Business Plus : ગલ્ફમાં AI ડેટા સેન્ટર

ગલ્ફમા લાખો ડોલરના ખર્ચે યુએઇ ખાતે ઉભું થઇ રહેલું અમેરિકા અને યુનાઇટેડ આરબ એમિરાતનું AI data કેમ્પસ ગલ્ફના દેશોમાં અમેરિકાની ટેકનોલોજીનો ઉપયોગ કરશે અને ચીનની ટેકનોલોજીના વિક્લ્પ તરીકે ગલ્ફના દેશો તેનો સ્વિકાર કરશે. ચીપ જાયન્ટ કંપની એનવિડિયા પણ પ્રોજક્ટમાં સક્રીય રીતે ભાગ લઇ રહી છે. યુએસની ટેકનોલોજી અને પૈસાદાર અખાતી દેશોના કારણે AI data કેમ્પસ બહુ ઉપયોગી બની રહેવાનું છે. ૧૦ સ્કેવર માઇલ એટલે કે ૨૬ સ્કેવર કિલોમીટરમાં તૈયાર થઇ રહેલા AI ડેટા સેન્ટર એનવિડિયા ઉપરાંત ઓપન આઇ,સિસ્કો,ઓરેકલ, જાપાનની સોફ્ટ બેંક વગેરેની નોંધપાત્ર ભાગીદારી જોવા મળશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પના આગ્રહથી એનવિડિયા પ્રોજક્ટમાં રસ લઇ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રમુખ પદની પહેલી ટર્મમાં અબુધાબી ગયા ત્યારે ગલ્ફના દેશોએ ટ્રમ્પની નારાજગી હોવા છતાં હુવાઇની ફાઇવ જી ટેકનોલોજી અપનાવી હતી.
ટ્રમ્પની બીજી ટર્મમાં અખાતી દેશો તેમને ટેકો આપી રહ્યા છે અને સૌથી મોટા AI ડેટા સેન્ટરમાં ભાગીદાર બની રહ્યા છે. જ્યારે અમેરિકાનું ડેટા સેન્ટર પર નિયંત્રણ હશે ત્યારે ચીન તેની આસપાસ પણ ફરકી નહીં શકે. તેના કારણે અખાતી દેશોમાં ચીનની ટેકનોલોજી નહીં વપરાય તેમજ ચીનના લોકોને નોકરી પણ નહીં મળે.
અમેરિકામાં ચેટ જીપીટી કેમ્પસ
અમેરિકાની કેટલીક યુનિવર્સિટી જેવી કે મેરીલેન્ડ અને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રોજે રોજના અનુભવો પરથી AI ટૂલ્સ બનાવી શકે તેવું આયોજન કરાયું છે. જુનની શરૂઆતથી ડયૂક યુનિવર્સિટીએ અનલિમિટેડ ચેટ જીપીટીની ઓફર કરી છે અને તે સમજાવી શકે તેવી ફેકલ્ટીની પણ વ્યવસ્થા કરી છે. ડયૂક યુનિવર્સિટીએ પોતે તૈયાર કરેલા ડયૂક જીપીટી અને AI ટૂલ્સનો ઉપયોગ પણ કરવા મળે છે. યુનિવર્સિટીમાં આવતા દરેક વિદ્યાર્થી તેમનું પર્સનલ એકાઉન્ટ ખોલાવી શકે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીએ કહ્યું છે કે તે આ વર્ષે તેના ૨૩ કેમ્પસના ૪,૬૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ચેટજીપીટી સાથે જોડશે.
AI 4 Bharat.કુલ 70 કરોડ રૂપિયા
ઇન્ફોસિસના ફાઉન્ડરોમાંના એક નંદન નિલેકાનીએ ભારતની ૨૨ શિડયુલ લેન્ગવેજના ૪૦૦ જીલ્લામાંથી ૧,૫૦,૦૦૦ કલાકો કામના ડેટા ભેગા કર્યા છે. ૧૦૦ જેટલા ટ્રાન્સલેટર્સનું એક સમાંતર ગૃપ પણ ઉભું કરાયું છે જે ટ્રાન્સલેશનમાં સહાય કરી રહ્યું છે. આઇઆઇટી મદ્રાસનો ઓપન સોર્સ પ્રોજક્ટ AI 4 Bharatનું કુલ ફંડીંગ હવે ૭૦ કરોડ પર પહોંચ્યું છે. ૭૦ કરોડનું ફંડ સીધુંજ નંદન નિલેકાની પાસેથી આવ્યું છે કેમકે તે માને છે કે ઇન્ફ્રાસ્ટ્રચર ટેકનોલોજીમાં AI 4 Bharat મહત્વનું પુરવાર થઇ શકે છે. મૂળ વિચાર એ છે કે AI 4 Bharat મારફતે તૈયાર કરેલો ડેટા કોઇ પણ આસાનીથી વાપરી શકે છે અને તેનો મહત્તમ ઉપયોગ પણ કરી શકે.

