રોગ મટાડવાથી લઈને આંતરિક શાંતિ સુધી: મન, શરીર અને આત્માને જોડતી ચિકિત્સા પદ્ધતિ

સેલિબ્રેશન-ચિંતન બુચ
'તમે ક્યારેય ઈશ્વરને જોયા છે?' આ સવાલ તમે કોઇ દર્દી કે તેના સ્વજનને પૂછશો તો કહેશે, 'હા, જોયા છે. તે હોસ્પિટલમાં સફેદ એપ્રન, મોઢે માસ્ક અને ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને ફરતા હોય છે…' સામાન્ય તાવ આવ્યો હોય કે કેન્સર જેવી બીમારીનો અંધકારભર્યો સમય, તેમાં આશાનું કિરણ ક્યાંયથી જોવા મળે તો તે 'ડોક્ટર'હોય છે. દર વર્ષે ૧ જુલાઇની ઉજવણી 'ડોક્ટર્સ ડે' તરીકે કરવામાં આવે છે.
આ દિવસ માત્ર આધુનિક તબીબોને સન્માન આપવાનો પ્રસંગ નથી, પરંતુ માનવજીવનને આરોગ્યનું અમૂલ્ય દાન આપનારા સગદીઓ પુરાણા ભારતીય ષિ-વૈદ્યોને પણ કૃતજ્ઞાતાપૂર્વક યાદ કરવાનો અવસર છે. આજે જ્યારે આધુનિક દવાઓ, રોબોટિક સર્જરી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ યુગમાં આરોગ્યસેવા ઝડપથી બદલાઈ રહી છે, ત્યારે પણ ભારતીય આયુર્વેદના ત્રણ મહાન ગ્રંથ-ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદયમ - આપણે યાદ અપાવે છે કે સાચી ચિકિત્સા માત્ર રોગને જડમૂળથી નાબૂદ કરવાની પ્રક્રિયા નથી. પરંતુ મન, શરીર અને આત્માના સંતુલનનું વિજ્ઞાન છે.
આપણો દેશ ''આયુર્વેદની જન્મભૂમિ'' કહેવામાં આવે છે. સદીઓ અગાઉ જ્યારે વિશ્વના અનેક પ્રદેશોમાં આરોગ્યવિજ્ઞાન પ્રાથમિક અવસ્થામાં હતું, ત્યારે ભારતના ષિઓએ શરીરરચના, દવાઓ, સર્જરી, આહાર, જીવનશૈલી અને રોગનિવારણ અંગે અદ્ભૂત જ્ઞાન વિકસાવ્યું હતું. આ જ્ઞાનનો આધાર આજે પણ આ ત્રણ મહાન ગ્રંથો છે.જેમાં ચરક સંહિતા એ દર્દી કેન્દ્રિત ચિકિત્સાનો પાયો છે. ભારતીય ચિકિત્સા પરંપરામાં ચરકનું નામ અત્યંત આદર સાથે લેવામાં આવે છે. તેમના દ્વારા સંકલિત ચરક સંહિતા આયુર્વેદના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથોમાંનો એક છે. આ ગ્રંથનો મુખ્ય વિષય કાયચિકિત્સા, એટલે કે આંતરિક રોગોની સારવાર છે. પરંતુ તેની વિશેષતા માત્ર દવાઓમાં નથી. ચરકે ભાર મૂક્યો કે દરેક દર્દી અલગ હોય છે. એક જ રોગ માટે દરેક વ્યક્તિને સમાન સારવાર ન આપી શકાય. દર્દીની ઉંમર, પ્રકૃતિ, આહાર, રહેણીકરણી, તુ અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સારવાર કરવી જોઈએ. સદીઓ અગાઉ ચરકે રજૂ કરેલો વિચાર આજે ''પર્સનલાઇઝ્ડ મેડિસિન'' તરીકે ઓળખાય છે. ચરકે દવાઓ કરતાં વધુ મહત્વ સંતુલિત આહાર, નિયમિત જીવનશૈલી અને રોગપ્રતિકારક શક્તિને આપ્યું. તેમણે સ્પષ્ટ લખ્યું કે જે વ્યક્તિ યોગ્ય આહાર અને વિહાર અપનાવે છે તેને દવાની જરૂર ઓછી પડે છે. તેમણે આદર્શ વૈદ્યના ગુણો પણ દર્શાવ્યા- જ્ઞાન, કરુણા, સત્ય, ધીરજ અને દર્દી પ્રત્યે નિા. આ વિચારો આજે પણ તબીબી નૈતિકતાના આધારસ્તંભ ગણાય છે.
