્રત્યેના તીવ્ર સમર્પણે તેની વ્યવસાયિક જર્ની પર કાયમી અસર છોડી છે. સ્ટેજ પર બોલતા કુબ્રાએ એવો ખુલાસો કર્યો હતો કે આ દિગ્ગજ અભિનેતા સાથે કામ કરવું એ ફક્ત બીજા પ્રોજેક્ટ કરતાં ઘણું વધુ હતું - એક અનેરો અનુભવ હતો - તે એક ઊંડોમાસ્તર ક્લાસ હતો.  તે ખાસ કરીને તેની અનોખી અને ઝીણવટભરી તૈયારી-પ્રક્રિયાથી પ્રભાવિત થઈ હતી. જે તેમને તેમના અન્ય સાથી કલાકારોથી અલગ પાડે છે.

'નાના પાટેકર તો એક અસાધારણ ઘટના સમા છે,' એમ કહેતા કુબ્રા સૈતે ઉમેર્યું, 'મેં ક્યારેય એવો અભિનેતા જોયો નથી જે આગામી દિવસની સ્ક્રિપ્ટ લખી હોય અને તે એની પ્રત્યેક લીટી યાદ રાખે છે. તેમનું લેખન શક્તિશાળી છે - અદ્ભૂત છે. તેમની દોરવણી સુધ્ધાં સંપૂર્ણ છે.  અને તેમનું સમર્પણ પણ અજોડ છે.

કુબ્રા સૈતે નોંધ્યું કે તેમને કામ કરતાં જોવું એ તેના જીવનનો સૌથી મોટો શીખવાનો અનુભવ હતો. દાયકાઓથી સિનેમામાં તેમના શિસ્ત અને શક્તિશાળી વાર્તા કહેવા માટે જાણીતા નાના પાટેકર તો યુવા પેઢીઓ માટે પ્રેરણા રૂપ છે. તેમની હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલિએ 'સંકલ્પ'માં નવી જિજ્ઞાસા ઉમેરી છે, જે પ્રોજેક્ટને વેગ આપનાર સહયોગી જુસ્સાને દાખવે છે.