Relationship Tips : સમાજમાં માન-સન્માન જોઈએ છે? તો આજે જ છોડી દો આ 5 ખરાબ આદતો

ઓફિસ હોય કે મિત્રોનું ગ્રુપ તેમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક એવા લોકો જેના વિના કોઈને ચાલતું નથી અને તેની આસપાસ સતત લોકો રહેવાનું પસંદ કરે છે. અને બીજા એવા જેને લોકો જતા કરે છે. તમે પણ એવા લોકો જોયા હશે જેની સાથે ગ્રુપના અન્ય લોકોનું વર્તન બરાબર ન લાગે. જેની સાથે આવું વર્તન થતું હોય તેને જોઈને દયા આવે પરંતુ હકીકતમાં તે વ્યક્તિની જ 5 ભૂલના કારણે તેની કિંમત ઓછી થઈ જાય છે.
લોકો તરફથી માન-સન્માન માંગવાથી કે ઊંચા હોદાથી નથી મળતું પરંતુ વ્યક્તિનું વર્તન કેવું છે તેના આધારે મળતું હોય છે. આજે તમને વ્યક્તિની 5 ખરાબ આદતો વિશે જણાવશું. આ 5 આદતો એવી હોય છે જે લોકો વચ્ચે તમારું માન ઘટાડી શકે છે. જો તમારે પોતાનું માન જાળવવું હોય તો આ 5 ખરાબ આદતોથી બચીને રહેવું.
માંગ્યા વિના સલાહ આપવી
ઓફિસ હોય કે મિત્રોનું ગ્રુપ એવી વ્યક્તિ કોઈને પસંદ નથી જે માંગ્યા વિના બધાને સલાહ સુચન આપે. જે વ્યક્તિ સતત સલાહ સૂચન આપતી હોય તે પોતાની જાતને બીજા કરતા વધારે મહત્વની ગણતી હોય છે. તેથી વધારે પડતી સલાહ સૂચન આપવાની આદત હોય તો તેને બદલી દો. નહીં તો આ આદત તમારી જ વેલ્યુ ઘટાડી નાખશે.
સતત અવેલેબલ રહેવું
ઓફિસ હોય કે મિત્રો કોઈ માટે સતત અવેલેબલ રહો તો તમારી વેલ્યુ ન રહે. જ્યારે તમે દરેક કામ માટે સતત ઉપલબ્ધ રહો છો તો લોકો તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગે છે.. એક સમય સુધી તમને એવું લાગશે કે તમે મહત્વના વ્યક્તિ છો પરંતુ હકીકતમાં તમે સતત અવેલેબલ રહીને પોતાનું મહત્વ ઘટાડો છો. આવા કેસમાં મોટાભાગે સતત અવેલેબલ રહેતા વ્યક્તિનો ઉપયોગ થતો હોય છે.
પોતાની જાતને બીજાથી નબળી ગણવી
અલગ અલગ કારણોને લીધે લોકો પોતાની જાતને બીજાથી નબળી ગણે છે. જ્યારે તમે પોતાની જાતને બીજાથી નબળી આંખવા લાગો તો પછી તમારું મહત્વ ઘટવા લાગે છે. જો તમે આર્થિક રીતે પણ કોઈથી નબળા હોય તો તેના માટે તમારે ખરાબ ફીલ કરવાની જરૂર નથી.
ગોસીપ કરવાની ટેવ
જો તમને લોકોની પીઠ પાછળ તેની બુરાઈ કરવાની આદત છે એટલે કે ગોસીપ કરવાની આદત છે તો આ આદતના કારણે પણ તમારું મહત્વ ઘટી જશે. અહીંયા ની વાત ત્યાં કરવાની આદત ધરાવતા લોકો હંમેશા મજાકનું પાત્ર બની જાય છે. આવા લોકોની વાત પર કોઈ વિશ્વાસ પણ કરતું નથી અને તેને મહત્વ પણ આપતું નથી.
પોતાની વાતથી ફરી જવું
ઘણા લોકોને એવી ટેવ હોય છે કે પોતે કહેલી વાત પરથી ફરી જાય. જો તમે કોઈને મળવાનું વચન આપ્યું હોય અને પછી તમે મળવા ન જાવ તો બીજી વખત તે વ્યક્તિ તમારો વિશ્વાસ કરશે નહીં. અને સાથે જ તમારી કહેલી વાતનું મહત્વ પણ રહેશે નહીં. પોતાની જ કહેલી વાત પરથી ફરી જતી વ્યક્તિ નું મહત્વ ધીરે ધીરે ઘટવા લાગે છે.

