Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Is Manoj Bajpayee affiliated with Rashtriya Janata Dal?

Chitralok: મનોજ બાજપાઈ રાષ્ટ્રીય જનતા દળ સાથે જોડાયેલા છે? એક્ટરે કરી સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Chitralok: મનોજ બાજપાઈ રાષ્ટ્રીય જનતા દળ સાથે જોડાયેલા છે? એક્ટરે કરી સ્પષ્ટતા
સોર્સ : GSTV

તાજેતરમાં અભિનેતા  મનોજ  બાજપેઈનો  એક વીડિયો  વાઈરલ થયો હતોત જે જોયા પછી આ કલાકારને  તત્સંબંધી  સ્પષ્ટતા કરવાની નોબત આવી હતી. કોઈએ મનોજ બાજપેઈને નામે  એવો બનાવટી  વીડિયો  સોશ્યલ મીડિયા પર મૂક્યો  જેમાં એવું ફલિત  થતું હતું કે અભિનેતા રાષ્ટ્રીય  જનતા દળ (આરજેડી) સાથે જોડાયેલો  છે.

App Store

આ વીડિયો  જોયા પછી  ચોંકી ઉઠેલા  મનોજે  પોતાના 'એક્સ' અકાઉન્ટ  પર સ્પષ્ટતા કરી  હતી કે આ વીડિયો  એડિટ  કરીને રજૂ  કરવામાં આવ્યો છે.  તે કોઈપણ રાજકીય  પક્ષ  સાથે સંકળાયો  નથી.  તેણે ઓટીટી માટે  કરેલી એક  એડવટાન્ઝમેન્ટ  સાથે  છેડછાડ કરીને આ નકલી વીડિયો  બનાવવામાં આવ્યો છે જે  સદંતરપણે  ગેરમાર્ગે દોરનારો છે. તેણે વધુમાં કહ્યું હતું કે હું લોકોને વિનંતી કરું છું  કે જેને  આ વીડિયો  મળે  તો ફોરવર્ડ  કરવાને બદલે ડીલીટ કરી નાખે અને તે નકલી છે એવું અન્યોને પણ  જણાવવાનો પ્રયાસ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ મૂળભૂત રીતે  બિહારનો છે. જો કે તે માત્ર ૧૭ વર્ષની ઉંમરે દિલ્હી ચાલ્યો ગયો હતો અને ત્યાર પછી મુંબઈ આવી ગયો.  અભિનેતાના કામ વિષયક  વાત કરીએ  તો તે છેલ્લે 'ઈન્સ્પેક્ટર  ઝેન્ડે' માં  જોવા મળ્યો હ તો. આ ફિલ્મ સીધી જ ઓટીટી પર રજૂ  થઈ હતી. અને હવે તેની 'પોલીસ  સ્ટેશનમેં ભૂત હૈ' સહિતની ઘણી  ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે.

અહીં એ વાતની નોંધ પણ લેવી રહી  કે અત્યાર સુધી હૃતિક રોશન, કરણ જોહર,  સુનીલ શેટ્ટી,  ઐશ્વર્યા રાય બચ્ચન, અક્ષયકુમાર સહિતની ઘણી સેલિબ્રિટીઓના આવા  નકલી વિડિયો  રજૂ કરીને  તેમનો ગેરલાભ  લેવામાં આવ્યો છે.