Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : In 2026, amidst the dire state of Bollywood, 'Dhurandhar' becomes Bollywood's savior!

Chitralok: 2026માં બોલિવૂડની માઠી દશા વચ્ચે 'ધુરંધર' બની બોલિવૂડની તારણહાર!

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: 2026માં બોલિવૂડની માઠી દશા વચ્ચે 'ધુરંધર' બની બોલિવૂડની તારણહાર!
સોર્સ : GSTV

રણવીર સિંહને 'ધુરંધર-૨'માં આઈબીના એજન્ટ તરીકે દેશને  સંભાષ્ય સંકટોથી બચાવનાર સંકટમોચન તરીકે દર્શાવાયો છે.  એ રીલ લાઈફની  વાત થઈ પણ રિયલ લાઈફમાં આદિત્ય ધરની આ ફિલ્મ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં બોલિવુડની તારણહાર બની રહી છે. ૧૯ માર્ચે રિલીઝ થયેલી  ધુરંધર ફ્રેન્ચાઈસની મૂવી રૂ. ૧૦૦૦ કરોડનો બિઝનેસ કર્યા પછી  પણ બોક્સ-ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. આ ફિલ્મને ટ્રેડ એનાલિસ્ટો ઓલ ટાઈમ બ્લોક બ્લસ્ટર (એટીબીબી) ગણાવી રહ્યાં છે. એના ઉપરાંત માર્ચમાં પુરા થયેલા ક્વાર્ટરમાં માત્ર બીજી બે હિન્દી ફિલ્મો સારો નફો રળી શકી છે. પહેલી મૂવી છે સની દેઓલની 'બોર્ડર-૨' અનુરાગ સિંહ અને બીજી છે રાની મુખરજીની 'મર્દાની-૩'. સૌ જાણે છે એમ છેલ્લા ઘણા વખતથી બોલિવુડની માઠી દશા બેઠી છે. ટ્રેડ મેગેઝિન્સ અને પોર્ટલ્સ સર્વાનુમતે એને હિન્દી સિનેમાનો સૌથી અંધારિયો અને દુકાળિયો તબક્કો ગણાવે છે.  બોલીવૂડની આ કટોકટી ફિલ્મોની નબળી સ્ક્રીપ્ટ્સ મોટા સ્ટાર્સની અધધધ પ્રાઈસ અને વાર્તાના ક્ષતિયુક્ત નિરૂપણનું પરિણામ છે.

App Store

ખરું પૂછો તો મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસે 'ધ શો મસ્ટ ગો ઓન'ની કહેવત સિવાય પ્રેરણા લેવા માટે બીજું કશું બચ્યું નહોતું . પ્રોડક્શન કંપનીઓ પોતાની ખોટ પર ઢાંકપિછાડો કરી પોતાની ફ્લોપ ફિલ્મોને પેઈડ કેમ્પેન્સ મારફત હિટ ગણાવવા બોક્સ- ઓફિસ કલેક્શન્સના આંકડા બઢાવીને બતાવી રહી છે. આવા પેંતરાને તમાચો મારીને ગાલ લાલ રાખવા સિવાય બીજું શું કહી શકાય? બાકી તો ૨૦૨૬નો પહેલો ક્વાર્ટર  ઈન્ડસ્ટ્રીની દયનીય દશાની ચાડી ખાય છે.

છેલ્લાં ત્રિમાસિક ગાળામાં ૩૦ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. એ પૈકી 'ધુરંધર-૨' તારણહારક બની અને  'બોર્ડર -૨' તથા 'મર્દાની-૩'એ રોકાણ પર સારું વળતર આપ્યું. 'બોર્ડર-૨'એ બોક્સ-ઓફિસ પર રૂ. ૩૪૧.૭૦ કરોડનું અને 'મર્દાની-૩'એ  રૂ. ૫૩.૬ કરોડનું કલેક્શન નોંધાવ્યું.  

અન્ય ફિલ્મોની વાત કરીએ તો 'ઈક્કીસ' એ  ૨૮.૩૮ કરોડ 'રાહુ-કેતુ' એ રૂ. ૫.૬૪ કરોડ, 'હેપ્પી  પટેલ' એ ૫.૫૨ કરોડ, 'વધ-૨' એ  ૩.૬૧ કરોડ, 'તૂ યા મૈં' એ  ૬.૫૭  કરોડ, 'ઓ  રોમિયો ' એ  ૫૯.૯૦  કરોડ અને  'અસ્સી' એ રૂ. ૧૦.૧૪  કરોડનો વકરો  કર્યો હતો.