Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Keep these important things in mind if you are planning babymoon

Safety Tips / બેબીમૂનનું આયોજન કરી રહ્યા છો? તો આ 6 મહત્ત્વપૂર્ણ બાબતો પર આપો ખાસ ધ્યાન

Timeછેલ્લું અપડેટ : 02 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Safety Tips / બેબીમૂનનું આયોજન કરી રહ્યા છો? તો આ 6 મહત્ત્વપૂર્ણ બાબતો પર આપો ખાસ ધ્યાન
સોર્સ : GSTV

પ્રેગનેન્સી દરમિયાન કેટલાક કપલ્સ બાળકના આગમન પહેલા ક્યાંક ફરવા જાય છે. જેને બેબીમૂન કહેવામાં આવે છે. આ સમય દરમિયાન મુસાફરી કરવી માતા અને બાળક બંને માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ આ સમય દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

App Store

નાની બેદરકારી પણ પરેશાની વધારી શકે છે. જો તમે પ્રેગ્નેન્ટ છો અને પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો આ 6 મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

ડોક્ટરની સલાહ લેવી જરૂરી

જો તમે પ્રેગનેન્સી દરમિયાન પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો પહેલા તમારા ડોક્ટરની સલાહ લો. દરેક સ્ત્રીની પ્રેગનેન્સી અલગ હોય છે અને સલાહ વિના પ્રવાસ પર જવું સલામત નથી માનવામાં આવતું. ઘણી સ્ત્રીઓ માટે મુસાફરી અસુરક્ષિત હોઈ શકે છે.

યોગ્ય સમય પસંદ કરવો જરૂરી

પ્રેગનેન્સીના પ્રારંભિક તબક્કા દરમિયાન મુસાફરી કરવાનું ટાળો. તમે બીજા ટ્રાઈમેસ્ટર દરમિયાન એટલે કે, 14થી 28 અઠવાડિયાની વચ્ચે મુસાફરી કરી શકો છો, કારણ કે આ સમય દરમિયાન હોર્મોનલ ફેરફારો સ્થિર થાય છે, જે મોર્નિંગ સિકનેસ અને થાક જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. જો તમે પ્રેગનેન્સી દરમિયાન મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા ડોક્ટરની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું ન ભૂલશો.

સફરનું માધ્યમ સમજદારીપૂર્વક પસંદ કરો

લાંબી મુસાફરી અને લાંબા સમય સુધી બેસવું પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે પડકારજનક હોઈ શકે છે. તેથી લાંબી મુસાફરી દરમિયાન વારંવાર બ્રેક લો. આ કિસ્સામાં ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક બની શકે છે.

ખાવા-પીવાનું ધ્યાન રાખો

મુસાફરી દરમિયાન બહારનું ખાવાથી ઘણીવાર ચેપ લાગી શકે છે. તેથી, સારા સ્વાસ્થ્ય માટે તાજો અને ઘરે રાંધેલો ખોરાક ખાઓ. ઉપરાંત, ડિહાઈડ્રેશન ટાળવા માટે પુષ્કળ પાણી પીઓ. આ સિવાય કાચા અથવા મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.

જરૂરી દવાઓ સાથે રાખો

પ્રેગનેન્સી દરમિયાન મુસાફરી કરતા પહેલા હંમેશા જરૂરી દવાઓ તમારી સાથે રાખો. ઈમરજન્સીની સ્થિતિમાં આ વસ્તુઓ અત્યંત ઉપયોગી છે. આ સિવાય તમારા ડેસ્ટિનેશનની નજીકની હોસ્પિટલ શોધવાનું ન ભૂલશો.

આરામ પણ કરો 

ઘણી સ્ત્રીઓ મુસાફરી કરતી વખતે થાકને અવગણે છે, જે તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. વધુ પડતું ચાલવું, ભારે વજન ઉપાડવો અથવા ટાઈટ શેડ્યૂલ જાળવવાનું ટાળો. જો તમને થાક લાગે કે દુખાવો થાય, તો તરત જ આરામ કરો.