Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : These are Best places to visit in February in India

Travel Places / ફેબ્રુઆરીમાં ફરવા જવા માંગો છો? તો આ 5 જગ્યાઓ એક્સપ્લોર કરવાનો બનાવો પ્લાન

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Travel Places / ફેબ્રુઆરીમાં ફરવા જવા માંગો છો? તો આ 5 જગ્યાઓ એક્સપ્લોર કરવાનો બનાવો પ્લાન
સોર્સ : GSTV

ફેબ્રુઆરી એ ઋતુ છે જ્યારે ઠંડી ઓછી થવા લાગેછે, હવામાન ખુશનુમા હોય છે અને મુસાફરી આરામદાયક લાગે છે. ફેબ્રુઆરી એ મુસાફરી માટે શ્રેષ્ઠ સમય છે, આ સમયે ન તો ઠંડી તમને પરેશાન કરે છે કે ન તો ગરમી લાગે છે. પર્વતો સ્પષ્ટ દેખાય છે અને સમુદ્ર શાંત હોય છે. જો તમે વર્ષમાં ફક્ત એક જ ટ્રિપ પ્લાન કરો છો, તો ફેબ્રુઆરી સૌથી સારો મહિનો છે.

App Store

ફેબ્રુઆરીમાં મુસાફરીના ફાયદા

  • વાજબી હોટેલ અને ફ્લાઈટ રેટ્સ
  • ઓછી ભીડ, વધુ અનુભવો
  • ફોટોગ્રાફી માટે સ્વચ્છ આકાશ
  • પેકિંગ સરળ રહે છે

ચાલો ફેબ્રુઆરીમાં ફરવા માટે ભારતના સ્થળો વિશે જાણીએ.

જયપુર

રાજસ્થાનનું આ ગુલાબી શહેર ફેબ્રુઆરીમાં વસંતના રંગોમાં રંગાઈ જાય છે. જયપુરનું હવામાન ફેબ્રુઆરીમાં પરફેક્ટ હોય છે. આ મહિનામાં દિવસો થોડા ગરમ અને રાત ઠંડી હોય છે. આ શહેર ઈતિહાસ, સંસ્કૃતિ અને શાહી ભવ્યતાનું સુંદર મિશ્રણ છે.

ક્યા સ્થળની મુલાકાત લેવી?

  • આમેર કિલ્લો, હવા મહેલ, સિટી પેલેસ
  • સ્થાનિક બજારો અને રાજસ્થાની ભોજન
  • જયપુર સાહિત્ય મહોત્સવ (ઘણીવાર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાય છે)

ઋષિકેશ

ઉત્તરાખંડમાં ઋષિકેશ આરામ અને એડવેન્ચરનું મિશ્રણ પ્રદાન કરે છે. ફેબ્રુઆરીમાં અહીં થ્નાડી વધુ નથી હોતી અને ભીડ પણ ઓછી હોય છે. આ સ્થળ એવા લોકો માટે યોગ્ય છે જેઓ શાંતિપૂર્ણ અને રોમાંચક પ્રવાસ ઈચ્છે છે.

અહીં શું કરવું?

  • ગંગા આરતીનો આધ્યાત્મિક અનુભવ લો
  • યોગ, ધ્યાન અને કાફે સંસ્કૃતિનો આનંદ માણો
  • રિવર રાફ્ટિંગ કરો

ગોવા

આ મહિને ગોવામાં નવા વર્ષની ભીડ ઓછી થઈ ગઈ હોય છે, પરંતુ હવામાન ઉત્તમ હોય છે. આ સમયે અહીં પાર્ટી કરવા કરતાં સુંદર દરિયાકિનારા પર શાંત સમય પસાર કરવાની તક મળે છે.

અહીં શું કરવું?

  • સ્વચ્છ સમુદ્ર અને સોનેરી રેતીનો આનંદ માણો
  • ઉત્તર ગોવામાં નાઈટલાઈફ, દક્ષિણ ગોવામાં શાંતિનો અનુભવ કરો
  • સૂર્યાસ્તનો આનંદ માણો

કચ્છ

કચ્છ સફેદ રણ અને લોક સંસ્કૃતિનું ઘર છે. ફેબ્રુઆરી એ રણ ઉત્સવ માટે છેલ્લો મહિનો હોય છે. અહીંની સફર ફક્ત ફરવા જવા માટે જ નથી, પરંતુ અનુભવ માટે પણ છે.

અહીં શું જોવું?

  • સફેદ મીઠાનું રણ
  • લોકનૃત્ય, કચ્છની હસ્તકલા
  • રાત્રે રણનો જાદુ

વારાણસી

ઉત્તર પ્રદેશનું આ શહેર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ફેબ્રુઆરીમાં વારાણસીનું હવામાન અત્યંત આરામદાયક હોય છે. અહીંનો શાંત અને દૈવી અનુભવ તમારા મનમાં શાંતિ અને શુદ્ધતા લાવે છે.

અહીં શું કરવું?

  • ગંગા ઘાટ પર સવારે બોટની સવારી
  • કાશી વિશ્વનાથ મંદિરના દર્શન
  • ગંગા આરતીમાં ભાગ લો
  • બનારસનું ભોજન અને શેરીઓ એક્સપ્લોર કરો