Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Beauty problem: This treatment will help remove black spots from acne on the face

Sahiyar/ સૌંદર્ય સમસ્યા: આ ઉપચાર ચહેરા પરના ખીલના કાળા ડાઘા દૂર કરવામાં કરશે મદદ

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar/ સૌંદર્ય સમસ્યા: આ ઉપચાર ચહેરા પરના ખીલના કાળા ડાઘા દૂર કરવામાં કરશે મદદ
સોર્સ : GSTV

- જયવિકા આશર

App Store

પ્રશ્ન: હું ૨૦ વરસની યુવતી છું. શરીર પરના અણવાંચ્છિત વાળને રેઝરથી દૂર કરું છું. પરંતુ એ પછી મારી ત્વચા કાળી પડી જાય છે અને શેવિંગ બાદ એ ભાગમાં ખૂબ બળતરા થાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો. એક યુવતી (સુરત)

અણજોઇતા વાળ દૂર કરવા શેવિંગના સ્થાને વેક્સિંગ યોગ્ય પદ્ધતિ છે. રેઝરના ઉપયોગથી ત્વચા કાળી પડી જાય તે સામાન્ય બાબત છે. તમે ઘરે પણ વેક્સિંગ કરી શકો છો. શેવિંગ જ કરવું હોય તો વાળ પર સાબુ લગાડી ફીણ વળે પછી રેઝરને વાળ ઊગવાની દિશામાં ચલાવો. વારંવાર દિશા બદલીને રેઝર વાપરવું નહીં.  નહીંતર રૂવાંડાના મૂળની ચામડી છોલાઇ જશે અને પરસેવો વળે ત્યારે ત્વચા સાથે ઘસાવાથી બળતરા થશે. શેવિંગ કર્યા પછી એન્ટીસેપ્ટિક ક્રીમ કે લોશન લગાડો.

પ્રશ્ન: હું ૨૩ વરસની યુવતી છું. મારા હોઠ કાંઇ પણ ખાધા-પીધા પછી ચીકણા થઇ જાય છે. જેથી કોઇની સાથે વાત કરવી હોય તો તકલીફ પડે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપાય જણાવશો. એક યુવતી (મુંબઇ)

ખાધા બાદ તમે તરત જ હોઠને ભીના ટિશ્યૂ પેપરથી હળવે હાથે લૂછીને સાફ કરો. રૂનું પૂમડું ગુલાબજળવાળું કરીને થોડી થોડી વારે હોઠ પર લગાવતાં રહો. જો તમારે લિપસ્ટિક લગાડવી હોય તો આછા રંગની અને સારી ગુણવત્તાવાળી જ લગાડશો.

પ્રશ્ન: હું ૩૩ વરસની મહિલા છું. મારે એ જાણવું છે કે ચહેરા પર લગાડવા માટે બજારમાં મળતું ક્યું સુખડ ઉપયુક્ત ગણાય, સુખડનું લાકડું કે તેનો પાવડર ? એક યુવતી (પેટલાદ)

ચહેરા પર ફોડલીઓ થાય ત્યારે માત્ર સુખડ લગાડવામાં આવે છે, પણ અન્ય ઉપચાર માટે સુખડને ફેસપેક સાથે મિશ્રિત કરી લગાવાય છે. બંને રીતે લગાવવા માટે સુખડનો પાવડર સારો રહેશે, પરંતુ માત્ર સુખડની પેસ્ટ જ લગાવવી હોય તો તેનું લાકડું ઘસીને લગાડવું વધારે ફાયદાકારક છે.

પ્રશ્ન: હું ૧૯ વરસની યુવતી છું. મારા ચહેરા પર ખીલના કાળા ડાઘા પડી ગયા છે તેને દૂર કરવાના ઉપચાર જણાવશો. એક યુવતી (ભૂજ)

લીંબુ,ફૂદીનો અને ટામેટાંનો રસ સરખા ભાગે લઇ, ભેળવીને રોજ રૂના પૂમડામાંથી ડાઘ પર લગાવો. ખીલને ક્યારેય નખથી ખોતરવા નહીં તેમજ તેમને વારંવાર હાથ પણ ન લગાડવો. ખીલ ફોડવાથી ત્વચા પર ડાઘ પડી જાય છે. ત્વચા વધારે પડતી તૈલી હોય તો મુલતાની માટી,ચંદન પાવડર અને ગુલાબજળ ભેળવીને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર ચહેરા પર લગાડવું.