Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Doesn't your child believe a single thing you say?

Parenting Tips: શું તમારૂં બાળક પણ તમારી એક પણ વાત નથી માનતું? તો માતા-પિતાએ આ વાતનું રાખવું જોઈએ ખાસ ધ્યાન 

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Parenting Tips: શું તમારૂં બાળક પણ તમારી એક પણ વાત નથી માનતું? તો માતા-પિતાએ આ વાતનું રાખવું જોઈએ ખાસ ધ્યાન 
સોર્સ : gstv

કોઈપણ બાળક આજ્ઞાકારી હોતું નથી. તે પોતાની વાત મનાવવા માટે જિદ્દ કરે જ છે. બાળક તમારી દરેક વાત માને આ માટે માતાપિતાએ જ કેટલાક જરૂરી પગલા ભરવા જોઈએ. માતાપિતા જો બાળકને યોગ્ય ઉંમરથી શિસ્ત શીખવાડે તો બાળક સમજદાર બને છે અને વાત પણ માને છે. આજે તમને એવી 5 ટીપ્સ વિશે જણાવશું, જેને અપનાવશો તો બાળક તમારી સાથે સારો વ્યવહાર કરશે અને વાત પણ માનશે.

App Store

બાળકો મોટાભાગે એ વસ્તુઓ ઝડપથી શીખે છે જે તેની નજરની સામે થતી હોય. બાળક નકલ ઝડપથી કરવા લાગે છે. તેથી બાળકને સંસ્કારી બનાવવું હોય તો તેની સામે તમારા વર્તનનું પણ ધ્યાન રાખો અને તેની તેની નાની-નાની ભુલને પણ સુધારો.

રોક-ટોક ન કરો

બાળકોના મનમાં અનેક પ્રશ્નો હોય છે. જો બાળક તમને પ્રશ્નો પૂછે કે કંઈક જાણવા માંગે તો તેને રોકવા કે ટોકવા નહીં. જો બાળક ભૂલ કરે તો તેને રોકો બાકી કારણ વિના રોક ટોક કરવી નહીં. દરેક વાતમાં બાળકને ટોકશો તો તે વધારે જિદ્દી થશે.

ખરાબ શબ્દો ન બોલો

બાળક તમારી વાત ન માને તો તેની સામે ખરાબ શબ્દો બોલી તેની સામે ખીજાવું નહીં. તમારું ક્રોધિત વર્તન તેના મન પર ખરાબ અસર કરી શકે છે. તેથી બાળકની સામે ગુસ્સા પર કાબુ રાખો.

મારવાને બદલે પ્રેમથી સમજાવો

બાળકને તેની ભૂલ પર મારવા કે ખીજાવાને બદલે પ્રેમથી સમજાવો. તેનાથી બાળક પોતાની ભૂલ વિશે ઝડપથી સમજશે અને તમારી વાત તેના મનમાં કાયમ માટે રહેશે.

ખરાબ શબ્દો ન બોલો

બાળક તમારી વાત ન માને તો તેની સામે ખરાબ શબ્દો બોલી તેની સામે ખીજાવું નહીં. તમારું આવું વર્તન તેના મન પર ખરાબ અસર કરી શકે છે. તેથી બાળકની સામે ગુસ્સા પર કાબુ રાખો.

મારવાને બદલે પ્રેમથી સમજાવો

બાળકને તેની ભૂલ પર મારવા કે ખીજાવાને બદલે પ્રેમથી સમજાવો. તેનાથી બાળક પોતાની ભૂલ વિશે ઝડપથી સમજશે અને તમારી વાત તેના મનમાં કાયમ માટે રહેશે.