નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવા જઈ રહ્યા છો? તો બિચ સિવાય આ જગ્યાઓ પણ કરો એક્સપ્લોર

ગોવાનું નામ આવતાં જ આંખો સમક્ષ દૂર સુધી ફેલાયેલા સમુદ્ર અને સુંદર રેતીના બિચનું ચિત્ર ઊભું થાય છે. જોકે, આ સિવાય ગોવામાં બીજી ઘણી સુંદર જગ્યાઓ છે. જેની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. નવેમ્બરથી માર્ચ ગોવામાં પ્રવાસ માટે સૌથી વધુ સમય છે. ઘણા પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે પણ ગોવા જાય છે, કારણ કે અહીંની નાઈટલાઈફ અદ્ભુત છે. જો તમે પણ આ નવું વર્ષ ગોવા જઈને સેલિબ્રેટ કરવા ઈચ્છો છો, તો જાણો બિચ પર સમય પસાર કરવા અને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા સાથે તમે અહીં અન્ય ક્યા સ્થળો એક્સપ્લોર કરી શકો છો.
આ પણ વાંચો: Travel Destination / શિયાળામાં વેકેશન પર જવું છે? ઓછા સમયમાં પણ ફરી શકો છો ઉત્તરાખંડના આ 5 સ્થળો
ગોવાની મોર્ડન લાઈફસ્ટાઈલ પણ પ્રવાસીઓને આકર્ષે છે, તેથી એવા ઘણા લોકો છે જેઓ 31મી ડિસેમ્બરની રાત્રે વર્ષને અલવિદા કહેવા અને નવા વર્ષને આવકારવા ગોવા જાય છે. તો ચાલો જાણીએ ગોવામાં બિચ સિવાય બીજું શું જોવાલાયક છે.
ગોવામાં કયા બિચ છે?
ગોવામાં, પલોલેમ બિચ (જે એકદમ શાંત રહે છે), વાગાતોર બિચ (અહીં તમે ઘણાં નાળિયેર અને પામ વૃક્ષો, કાળા લાવાના ખડકો જોઈ શકો છો), બેટલબટીમ બિચ, વરકા બિચ, કેન્ડોલિમ બિચ, મોર્જિમ બિચ, અંજુના બિચ, કલંગુટ બિચ, બાગા બિચ વગેરે બિચ છે.
દૂધસાગર ધોધની મુલાકાત લો

ગોવાના પ્રખ્યાત બિચને એક્સપ્લોર કરવા ઉપરાંત, તમે અહીં દૂધસાગર ધોધની પણ મુલાકાત લઈ શકો છો. તમે અહીં ટ્રેકિંગ પણ કરી શકો છો. આ ભારતનો પાંચમો સૌથી ઉંચો ધોધ માનવામાં આવે છે.
ચોરાઓ ટાપુ

ગોવા જાવ તો ચોરાઓ ટાપુ એક્સપ્લોર કરવાનું ન ભૂલશો. અહીં મુસાફરી કરવી તમારા માટે શ્રેષ્ઠ અનુભવ હશે. પ્રકૃતિની વચ્ચે અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ તમારા મનને શાંતિથી ભરી દેશે. અહીંના સલીમ અલી પક્ષી અભયારણ્યની મુલાકાત લેવી રોમાંચક રહેશે.
ગોવાનું સૌથી જૂનું ચર્ચ

જો તમે ગોવા જાવ છો, તો અહીંના સૌથી જૂના ચર્ચ બેસિલિકા ઓફ બોમ જીસસની મુલાકાત લેવાનું ન ભૂલતા. આ ચર્ચ લગભગ ચારસો વર્ષ જૂનું છે. તેનું આર્કિટેક્ચર જોવા જેવું છે, આ સિવાય તમે અહીં થોડો સમય શાંતિથી વિતાવી શકો છો.
ગોવામાં એક સુંદર મંદિર છે

ગોવામાં તમે તાંબડી સુરલા મહાદેવ મંદિરની મુલાકાત લઈ શકો છો. 12મી સદીમાં બનેલું આ મંદિર કદંબ શૈલીના સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. આ મંદિર પણજીથી લગભગ 65 કિલોમીટર દૂર તાંબડી સુરલા નામના ગામમાં આવેલું છે. દૂધસાગર ધોધ, બોંડલા વન્યજીવ અભયારણ્ય, ભગવાન મહાવીર વન્યજીવ અભયારણ્ય અને મોલ્લેમ રાષ્ટ્રીય ઉદ્યાન તેની નજીકમાં છે.
ખરીદી માટે અહીં જાઓ

ગોવાની મુલાકાત લેતા લોકોમાં અંજુના માર્કેટ ખૂબ પ્રખ્યાત છે. જો તમે નવા વર્ષ પર ગોવા જઈ રહ્યા છો, તો તમે ખરીદી કરવા માટે અહીં જઈ શકો છો. જો કે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ બજાર કયા દિવસે ખુલ્લી હોય છે અને ક્યારે બંધ હોય છે.

