Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Visit these warm places in India in february

Travel Places / કડકડતી ઠંડીમાં પણ ગરમ રહે છે ભારતની આ જગ્યાઓ, ફેબ્રુઆરીમાં બનાવો ફરવાનો પ્લાન

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Travel Places / કડકડતી ઠંડીમાં પણ ગરમ રહે છે ભારતની આ જગ્યાઓ, ફેબ્રુઆરીમાં બનાવો ફરવાનો પ્લાન
સોર્સ : GSTV

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાઓ એક એવો સમય છે, જે ઘણા લોકોને ગમતો નથી, કારણ કે આ સમયે ભારતની કેટલીક જગ્યાઓએ ખૂબ જ ઠંડી પડે છે. ઘણા લોકો શિયાળાની ઋતુ પસંદ હોય છે, જ્યારે ઘણા એવા લોકોને પણ છે જેમને શિયાળો નથી ગમતો. કડકડતી ઠંડીમાં કામ પર જવું અને ઘણા લેયર્સમાં કપડા પહેરવા ઘણા લોકોને પસંદ નથી. જો તમે પણ કડકડતી ઠંડીથી બચવા માંગતા હોવ, તો તમે ભારતમાં કેટલીક એવી જગ્યાઓ પર વેકેશન માણી શકો છો, જ્યાં શિયાળાની ઋતુ દરમિયાન પણ ગરમીનો અનુભવ થાય છે. અહીંનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે, જેના કારણે શાલ કે સ્વેટરની જરૂર વગર મુસાફરી કરવી સરળ બને છે.

App Store

ગોવા

ફેબ્રુઆરી દરમિયાન ગોવાનું હવામાન સુખદ રહે છે. આ ઋતુ દરમિયાન લોકો મોટી સંખ્યામાં ગોવાની મુલાકાત લે છે, બીચ પર કલાકો વિતાવે છે. આ સમય દરમિયાન ગોવામાં તાપમાન 25થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. આ જ કારણ છે કે લોકો જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન ગોવાની મુલાકાત લે છે.

મુંબઈ

મુંબઈમાં પણ હંમેશા ગરમી રહે છે. તમારે અહીં શાલ કે સ્વેટર પહેરવાની જરૂર નહીં રહે. જો તમે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની ઠંડીથી બચવા માંગતા હોવ, તો ફરવા માટે મુંબઈ જાઓ. મુંબઈના મરીન ડ્રાઈવ અથવા જુહુ બીચ પર બેસીને હવામાનનો આનંદ માણવો ખૂબ આરામદાયક રહેશે. તમે મુંબઈના સુંદર સ્થળો અને ખરીદીનો પણ આનંદ માણી શકો છો.

પુડુચેરી

પુડુચેરીમાં પણ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન હવામાન સુખદ રહે છે. અહીંનું તાપમાન 18થી 22 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે, જેના કારણે આખો દિવસ આરામદાયક રહે છે. દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી સવાર અને સાંજે થોડો ભેજ રહે છે.

લક્ષદ્વીપ

જો તમે પરિવાર સાથે વેકેશનનું આયોજન કરી રહ્યા છો, તો લક્ષદ્વીપ જાઓ. અહીંનું પાણી અને હવામાન સ્વચ્છ હોય છે અને હળવી ગરમી છે. લક્ષદ્વીપમાં તમે અગત્તી, બંગારામ, કાવરત્તી, મિનિકોય અને કદમત જેવા સુંદર ટાપુઓ એક્સપ્લોર કરી શકો છો. ઘણા લોકોઆ સ્થળની મુલાકાત લેવાનું સપનું જુએ છે, તમારે પણ એક વાર તેની મુલાકાત લેવી જોઈએ.

ગોકર્ણ

કર્ણાટકના ગોકર્ણમાં પણ 26 ડિગ્રી તાપમાન રહે છે અને તમારે અહીં પણ સ્વેટર કે જેકેટ પહેરવાની જરૂર નહીં રહે. ગોકર્ણમાં તમે ઓમ બીચ, કુડલે બીચ અને ગોકર્ણ બીચની મુલાકાત લઈ શકો છો. અહીં તમે વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ભાગ લઈ શકો છો. અહીં ખરીદી કરવાનું અને સ્થાનિક ભોજનનો આનંદ માણવાનું ન ભૂલશો.