Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Cardi B's online hate outrage

Chitralok : કાર્ડી બીની ઓનલાઈન હેટ સામે નારાજગી

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : કાર્ડી બીની ઓનલાઈન હેટ સામે નારાજગી
સોર્સ : GSTV

ટેર્ડી બી ક્યારેય ખુલીને બોલવામાં ખચકાટ નથી અનુભવતી. ફરી એકવાર આ ગ્રેમી વિજેતા રેપરે નિખાલસતાથી વાત કરી છે. આ વખતે તેણે પોતાના અંગત જીવનના બચાવમાં તેમજ હદ ઓળંગતા ચાહકોને તેમની સીમા દેખાડવા આકરા શબ્દોનો ઉપયોગ કર્યો. આ ૩૩ વર્ષીય કલાકારે તાજેતરમાં એનએફએલ સ્ટાર સ્ટેફન ડીગ્સ સાથે તેના સંબંધ બાબતે થતી સતત ઓનલાઈન ટીકાઓની આલોચના કરી. કપલે નવેમ્બરમાં બાળકને જન્મ આપ્યો હતો અને કાર્ડીએ સ્પષ્ટ કર્યું કે તેના જીવનના આ નવા સીમાચિહ્ન સમાન ઘટનાની ચર્ચા ઈન્ટરનેટ પર અજાણ્યા લોકો  દ્વારા ચર્ચા ન થઈ શકે. તેણે ટીકાકારોને કહ્યું કે આપણે તમામે શાંત પડવાની જરૂર છે. પોતાના તરફ દર્શાવાતી નફરત પ્રત્યે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું. 

App Store

કાર્ડીએ જણાવ્યું કે જીવન આગળ વધે છે, પાછળ નહિ. તેણે ધ્યાન દોર્યું કે દરેક નિર્ણયનાં  સારાંમાઠાં પરિણામો આવે જ છે.  તેના મેસેજનો સાર જોકે એટલો જ હતો કે ચાહકોને સેલિબ્રિટીઓની અંગત પસંદગી વિશે નિર્ણય કરવાનો અથવા તેની ખુશી માટે સ્પષ્ટતા માગવાનો કોઈને અધિકાર નથી.

પોતાના સંબંધનો બચાવ કરવા ઉપરાંત કાર્ડીએ સતત નકારાત્મકતાથી થતા નુકસાન પ્રત્યે પણ ધ્યાન ખેંચ્યું હતું. તેણે ચાહકોની ટીકા કરતા કહ્યું કે તેમનું વર્તન સ્વાર્થયુક્ત હતું અને તેઓ પોતાના શબ્દોની અસર વિશે તેઓ અજાણ હતા.

કાર્ડી હાલ પોતાની આગામી ટૂર માટે તૈયારી કરી રહી હોવાથી ખૂબ જ તણાવમાં છે. માતૃત્વ, અંગત જીવન અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતા વચ્ચે સંતુલન જાળવવાનું હોય ત્યારે ઓનલાઇન હેટ બળતામાં ઘી હોમે છે.  વાત તો સાચી!