Parenting Tips: બાળક આખો દિવસ મોબાઇલમાં રહે છે વ્યસ્ત? તો આ ટિપ્સ કરો ફોલો

આજનાં આ ડિજિટલ યુગમાં દરેક લોકોની પાસે સ્માર્ટફોન હોય છે. સ્માર્ટફોનની લત નાના બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોને હોય છે. દિવસનો અડધા ઉપરનો સમય લોકો પોતાનાં મોબાઇલમાં કાઢતા હોય છે. જો કે આ વિશે લિમિટનો કોઇ અંદાજો આવતો નથી. આમ, વાત કરવામાં આવે તો અનેક બાળકો અડધો દિવસ ફોનમાં વ્યસ્ત રહેતા હોય છે. સ્ક્રીન ટાઇમ બાળકો માટે વધારે ખતરનાક સાબિત થઇ શકે છે. આ શારીરિક અને માનસિક એમ બન્ને રીતે નુકસાન કરી શકે છે. જો કે અનેક પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે બાળકનો સ્ક્રીન ટાઇમ બહુ વધારે છે. આમ તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો તો આ ટિપ્સ ફોલો કરો.
સૌથી પહેલાં તમે બાળકોની ફોનની લિમિટ સેટ કરો. આમ, તમને જણાવી દઇએ કે બાળકોનો વધારેમાં વધારે સ્ક્રીન ટાઇમ 2 કલાકનો હોવો જોઇએ. આ સમયે ફોન, ટીવી, ટેબ બધું મળીને થાય છે. તમે બાળકોનાં હાથમાંથી અચાનક ફોન છીનવી લો છો તો એ જિદ્દી થઇ જાય છે અને આ આદત છૂટતી નથી. આ બાળક પર નકારાત્મક અસર પાડે છે. આ માટે તમે લિમિટ સેટ કરો અને બાળકને સમજાવો. લિમિટ સેટ કરવાથી બાળક આપોઆપ સમજી જશે અને જિદ્દી પણ નહીં થાય.
નાના બાળકો માટે તમે રોલ મોડલ બનો. નાના બાળકોને પેરેન્ટ્સ સાથે વધારે લાગણી હોય છે. આ માટે તમે જેવું વર્તન કરો છો એવું વર્તન તમારું બાળક કરે છે. આ માટે તમે બાળકોની સાથે રમત રમો અને સ્ક્રીન ટાઇમ ઓછો કરો. આમ, તમે બાળકો માટે રોલ મોડલ બનો છો તો તમને ફાયદો થઇ શકે છે.
ઘણાં પેરેન્ટ્સ બાળકોને ફોનની લાલચ આપતા હોય છે, પરંતુ આ તમને ભારે પડી શકે છે. તમારી આ આદત બાળકોને વધારે નુકસાન કરી શકે છે. આ માટે ક્યારેય બાળકોને લાલચ આપશો નહીં. તમે બાળકોને સમય આપતા શીખો.
પેરેન્ટ્સ બાળકોને બીજી ફિઝિકલ એક્ટિવિટી જેમ કે આઉટડોર ગેમ્સ, પેઇન્ટિંગ, ક્રાફ્ટ, સ્કેટિંગ અને સ્વિમિંગમાં તમે પાર્ટિસિપેટ કરાવી શકો છો. આમ કરવાથી ફિઝિકલ હેલ્થ સારી રહે છે અને બાળકો પણ ફિટ રહે છે.

