Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Get a rosy glow even in the heat NEWS

Sahiyar : ગરમીમાં પણ મેળવો ગુલાબી નિખાર: ખાસ સ્કિન કેર ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : ગરમીમાં પણ મેળવો ગુલાબી નિખાર: ખાસ સ્કિન કેર ટિપ્સ
સોર્સ : GSTV

- જયવિકા આશર

App Store

ગરમીની ઋતુમાં ત્વચા પર  રેશિશ, સનબર્ન, ત્વચા ટેન વી તેમજ ખીલ  જેવી સામાન્ય તકલીફો થવાની શરૂઆત થઇ જતી હોય છે. તેથી જ ઉનાળામાં ત્વચાની વિશેષ કાળજીની આવશક્યતા હોય છે. 

ઉનાળામાં એસપીએફ ૩૦ પ્લસ સનસ્ક્રિન લગાડવુંજોઇએ.તેમજ ચહેરાને દિવસમાં બે વખત માઇલ્ડ ક્લીન્જરથી ધોવો. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ, ત્વચા માટે ઓઇલ-ફ્રી ઉત્પાદકોના ઉપયોગ કરવા જોઇએ. ઉનાળામાં ચહેરા પર ફેસપેક લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન થવાની સાથેસાથે હાઇડ્રેટ પણ રાખે છે. આ પેક્સને લગાડતા પહેલા ચહેરો સ્વચ્છ કરો અને અઠવાડિયામાં બે-ત્રણ વખત લગાડવાથી ફાયદો થાય છે. 

મધ અને ગુલાબજળ

મધ અને ગુલાબજળ સમાન માત્રામાં લઇ તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન થાય છે. આ પેસ્ટને ચહેરા પર લગાડયાપછી ૨૦ મિનીટ રહીને ધોઇ નાખવું. આપેસ્ટ ચહેરાનીત્વચાની નમીને જાળવી રાખવામાં મદદ કરે છે. 

ખીરાનો રસ અને એલોવેરા

ગરમીઓમાં ખીરાની મૌસમ પુરબહામાં હોય છે.ઉનાળામાં ખીરાનું સેવન શરીરને ઠંડક પ્રદાન કરવાની સાથેસાથે ત્વચા પર લગાડવાથી પણ ફાયદાકારક પુરવાર થાય છે. ખીરાનો રસ સ્કિનને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છ.ે તેને ચહેરા પર લગાડવાથી ત્વચા પર તાજગી આવે છે.  

ખીરાનારસમાં એલોવેરાને બ્લેન્ડ કરીને ભેળળીને ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન કરે છે. એલોવેરાનો જેલ પણ ખીરાનારસમાં ભેળવીને લગાડી શકાય .

બેસન અને ટામેટા

એક મોટો ચમચો ટામેટાનો રસ અને એક ચમચો બેસન ભેળવીને પેસ્ટ બનાવવી.આ પેસ્ટને ચહેરા પર સુકાઇ જાય ત્યાં સુધી રહેવા દઇ ધોઇ નાખવું. આ પેસ્ટ ત્વચા પરના વધારાના તેલ અને ટેનિંગને દૂર કરવામાં મદદ કરે છે. 

ચંદન અને ગુલાબજળ

એક ચમચો ચંદન પાવડરમાં ગુલાબજળ અથવા એલોવેરા જેલ  ભેળવીને લગાડવાથી કાળઝાળ ગરમીથી દાઝેલી ત્વચાને ઠંડક પ્રદાન કરે છે. 

દહીં અને હળદર

બે ચમચા દહીમાં એક એક ચમચો હળદર ભેળળીને ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાડી રાખવથી ત્વચાને હાઇડ્રેશન મળવાની સાથેસાથે ત્વચા ગ્લો કરે છે. 

કેળા અને મધ

 કેેળાને છુંદી તેમાં મધ ભેળવી ચહેરા પર લગાડી ૧૫ મિનીટ પછી ધોઇ નાખવું.

મુલતાની માટી અને ગુલાબજળ

ઉનાળાની ગરીના કારણે ચહેરાની  ત્વચા નિસ્તેજ થઇ જતી હોય છે. મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક આપવાની સાથેસાથે ચમકીલી પણ કરે છે. 

પપૈયું અને મધ

પપૈયાના ગરમાં મધ ભેળવીને તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી સનબર્નમાં રાહત થાય છે અને ત્વચા ચમકે છે. 

મધ અને કેળું

કેળાને છુંદી તેમાં મધ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાડી રાખીને ધોઇ નાખવાથી નિસ્તેજ થયેલી ત્વચા ચમકીલી થાય છે. 

કલિંગર અને મધનો પેક

કલિંગરના ગરમાં મધ ભેળવીને ચહેરા પરલગાડવાથી ત્વચામાં હમીને ઓછી કરવામાં મદદ કરે છે અને ચહેરો સાફ થાય છે.