Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Keep these 5 things in mind for a long-term relationship

Relationship Tips: માત્ર પ્રેમ પૂરતો નથી! લોન્ગટર્મ રિલેશનશિપ માટે રાખો આ 5 બાબતોનું ધ્યાન

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Relationship Tips: માત્ર પ્રેમ પૂરતો નથી! લોન્ગટર્મ રિલેશનશિપ માટે રાખો આ 5 બાબતોનું ધ્યાન
સોર્સ : GSTV

સંબંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે માત્ર પ્રેમ પૂરતો નથી. તમારે એકબીજાને સમય આપવો, સમજવું, માન આપવું અને ભરોસો કરવો પણ એટલું જ જરૂરી છે. નાની-નાની ભૂલો, જેના પર આપણે ધ્યાન નથી આપતા, તે જ મોટા ઝઘડા અને અંતરનું કારણ બની જાય છે. જો તમે ખરેખર ઈચ્છતા હોવ કે તમારો સંબંધ હંમેશા મજબૂત અને ખુશહાલ રહે, તો આ આદતોથી દૂર રહેવું એ જ સૌથી યોગ્ય પગલું હશે.

App Store

સંબંધ મજબૂત કરવાના ઉપાયો

પ્રેમ જીવનનો સૌથી સુંદર અહેસાસ છે, પરંતુ માત્ર પ્રેમના જોરે સંબંધ લાંબા સમય સુધી ટકી શકતો નથી. કોઈપણ રિલેશનશિપને ચલાવવા માટે ભરોસો, સમજણ અને એકબીજા માટે આદર જરૂરી છે. ઘણા કપલ્સ શરૂઆતમાં તો એકબીજા પર જીવ ન્યોછાવર કરે છે, પરંતુ ધીમે-ધીમે કેટલીક નાની ભૂલો સંબંધને નબળો પાડી દે છે. ઘણીવાર આપણે જાણતા-અજાણતા એવી આદતો અપનાવી લઈએ છીએ જે પાર્ટનરને દુઃખ પહોંચાડે છે. પછી તે જ નાની વાતો ધીરે ધીરે સંબંધમાં તિરાડ પાડવા લાગે છે. જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો સંબંધ તૂટવા સુધીની નોબત આવી જાય છે. જો તમે તમારા સંબંધને મજબૂત અને લાંબા સમય સુધી ટકાવી રાખવા માંગતા હોવ તો આ આદતોથી બચવું ખૂબ જ જરૂરી છે.

વાતચીતનો અભાવ

સંબંધોમાં વાતચીત સૌથી મોટો આધાર હોય છે. જો તમે તમારી લાગણીઓ, મુશ્કેલીઓ કે નાની-નાની ખુશીઓ પણ પાર્ટનર સાથે શેર નથી કરતા, તો ધીમે-ધીમે ગેરસમજણો વધવા લાગે છે. જ્યારે વાતો ખુલીને નથી થતી, ત્યારે મનમાં સવાલો અને શંકા પેદા થાય છે. આ બાબત સંબંધને નબળો પાડે છે. તેથી, ભલે શેડ્યૂલ ગમે તેટલું વ્યસ્ત હોય, પાર્ટનર સાથે વાતચીત ચોક્કસ કરો.

એકબીજાને સમય ન આપવો

કોઈપણ રિલેશનશિપને મજબૂત બનાવવા માટે 'ક્વોલિટી ટાઈમ' વિતાવવો ખૂબ જ જરૂરી છે. જો તમે હંમેશા કામમાં વ્યસ્ત રહો છો અને પાર્ટનરને ઈગ્નોર કરો છો, તો ધીમે-ધીમે સંબંધમાં અંતર આવવું નક્કી છે. સંબંધને સમય આપવાનો અર્થ માત્ર સાથે બેસવું જ નથી, પરંતુ દિલથી કનેક્ટ થવું પણ છે.

નાની વાતો પર મેણાં મારવા

જો તમે વારંવાર મેણાં મારો છો અથવા નાની વાતો પર ગુસ્સો કાઢો છો, તો આ સંબંધ બગાડવાની સૌથી મોટી આદત છે. પાર્ટનરને એવું અનુભવાવું જોઈએ કે તે તમારા માટે ખાસ છે, નહીં કે હંમેશા ભૂલો શોધનારો માણસ. દરેક નાની વાત પર ટોકા-ટાકી સંબંધમાં કડવાશ લાવે છે.

ભરોસાની કમી

પ્રેમનો સાચો સહારો ભરોસો જ છે. જો સંબંધમાં વિશ્વાસ ન હોય તો સંબંધ ટકી શકતો નથી. વારંવાર શંકા કરવી, મોબાઈલ ચેક કરવો કે બિનજરૂરી સવાલો પૂછવા પાર્ટનરને ખૂબ જ પરેશાન કરે છે. જો એકવાર ભરોસો તૂટી જાય, તો સંબંધને ફરીથી સાચવવો મુશ્કેલ બની જાય છે.

આદર ન કરવો

સંબંધમાં માત્ર પ્રેમ જ પૂરતો નથી, આદર પણ એટલો જ જરૂરી છે. જો તમે તમારા પાર્ટનરના મંતવ્યો, લાગણીઓ અને જરૂરિયાતોની કદર નથી કરતા, તો તેને લાગશે કે તેની કોઈ કિંમત નથી. આ જ કારણ છે કે ઘણા સંબંધો ધીમે-ધીમે ફિક્કા પડી જાય છે. પાર્ટનરની ઈજ્જત કરવી સંબંધને વધુ ઊંડો બનાવે છે.

ટોપિક્સ:relationship tipsgstv news