Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : I am 25 years old but I still don't get my period.

Sahiyar : 25 વર્ષની થઈ પણ માસિક નથી આવતુ, સગાઇની વાત તો આવે છે પરંતુ...

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : 25 વર્ષની થઈ પણ માસિક નથી આવતુ, સગાઇની વાત તો આવે છે પરંતુ...
સોર્સ : GSTV

- અનિતા

App Store

મારી ઉંમર ૩૦ વર્ષ છે. મારી સમસ્યા એ છે કે મને વીર્યસ્ખલન જલદી થઈ જાય છે અને મારું શિશ્નોત્થાન પૂર્ણપણે થતું નથી. મારી પત્નીના યોનિમાર્ગની ગ્રિપ બરાબર ન હોવાથી શિશ્નપ્રવેશમાં પણ તકલીફ થાય છે. મારી આ સમસ્યાનો ઉકેલ શું? કોઈ ખાસ પોઝિશનથી મને ફાયદો થઈ શકે?

એક પુરુષ (રાજકોટ)

* તમારી ત્રણ સમસ્યાઓ છે : ૧ સંપૂર્ણ શિશ્નોત્થાન થતું નથી, ૨. પરાકાષ્ઠા જલદી અનુભવો છો., ૩. યોનિમાર્ગની ગ્રિપ બરાબર નથી.

પહેલી સમસ્યાનો ઉકેલ દેશી વાયેગ્રાથી આવી શકશે. ખાલી પેટે સંભોગના એક કલાક પહેલા ૨૫ મિલીગ્રામની વાયેગ્રાથી શરૂઆત કરવી જોઈએ (ટેબ્લેટ લીધાના બે કલાક પહેલાં કોઈ પણ તેલવાળો ખોરાક કે સોલિડ ફૂડ લેવું નહીં) બીજી ટેબ્લેટ ૨૪ કલાક પહેલાં તો ન જ લેવી. આ પ્રિસ્ક્રિપ્શન હેઠળ મળતી હોવાથી ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી.

બીજી સમસ્યાનો ઉકેલ વજ્રોલી અને અશ્વિની મુદ્રાથી આવી શકે. જો એનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો પરાકાષ્ઠા મોડી આવી શકે. 

ત્રીજી સમસ્યાના ઉકેલ માટે શિશ્નપ્રવેશ પછી મહિલાની ક્રોસ પોઝિશનમાં આવી જાય છે.

હું ૨૫ વર્ષની  અપરિણીતા છું. મને હજી સુધી માસિક નથી આવતું. ડોક્ટરોએ કહ્યું કે મારા ગર્ભાશયનું મુખ ખૂબ સાંકડું છે, જેના કારણે મને માસિક નથી આવતું અને ભવિષ્યમાં હું મા પણ નહીં બની શકું. અનેક જગ્યાએ મારા સગપણની વાતચીત ચાલી, પરંતુ જેઓ અમે આ વાતનો ખુલાસો કર્યો કે લોકોએ આ વાત પડતી મૂકી.

હવે હુંમનથી એકદમ ભાંગી ગઈ છું. થોડા દિવસ પહેલાં જ એક એવા યુવક સાથે સગપણની વાત ચાલી છે જેની પત્ની પ્રસૂતિ  પછી તરત મૃત્યુ  પામી હતી અને તેને ત્રણ બાળકો છે. શું મારે આ સંબંધ સ્વીકારી લેવો જોઈએ?  શું લગ્ન પછી એવું કંઈ થઈ શકે કે જેનાથી મને પણ સંતાન પ્રાપ્ત થાય? હું શું કરું?

એક યુવતી (ભાવનગર)

* તમે આપેલી જાણકારી થોેડી અધૂરી છે. ગર્ભાશયનું મુખ સાંકડું હોય તો તેની સારવાર શક્ય છે. સમસ્યા કદાચ વધારે ગંભીર હશે તેથી જ ડોક્ટરો સારવાર કરી શક્યા નથી. માસિક ન આવવાનાં ઘણા ંકારણો હોઈ શકે છે.  બની શકે કે તમારા જનનાંગોનો યોગ્ય વિકાસ ન થયો હોય અથવા તો આંતરિક સ્તરે કોઈ રંગસૂત્રોની કમી હોય અથવા તો તમારી એન્ડ્રોક્રાઈન  (હોર્મોનલ) પધ્ધતિમાં કોઈ વિકાર હોય. જ્યાં સુધી વિધુરસાથે લગ્ન કરવાની વાત છે તો તે અંગેનો નિર્ણય તમારો પોતાનો હોવો જોઈએ. જો તમને તે પુરુષ તમારા પતિના રૂપમાં યોગ્ય લાગે તો તે સંબંધ તમારા હિતમાં જ હશે.

હું ૨૭ વર્ષની પરિણીતા છું. અને એક પુત્રની માતા છું. ત્રણ મહિના પહેલાં ખબર પડી કે મને કાન પાસે ડોકના ઉપરના ભાગે લિંફ નોડનો ટી.બી.થયો છે. મને ફક્ત એક ગાંઠ થઈ હોય તેવું જ લાગે છે. ખાંસી કે બીજી કોઈ તકલીફ નથી.  જ્યારથી આ વાતની ખબર પડી છે ત્યારથી મારા પતિ મારાથી દૂર દૂર રહેવા લાગ્યા છે.  રાત્રે બીજા રૂમમાં સૂએ છે. કહે છે કે મારા ટી.બી.ના વાયરસ આખા રૂમમાં  ફેલાતા હશે. આથી હું ખૂબ ટેન્શનમાં મુકાઈ ગઈ છું. સમજાતું નથી કે હું શું કરું?

એક યુવતી  (આણંદ)

* સૌપ્રથમ તમારા પતિનો દ્રષ્ટિકોણ અને વર્તન સમજવાનો પ્રયત્ન કરો. આજે પણ લોકોે ટી.બી.ના નામથી ડરે છે. અને તેમને એ પણ ખબર નથી હોતી કે આ રોગ કેવી રીતે ફેલાય છે. બસ, એટલી ખબર હોય છે કે કોઈને ટી.બી. થયો હોય તો તેનાથી દૂર  રહેવું. તમારા પતિ પણ એવું જ કરી રહ્યા છે. તેથી તેમને આ ખોટી  વિચારસરણીમાંથી બહાર લાવવાની જરૂર છે. હકીકત એ છે  કે ટી.બી.ના જીવાણુ ફક્ત  તે દર્દીઓના શ્વાસથી ફેલાય છે કે જેનાં ફેંફસામાં આ રોગને કારણે મોટા મોટા ઘા થઈ ગયા હોય છે અને તે ઘામાં લાખો અબજોની સંખ્યામાં માઈક્રોબેક્ટેરિયા ઝડપથી વિકાસ પામતા હોય છે, પરંતુ આવા દર્દીઓમાં પણ ટી.બી.ની દવા શરૂ કર્યાના બે અઠવાડિયા પછી આ ચેપની શક્યતા નથી રહેતી. જો ફક્ત લિંફ નોડનો ટી.બી. હોય તો દર્દીનો ચેપ બીજાને નથી લાગતો. તમારા ડૉક્ટર આ વાત તમારા પતિને સમજાવી શકે છે. આનાથી તમારું દામ્પત્યજીવન ફરીથી સહજ બનશે. આ રોેગથી છૂટકારો મેળવવા માટે તમારે નવ મહિના સુધી દવા લેવી પડશે.  આમાં જરાય આળસ ન કરતા.