Parenting Tips: વધુ પડતા વખાણથી બગડશે બાળક, માતા-પિતા ક્યારેય ના કરો આવી ભૂલ

દરેક માતા-પિતા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. કેટલાક માતા-પિતા તો પોતાના બાળકોને એટલો પ્રેમ કરે છે કે તેમના વખાણ કરતા થાકતા નથી. વખાણ કરવાથી બાળકમાં ઉત્સાહ વધે છે પરંતુ કેટલીક બાબતોમાં વખાણ બાળકને બગાડી પણ શકે છે. દરેક વખતે જ્યારે માતા-પિતા પોતાના બાળકોના બધાની સામે વખાણ કરતા રહે છે, ત્યારે તેઓ ઓવર કોન્ફિડન્ટ થઈને કંઈપણ કરવા લાગે છે. એટલા માટે બાળકોની સામે તેમના વખાણ કરતા પહેલા પેરેન્ટ્સે થોડું ધ્યાન રાખવું જોઈએ. આનો અર્થ એ નથી કે તમારે બાળકોના વખાણ બિલકુલ ન કરવા જોઈએ, પરંતુ આ દરમિયાન તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ...
બીજાની સામે સારું ન બોલો
પેરેન્ટ્સ બાળકોને મિત્રો, સંબંધીઓની સામે ખૂબ સારા, ખૂબ હોશિયાર અને પ્રમાણિક કહેવા લાગે છે. પરંતુ બાળકોમાં આ વસ્તુઓ સમય અને ઉંમરની સાથે બદલાતી રહે છે, એટલા માટે આ વસ્તુઓના વખાણ તમે બાળકોની સામે ન કરો. જ્યારે બાળકોને કોઈ વસ્તુમાં પરફેક્ટ અથવા ખૂબ જ સારા કહો છો ત્યારે તેમનામાં ઓવર કોન્ફિડન્સ આવી જાય છે તેમને લાગે છે કે જો તેઓ થોડી ગડબડ પણ કરી દેશે તો કોઈ માનશે નહીં.
સરખામણી
ક્યારેય બાળકોની સામે કોઈ અન્ય બાળકની સાથે સરખામણી કરીને વખાણ ન કરવા જોઈએ. આવા વખાણની બાળકોના મગજ પર નેગેટિવ અસર પડે છે.
કામના વખાણ કરો
બાળકોના એવી રીતે વખાણ કરો કે તેમનો કોન્ફિડન્સ પણ વધે અને તેઓ ઓવર કોન્ફિડન્ટ પણ ન થાય. આવી સ્થિતિમાં તમારે હંમેશા તેમના કામના જ વખાણ કરવા જોઈએ, ઉદાહરણ તરીકે, જો તમારા બાળકે ઘરની સફાઈ કરી છે, તો તેના વારંવાર વખાણ કરવાને બદલે તમે એ કહો કે તેણે સારી રીતે સફાઈ કરી છે, આ જ સાફ કરવાની યોગ્ય રીત છે.
ખોટા વખાણ
કેટલાક પેરેન્ટ્સ બાળકોને બીજાની સામે સારા દેખાડવા માટે તેમના ખોટા વખાણ કરી દે છે. પરંતુ આ આદત બાળકની સ્કિલ ડેવલપમેન્ટ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેના કારણે બાળકોની અંદર કોઈપણ વસ્તુને શીખવાની અને સમજવાની ખેવના ઓછી થઈ જાય છે.
આવા કામના વખાણ કરો
બાળકો કેટલીક વસ્તુઓ કરીને શીખે છે અને કેટલીક તેઓ જાતે જ શીખી જાય છે. આવી સ્થિતિમાં તમે તેમના ફક્ત તે જ વાતના વખાણ કરો જે તેમણે પોતે કર્યું હોય. એવા કામ માટે બાળકોના વખાણ બિલકુલ ન કરો કે જે તેમણે બીજાની મદદથી કર્યું હોય.

