Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : The dream of becoming a doctor came true! Raging Takes Innocent Lives: Why Make Children Mentally Strong?

VIDEO: ડોક્ટર બનવાનું સપનું રોળાયું! રેગિંગે લીધો માસૂમનો જીવ: બાળકોને માનસિક રીતે મજબૂત કેમ બનાવવા?

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સૂરતની સિવિલ હોસ્પિટલમાંથી આવેલી એક ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. અરવલ્લીના રહેવાસી 30 વર્ષીય હોનહાર રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે તેમની સાથે સિનિયર ડોક્ટરો દ્વારા અતિશય રેગિંગ કરવામાં આવી રહ્યું હતું. મામલો ગંભીર બનતા એન્ટી-રેગિંગ ટીમની પૂછપરછ બાદ 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ ઘટનાએ દરેક માતા-પિતાના મનમાં એક ગંભીર ડર અને સવાલ છોડી દીધો છે, આખરે આટલી નાની ઉંમરમાં આપણા બાળકો આટલા લાચાર કેમ અનુભવવા લાગે છે? એવું તો શું કરીએ કે આવી કરૂણ ઘટના ક્યારેય ન બને?

App Store

એક માતા-પિતા તરીકે, આપણે આપણા બાળકોને અભ્યાસ, કરિયર અને સફળતા માટે તો તૈયાર કરીએ છીએ, પરંતુ શું આપણે તેમને જિંદગીની મુશ્કેલીઓ અને માનસિક દબાણ સામે લડતા શીખવી રહ્યા છીએ? અહીં જાણો કે બાળકોને માનસિક રીતે મજબૂત અને માનસિક રીતે સક્ષમ બનાવવા માટે પેરન્ટિંગમાં કયા ફેરફારો જરૂરી છે.

બાળકોનો માનસિક ઉછેર કેવી રીતે કરવો

ઘરને તેમનું ‘સેફ સ્પેસ’ (Safe Space) બનાવો: બાળક જ્યારે બહાર કોઈ સતામણી, રેગિંગ કે તણાવનો સામનો કરે છે, ત્યારે તેને સૌથી પહેલા એક એવી જગ્યાની જરૂર હોય છે જ્યાં તે કોઈ પણ ડર વગર પોતાના દિલની વાત કહી શકે. બાળકોને નાનપણથી જ એવો વિશ્વાસ અપાવો કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, તેમનો પરિવાર હંમેશાં તેમની સાથે ઊભો છે.

‘ના’ કહેતા અને અવાજ ઉઠાવતા શીખવો: ઘણીવાર બાળકો સિનિયર્સ કે દબાણ લાવનારા લોકોનો અત્યાચાર માત્ર એટલા માટે સહન કરતા રહે છે કારણ કે તેમને લાગે છે કે વિરોધ કરવાથી તેમનું કરિયર ખરાબ થઈ જશે. બાળકોને શીખવો કે અન્યાય સહન કરવો એ કોઈ સહનશીલતા નથી. તેમને કોઈપણ ખોટી બાબત સામે અવાજ ઉઠાવતા અને ડર્યા વગર ‘ના’ કહેતા શીખવો.

સફળતા કરતાં ‘રેઝિલિયન્સ’ (મુશ્કેલીઓમાંથી બહાર આવવાની ક્ષમતા) પર ભાર આપો: બાળકોને એ સમજાવવું ખૂબ જરૂરી છે કે કોઈ પણ અભ્યાસ, નોકરી કે ડિગ્રી તેમના જીવનથી મોટી નથી. તેમને મુશ્કેલ સમયમાંથી બહાર આવતા શીખવો, જેથી તેઓ વિપરીત પરિસ્થિતિઓમાં માનસિક રીતે તૂટી ન પડે.

મેન્ટલ હેલ્થ (માનસિક સ્વાસ્થ્ય) પર ખુલ્લીને વાત કરો: શારીરિક બીમારીની જેમ માનસિક તણાવ પણ એક સામાન્ય સમસ્યા છે. બાળકોને શીખવો કે મદદ માગવી એ નબળાઈ નથી પરંતુ સમજદારી છે. જો તેઓ તણાવ કે એકલતામાંથી પસાર થઈ રહ્યા હોય, તો કાઉન્સેલર, મિત્ર કે માતા-પિતાની મદદ લેવામાં ખચકાય નહીં.

ઓવર-પ્રોટેક્ટિવ ન બનો, તેમને જાતે નિર્ણયો લેવા દો: ઘણીવાર માતા-પિતા બાળકોની દરેક નાની-મોટી મુશ્કેલી જાતે ઉકેલી દે છે. તેનાથી બાળકો મોટા થઈને અચાનક આવેલી મુશ્કેલીઓ ઝીલી શકતા નથી. તેમને નાનપણથી જ નાની-નાની પડકારોનો સામનો જાતે કરવા દો, જેથી તેમનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય.

દરેક પેરન્ટ માટે આ ઘટના એક ચેતવણી છે. કાનૂની કાર્યવાહી અને એન્ટી-રેગિંગ કાયદા પોતાની જગ્યાએ છે, પરંતુ એક સમાજ અને માતા-પિતા તરીકે આપણી જવાબદારી છે કે આપણે આપણા બાળકોને માત્ર સફળ ન બનાવીએ, પરંતુ તેમને માનસિક રીતે એટલા મજબૂત બનાવીએ કે તેઓ દરેક મુશ્કેલીનો સામનો હિંમતપૂર્વક કરી શકે. યાદ રાખો, કોઈ પણ કરિયર કે અભ્યાસ તમારા બાળકના જીવનથી મોટો હોઈ શકે નહીં.

ટોપિક્સ:GSTV NewsGujarati News