Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Are you really a completely confident person? Do your own testing with these 5 things!

શું તમે ખરેખર સંપૂર્ણપણે આત્મવિશ્વાસથી ભરેલા વ્યક્તિ છો? આ 5 વાતોથી કરો પોતાની જાતનું ટેસ્ટિંગ!

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
શું તમે ખરેખર સંપૂર્ણપણે આત્મવિશ્વાસથી ભરેલા વ્યક્તિ છો? આ 5 વાતોથી કરો પોતાની જાતનું ટેસ્ટિંગ!
સોર્સ : gstv

આત્મવિશ્વાસની વાત આવે ત્યારે આપણા મનમાં એક એવી વ્યક્તિની છબી ઊભી થાય છે જે હંમેશાં બધાની સામે ખુલ્લીને બોલે છે. જોકે એ જરૂરી નથી કે તે વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર જ હોય. ખરેખર આત્મવિશ્વાસનો અર્થ એ નથી હોતો કે તમે ગમે ત્યારે કોઈની પણ સામે સટાકથી બોલી લો છો. આ સિવાય પણ એવી ઘણી બાબતો છે જે દર્શાવે છે કે તમે એક આત્મવિશ્વાસી વ્યક્તિ છો. અહીં જાણો તમે કેવી રીતે ઓળખી શકો કે તમે સંપૂર્ણપણે કોન્ફિડન્ટ વ્યક્તિ છો કે નહીં.

App Store

આત્મવિશ્વાસ એક માનસિક સ્થિતિ છે જે માણસનું માનસિક રીતે મજબૂત હોવું દર્શાવે છે. એનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિને પોતાની મર્યાદાઓની સાથે પોતાની તાકાત વિશે પણ ખબર હોય છે. તેઓ પડકારોનો સામનો કરી શકે છે.અહીં જાણો એવી 5 બાબતો વિશે જે જણાવશે કે તમે કોન્ફિડન્ટ છો કે નહીં.

નિર્ણય લેવાની ક્ષમતા કેવી છે?

જો તમે એવા લોકોમાંથી એક છો જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિર્ણય લેવામાં સક્ષમ રહે છે. તમને ભલે ક્યારેક નિર્ણયો લેતી વખતે ડર અનુભવાય અને તમે બીજાની સલાહ પણ લેતા હોવ, પરંતુ બીજાની વાતો પર વિશ્વાસ કરીને અભિપ્રાય બાંધવાને બદલે તમે તમારા અંતરાત્મા (intuition) પર ભરોસો કરો છો અને નિર્ણય લો છો. આની સાથે જ પોતાના નિર્ણયોની જવાબદારી લેવાની પણ હિંમત રાખો છો.

બીજાના અભિપ્રાયથી ડરતા નથી

આત્મવિશ્વાસની આ પણ એક ઓળખ છે કે તમને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કોઈ તમને પસંદ કરે છે કે નહીં. તમે એટલા માટે તમારું વ્યક્તિત્વ નથી બદલતા કે જેથી કોઈ બીજું તમને સ્વીકારે. જોકે અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે એક બારીક રેખા હોય છે. આનો સીધો અર્થ એ છે કે કોઈની ટીકાથી તમે ભાંગી પડતા નથી.

ના કહેતા ડરતા નથી

જો તમને તમારી મર્યાદાઓ નક્કી કરવામાં ડર નથી લાગતો તો તમે એક કોન્ફિડન્ટ વ્યક્તિ છો. ખરેખર કેટલાક લોકો એવા હોય છે જે ક્યારેય કોઈ કામ માટે ના પાડી શકતા નથી. જો તમે ના પાડી પણ દો છો તો ગિલ્ટ (અપરાધભાવ)માં રહો છો. એ ખૂબ જરૂરી છે કે જ્યારે તમારી પાસે સમય ન હોય અથવા લોકો વારંવાર તમારી પાસે નાના-મોટા કામ લઈને આવી જતા હોય, ત્યારે તમને સહજતા અને શાંતિથી 'ના' કહેતા આવડવું જોઈએ.

સાચી રીતે પોતાના તથ્યો રજૂ કરવા

કોન્ફિડન્ટ હોવાનો અર્થ એ નથી કે તમે બધાની સામે કેટલું બોલી લો છો. આનો સીધો સંબંધ એ વાત સાથે છે કે તમે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કેવી રીતે શાંત રહીને ફેક્ટ્સ (તથ્યો) સાથે પોતાની વાત રજૂ કરી શકો છો. આ પ્રકારનો આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે જ્યારે તમને તમારા કામ વિશે સાચી માહિતી હોય.

બીજા સાથે પોતાની સરખામણી નથી કરતા

કોન્ફિડન્ટ વ્યક્તિની એક ઓળખ એ પણ છે કે તે પોતાની સરખામણી બીજા સાથે નથી કરતા, જેમ કે કોઈ તસવીરોમાં કેટલું સરસ લાગે છે, કોઈની લાઈફસ્ટાઈલ કેટલી લક્ઝુરિયસ છે. આ વાતને લઈને તમે ક્યારેય લઘુતાગ્રંથિ અનુભવતા નથી. આ રીતે કોન્ફિડન્ટ વ્યક્તિ એક પ્રકારે માનસિક રીતે ખૂબ મજબૂત હોય છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News