જો ચરક આંતરિક ચિકિત્સાના આચાર્ય હતા તો સુશ્રુતને વિશ્વ સર્જરીના અગ્રદૂત તરીકે ઓળખે છે. સુશ્રુત સંહિતા મુખ્યત્વે શલ્યચિકિત્સા, એટલે કે સર્જરીનો મહાગ્રંથ છે. આ ગ્રંથમાં સેંકડો સર્જરીની પદ્ધતિઓનું વર્ણન છે. તેમાં પ્લાસ્ટિક સર્જરી, મોતીયાનું ઓપરેશન, હાડકાં જોડવાની પદ્ધતિ, ઘાવની સારવાર અને વિવિધ સર્જિકલ સાધનોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સુશ્રુતે વિદ્યાર્થીઓને સીધા દર્દી પર સર્જરી શીખવતા પહેલાં શાકભાજી, ફળો અને પ્રાણીઓના અવયવો પર પ્રેક્ટિસ કરવાની સલાહ આપી હતી. આજની મેડિકલ કોલેજોમાં અપાતી ''પ્રેક્ટિકલ ટ્રેનિંગ''ની ભાવના આ વિચાર સાથે ઘણી મળતી આવે છે.તેમણે સ્વચ્છતા, સર્જરી પહેલાંની તૈયારી અને સર્જરી પછીની કાળજીને પણ એટલું જ મહત્વ આપ્યું હતું. આજની આધુનિક સર્જરીમાં જે સિદ્ધાંતો મૂળભૂત માનવામાં આવે છે, તેના પ્રારંભિક સંકેતો આ ગ્રંથમાં જોવા મળે છે.
સમય જતાં આયુર્વેદનું જ્ઞાન એટલું વિશાળ બન્યું કે તેને સરળ રીતે રજૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ. આ કાર્ય વાગ્ભટએ કર્યું હતું. તેમણે રચેલું અષ્ટાંગ હૃદયમ આયુર્વેદની આઠેય શાખાઓનું સુંદર સંકલન છે. આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સામાન્ય માણસના દૈનિક જીવન પર ભાર મૂકવામાં આવ્યો છે. વહેલા ઊઠવું, તુ અનુસાર આહાર બદલવો, નિયમિત વ્યાયામ કરવો, પૂરતી ઊંઘ લેવી, માનસિક શાંતિ જાળવવી અને પ્રકૃતિ સાથે તાલમેલ રાખવો- આ બધું આજે ''હેલ્ધી લાઇફસ્ટાઇલ'' કહેવાય છે, પરંતુ તેનો ઉલ્લેખ આ ગ્રંથમાં સદીઓ પહેલાં થઈ ચૂક્યો હતો. આજના સમયમાં જ્યારે ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર અને સ્થૂળતા જેવી જીવનશૈલીજન્ય બીમારીઓ વધી રહી છે, ત્યારે વાગ્ભટના વિચારો વધુ પ્રાસંગિક બની જાય છે.
ચરક, સુશ્રુત અને વાગ્ભટના કાર્યને જો એક વાક્યમાં સમજાવવું હોય તો કહી શકાય-ચરકે શીખવ્યું કે રોગ કેમ થાય છે, સુશ્રુતે શીખવ્યું કે જરૂરી હોય ત્યારે શસ્ત્રક્રિયા કેવી રીતે કરવી અને વાગ્ભટે શીખવ્યું કે સ્વસ્થ કેવી રીતે રહેવું. આ ત્રણેય ગ્રંથો મળીને આયુર્વેદને સંપૂર્ણતા આપે છે. એટલું જ નહીં, આ ત્રણેય મહાન આચાર્યોનું એક સામાન્ય લક્ષણ હતું-તેમણે દર્દીને માત્ર ''રોગ'' તરીકે નહીં, પરંતુ એક જીવંત વ્યક્તિ તરીકે જોતા હતા.
ડોક્ટરનું કામ માત્ર દવા લખવાનું નથી, દર્દીને આશા આપવી, યોગ્ય માર્ગદર્શન આપવું, તેની વાત ધ્યાનથી સાંભળવી અને તેને ફરી સ્વસ્થ જીવન તરફ દોરી જવું પણ એટલું જ મહત્વનું છે. આજે પણ શ્રે તબીબોની ઓળખ તેમની ડિગ્રીથી નહીં, પરંતુ દર્દીઓના વિશ્વાસથી થાય છે. આજની મેડિકલ સાયન્સે અદભુત પ્રગતિ કરી છે. અંગપ્રત્યારોપણ, રોબોટિક સર્જરી, જિનેટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત નિદાન અને અદ્યતન દવાઓએ કરોડો લોકોનું જીવન બચાવ્યું છે.
સાથે જ, પ્રાચીન આયુર્વેદ આપણને યાદ અપાવે છે કે રોગ થવા પહેલાં તેને અટકાવવો સૌથી શ્રે ઉપચાર છે. હજારો વર્ષ પહેલાં લખાયેલા આ ગ્રંથો આજે પણ એક જ સંદેશ આપે છે- 'સ્વાસ્થ્ય જ જીવનનું સાચું ધન છે, અને સાચો ડોક્ટર એ છે જે માત્ર રોગ નહીં, પરંતુ સમગ્ર માનવને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરે.'

