Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : This serious disease is fatal for children.

Parenting Tips: બાળકો માટે જીવલેણ છે આ ગંભીર બીમારી, ગર્ભાવસ્થા દરમિયાન રસી લગાવવી ખૂબ જ જરૂરી: રિસર્ચ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Parenting Tips: બાળકો માટે જીવલેણ છે આ ગંભીર બીમારી, ગર્ભાવસ્થા દરમિયાન રસી લગાવવી ખૂબ જ જરૂરી: રિસર્ચ
સોર્સ : GSTV

નાના બાળકોને સારા ઉછેર અને સંભાળની જરૂર હોય છે. જો આ ઉંમરે યોગ્ય સંભાળ આપવામાં ન આવે તો ઘણા ગંભીર રોગો થવાનું જોખમ વધી જાય છે. એક નવા અભ્યાસ મુજબ, નાના બાળકો માટે ખાંસી જીવલેણ બની શકે છે. નવા સંશોધનમાં ગર્ભાવસ્થા દરમિયાન માતાઓને રસી આપવાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ રોગ વિશે સૌથી મોટી ચિંતા એ છે કે તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને બાળકોમાં તેના લક્ષણો પુખ્ત વયના લોકો કરતા અલગ હોય છે, જેના કારણે સમયસર ઓળખ અને સારવાર મુશ્કેલ બને છે. હવે પ્રશ્ન એ છે કે કાળી ખાંસી (હૂપિંગ ઉધરસ) શું છે? તેને કેવી રીતે અટકાવી શકાય? અહીં જાણો તેના વિશે વધુ વિસ્તારથી...

App Store

હૂપિંગ ઉધરસ શું છે?

હૂપિંગ ઉધરસ એ શ્વાસની બીમારી છે, જે બેક્ટેરિયાના કારણે થાય છે. તેના કારણે દર્દીને ગંભીર અને લાંબા સમય સુધી ખાંસી થતી રહે છે. ઉધરત બાદ શ્વાસ લેતા સમયે 'હૂપ'નો અવાજ આવે જેને આ બીમારી માનવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આ ઉધરસ મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે, જે બાળકો અને પુખ્ત વયના બંનેને નોંધપાત્ર તકલીફ આપે છે. જો કે, આ બીમારી બાળકોમાં અલગ સામે આવે છે, તેથી તેને સમજવું અને સમયસર સારવાર લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બાળકો માટે હૂપિંગ ઉધરસ કેમ જીવલેણ છે

શિકાગોની એન એન્ડ રોબર્ટ એચ. લ્યુરી ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ચેપી રોગ નિષ્ણાત અને અભ્યાસના મુખ્ય લેખક કેટલિન લીએ જણાવ્યું હતું કે, "નાના બાળકોમાં હૂપિંગ ઉધરસના લક્ષણો પુખ્ત વયના લોકો કરતા અલગ હોય છે." 

બાળરોગ નિષ્ણાતે ઉમેર્યું હતું કે, "બાળકોમાં હૂપિંગ ઉધરસ હોતી નથી, પરંતુ તેને શ્વાસ લેવામાં તકલીફ (એપનિયા) થઈ શકે છે. આ બાળક માટે જીવલેણ જોખમ ઊભું કરે છે કારણ કે તે યોગ્ય રીતે શ્વાસ લઈ નથી શકતું. સાથે જ ઉધરસના કારણે સફેદ રક્તકણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી શકે છે, જેને ડોકટરો ક્યારેક કેન્સર જેવી ગંભીર બીમારી સમજી લે છે. તેથી નિવારણ માટે સચોટ નિદાન અને વહેલી સારવાર મહત્વપૂર્ણ છે."

ગર્ભાવસ્થા દરમિયાન રસીકરણ એ મુખ્ય નિવારણ

સંશોધકોએ આ રોગને રોકવા માટે સગર્ભા સ્ત્રીઓને રસી આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. "જ્યારે સગર્ભા સ્ત્રીઓને પર્ટ્યુસિસ રસી મળે છે, ત્યારે તેના શરીરમાં રોગ સામે લડવા માટે એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે, જે જન્મ પહેલાં બાળકને રક્ષણ પૂરું પાડે છે," બાળરોગ નિષ્ણાંતે કહ્યું. "આ નવજાત શિશુઓને આ જીવલેણ રોગથી રક્ષણ આપે છે."

સગર્ભા સ્ત્રીઓએ ક્યારે રસી લેવી જોઈએ?

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, બાળકોને આ રસી 2, 4, 6, 15-18 મહિના અને પછી ફરીથી 4-6 વર્ષની ઉંમરે આપવામાં આવે છે. આ ઉપરાંત 11-12 વર્ષની ઉંમરે બૂસ્ટર ડોઝ જરૂરી છે, અને જો બાળકને આ રસી ન મળી હોય, તો તે 18 વર્ષની ઉંમર સુધી આપી શકાય છે. સગર્ભા સ્ત્રીઓએ તેના બાળકને જન્મ પહેલાં કાળી ઉધરસ જેવા રોગોથી બચાવવા માટે ગર્ભાવસ્થાના 27 થી 36 અઠવાડિયાની વચ્ચે રસી લેવી જોઈએ.

જો કાળી ઉધરસ હોય તો શું કરવું

જો કોઈ વ્યક્તિને કાળી ઉધરસ હોવાનું નિદાન થાય અથવા તેની શંકા હોય, તો તેણે તાત્કાલિક એન્ટિબાયોટિક્સ લેવી જોઈએ. વહેલી સારવારથી લક્ષણો ઘટાડી શકાય છે અને રોગનો ફેલાવો અટકાવી શકાય છે. જોકે, મોડી સારવાર શરૂ કરવાથી લક્ષણો પર એટલી અસર નહીં થાય, પરંતુ તે ચેપના ફેલાવાને અટકાવી શકે છે.