Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Parenting Tips: Child can't eat without phone? Kick the mobile habit with these 4 easy ways

VIDEO: Parenting Tips: ફોન વગર બાળક જમતું નથી? આ 4 સરળ રીતોથી છોડાવો મોબાઈલની આદત

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજના સમયમાં 1-2 વર્ષના બાળકોને પણ મોબાઈલ કે ટીવીમાં કાર્ટૂન જોવાની લત લાગી જતી હોય છે. સ્થિતિ ત્યાં સુધી પહોંચી જાય છે કે બાળક મોબાઈલ કે ટીવી જોયા વગર ખાવાનો એક કોળિયો પણ મોંમાં નથી મૂકતું. સ્ક્રીન બતાવીને બાળકને આખું જમવાનું ખવડાવી દેવું માતા-પિતા માટે સરળ જરૂર છે, પણ આ આદત બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. સ્ક્રીનની લતથી માત્ર બાળકની આંખો પર જ માઠી અસર નથી પડતી, પરંતુ તેના માનસિક વિકાસ પર પણ ઊંડો પ્રભાવ પડે છે.

App Store

આપણે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે મોબાઈલ ન આપવા પર બાળકે ગુસ્સો કર્યો અથવા સ્ક્રીન ન મળતા બાળક જોર-જોરથી રડવા લાગ્યું. આ બધી ઘટનાઓ આપણને ચેતવે છે કે બાળકની આ લતને વહેલી તકે છોડાવવી જોઈએ.

એક ૩ વર્ષની બાળકીને મોબાઈલ-ટીવીમાં કાર્ટૂન જોવાની ટેવ પડી ગઈ હતી. પરિસ્થિતિ એ હતી કે મોબાઈલ ચાલુ હોય તો જ તે જમતી હતી, પણ મેં 4 ખાસ ઉપાયો અપનાવીને તેની આ આદત સંપૂર્ણપણે છોડાવી દીધી. હવે તે સ્ક્રીન વગર આરામથી જમી લે છે અને આખા દિવસમાં માત્ર અડધો કલાક જ ટીવી જુએ છે. તે મોબાઈલ માટે જરાય જિદ્દ નથી કરતી. જાણો દરેક માતા-પિતાએ કયા ઉપાયો અપનાવવા જોઈએ.

સ્ક્રીનની લત છોડાવવાના 4 સફળ ઉપાયો

બાળકની સ્ક્રીનની લત છોડાવવા માટે સૌથી પહેલા તો માતા-પિતાએ ધીરજ (Patience) રાખવી પડશે. જો તમે બંને વર્કિંગ હોવ અને ઘરના અન્ય સભ્યો કે કેરટેકર પાસે બાળકને મૂકીને જતા હોવ, તો તેને પણ આ નિયમો વિશે સમજાવો. આનાથી બાળક અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશે અને સ્ક્રીનથી દૂર રહેવું સરળ બનશે.

1. કલર, સ્લાઈમ અને ક્લે જેવી ક્રિએટિવ વસ્તુઓ આપો

જો તમે એવું વિચારશો કે બાળક શાંતિથી એક જગ્યાએ બેસી રહે અને ઘર એકદમ સાફ-સુથરું રહે, તો બાળક તેનું બાળપણ માણી શકશે નહીં અને કંટાળીને મોબાઈલ જ માગશે. તમારા સંતાનને કલર, માટી અને સ્લાઈમ જેવી સર્જનાત્મક વસ્તુઓ રમવા માટે આપો. આ વસ્તુઓમાં બાળકો કલાકો સુધી મગ્ન રહે છે. જો તમારી પાસે સમય હોય, તો તમે પણ તેમની સાથે બેસીને નવી નવી વસ્તુઓ બનાવીને બતાવો.

2. જમાવતી વખતે વાર્તાઓ સંભળાવો

પહેલાના સમયમાં બાળકો રાત્રે સૂતી વખતે દાદી-નાની પાસેથી વાર્તાઓ સાંભળતા હતા, પણ હવે તમારે આ ટેવ બાળકને જમાવતી વખતે પાડવી પડશે. તમારા સંતાનને બાળપણની વાતો, જંગલ, સિંહ, સસલા કે પૌરાણિક પાત્રોની વાર્તાઓ સંભળાવો છું. તે રસપૂર્વક વાર્તા સાંભળે છે અને વાર્તા-વાર્તામાં જમવાનું પૂરું કરી લે છે. આ સાથે જ તેની પ્લેટને થોડી કલરફુલ અને રસપ્રદ બનાવો—જેમ કે દાળ-ભાત, રોટલી, શાક સાથે થોડું સલાડ પણ મૂકો. વિવિધ રંગો જોઈને બાળક જાતે ખાવાની ઈચ્છા બતાવે છે.

3. આઉટડોર એક્ટિવિટીઝ (બહારની રમતો) પર ધ્યાન આપો

તમારા સંતાનને આઉટડોર એક્ટિવિટીઝ વધારી દો.  તેને સ્વિમિંગ કરાવવું જોઈએ, ક્યારેક બોલથી રમાડવા જોઈએ અને સાંજે નિયમિત અડધો કલાક સાયકલિંગ કરાવવું જોઈએ. ઘરમાં પુરાઈ રહેવાથી બાળકો બોર થઈ જાય છે, જ્યારે બહાર જવાથી તેમનો મૂડ સુધરે છે. બાળકને સ્ક્રીનથી દૂર રાખવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે.

4. મગજનો ઉપયોગ થાય તેવી પઝલ અને બ્રેઈન ગેમ્સ આપો

બાળકને બ્લોક્સ, આલ્ફાબેટ અને નંબર્સ ગોઠવવાની બ્રેઈન ગેમ્સ આપો. શરૂઆતમાં માતા-પિતા બેસીને રમત રમો, જ્યારે તે શીખી જાય પછી જાતે જ રમવા લાગશે અને તેને એમાં મજા આવવા લાગશે.

સૌથી મહત્વની વાત

આ બધા ઉપાયો સિવાય એક ખાસ બાબત એ છે કે બાળકની સામે મોબાઈલ ન વાપરો. ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ ફોનનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે તમારૂ બાળક મોબાઇલ જોવાની આદત છોડી દેશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News