IRCTC આપી રહ્યું છે ક્રિસમસ પર થાઈલેન્ડ જવાનો મોકો, જાણો 6 દિવસના ટૂર પેકેજનું ભાડું

ડિસેમ્બર આવતાની સાથે જ હવામાનમાં ફેરફાર સ્પષ્ટ જોવા મળે છે. ઠંડા પવનો ફૂંકાવા લાગે છે અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થાય છે. ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી પણ આ મહિનામાં કરવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો રજાઓ માણવા માટે તેમના પરિવાર અને મિત્રો સાથે મુસાફરી કરવાનો પ્લાન બનાવે છે.
આ પણ વાંચો: નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવા જઈ રહ્યા છો? તો બિચ સિવાય આ જગ્યાઓ પણ કરો એક્સપ્લોર
જો તમે પણ આ વર્ષે ક્રિસમસની રજાઓમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક ઉત્તમ ટૂર પેકેજ લઈને આવ્યું છે, જેમાં તમને બજેટમાં થાઈલેન્ડ જવાનો મોકો મળી રહ્યો છે. આ પેકેજમાં તમને પાંચ રાત અને છ દિવસની ટૂર આપવામાં આવશે. તમે થાઈલેન્ડના ઘણા સુંદર શહેરોની મુલાકાત લઈ શકશો, આ ટૂર પેકેજમાં રહેવા, ખાવા અને ફરવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

IRCTCનું ક્રિસમસ સ્પેશિયલ પેકેજ
ભારતમાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ઘણા લોકો આ રજાઓ દરમિયાન મુસાફરી કરવાનો પણ પ્લાન બનાવે છે. જો તમે પણ આ વર્ષે ક્રિસમસ માટે ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો IRCTCનું સ્પેશિયલનું આ ટૂર પેકેજ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ પેકેજનું નામ છે "CHRISTMAS SPECIAL THAILAND WITH FOUR STAR ACCOMMODATION". આ 5 રાત અને 6 દિવસનું પેકેજ છે જે 22 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ચાલશે. આ પેકેજમાં તમને થાઈલેન્ડના પ્રખ્યાત પર્યટન સ્થળોની સફર પર લઈ જવામાં આવશે.

લખનૌથી ડાયરેક્ટ ફ્લાઈટ
આ IRCTC ટૂર પેકેજ સાથે તમે 22મી ડિસેમ્બરે રાત્રે 11:05 વાગ્યે લખનૌથી સીધા થાઈલેન્ડ જશો. પટાયાના સુંદર કોરલ ટાપુઓ અને ફ્લોટિંગમાર્કેટની મુલાકાત લેવાની સાથે, તમને બેંગકોકના એડવેન્ચર સફારી વર્લ્ડ અને મરીન પાર્ક એક્સપ્લોર કરવાની તક પણ મળશે. આ સમગ્ર સફર દરમિયાન તમને નાસ્તો, લંચ અને ડિનર પણ આપવામાં આવશે. તમે 27 ડિસેમ્બરે રાત્રે 8:10 વાગ્યે બેંગકોકથી લખનૌ પાછા ફરશો.

આ ટૂર પેકેજનું ભાડું કેટલું છે?
IRCTC થાઈલેન્ડ ટૂર પકેજનું ભાડું મુસાફરોની સંખ્યા પર આધારિત છે. જો તમે એકલા મુસાફરી કરી રહ્યા છો, તો તમારે 74,200 રૂપિયા ચૂકવવા પડશે. બે લોકો માટે, વ્યક્તિ દીઠ ભાડું 63,500 રૂપિયા છે. ત્રણ લોકો માટે, ભાડું 62,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. 5 થી 11 વર્ષના બાળકો માટે, બેડ સાથે 57,500 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 2થી 11 વર્ષના બાળકો માટે, બેડ વિના 52,900 રૂપિયા ચૂકવવા પડશે.

