Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Adopt these smart tips before a rift occurs in your relationship.

Relationship Tips: જીવનસાથી બહુ જિદ્દી છે? સંબંધોમાં તિરાડ પડે તે પહેલાં અપનાવો આ સ્માર્ટ ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
Relationship Tips: જીવનસાથી બહુ જિદ્દી છે? સંબંધોમાં તિરાડ પડે તે પહેલાં અપનાવો આ સ્માર્ટ ટિપ્સ
સોર્સ : gstv

સમય હંમેશા એકસરખો નથી હોતો. જીવનના ઉતાર-ચઢાવ અને રોજિંદી જવાબદારીઓ વચ્ચે ઘણીવાર એવો સમય આવે છે જ્યારે વૈચારિક મતભેદો સર્જાય. આવા સમયે જો સંબંધમાં સમજદારીનો અભાવ હોય, તો નાની-નાની વાતો પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. સહનશીલતા એ નબળાઈ નથી, પરંતુ સંબંધને બચાવવાની સર્વોચ્ચ શક્તિ છે. જ્યારે એક વ્યક્તિ ક્રોધમાં હોય ત્યારે બીજી વ્યક્તિની શાંતિ અને ધીરજ આખા ઘરને વિખેર થતાં બચાવી લે છે. પરંતુ, જો આ બંને પાયા નબળા પડે, તો સંબંધોમાં તિરાડ પડતાં વાર નથી લાગતી.

App Store

જિદ્દી અને ગુસ્સાવાળા વ્યક્તિ સાથે વર્તન કરવામાં જો થોડું ધ્યાન રાખી લેવામાં આવે તો વ્યક્તિનો સ્વભાવ સુધરી પણ શકે છે. કેટલીક એવી ટીપ્સ વિશે જણાવશું જે આ કામમાં મદદ કરી શકે છે. જો તમારા જીવનસાથીનો સ્વભાવ પણ અત્યંત ક્રોધી અને જિદ્દી હોય તો તેની સાથે વર્તન કરતી વખતે આ 4 વાતોનું ધ્યાન રાખો. આ 4 નિયમ અપનાવી લેશો તો પાર્ટનર આપોઆપ શાંત થઈ જશે અને તેનો સ્વભાવ પણ સુધારી લેશે. 

જિદ્દી અને ક્રોધિત પાર્ટનરને હેન્ડલ કરવાની રીત 

સૌથી પહેલા શાંતિથી વાત કરો 

સૌથી પહેલા તો પોતાના જીવનસાથી સાથે તેના વર્તન અને વ્યવહાર અંગે વાત કરો. નાની મોટી વાતમાં પણ જીદ કરતા અને ક્રોધ કરતાં પાર્ટનરને શાંતિથી સમજાવો કે તેનો વ્યવહાર કેવો છે, ગુસ્સામાં તે શું બોલે છે અને તેના ખરાબ વર્તનથી તમને અને અન્ય લોકોને કેટલું દુઃખ થાય છે. 

લાંબી ચર્ચાઓ ટાળો 

ગુસ્સાવાળો પાર્ટનર સાથે તેના સ્વભાવ વિશે વાત કર્યા પછી જો તેના વર્તનમાં સુધારો ન થાય તો આ 3 ટીપ્સ અપનાવો. સૌથી પહેલું કે જીવનસાથી સાથે લાંબી ચર્ચાઓ કરવાનું ટાળો. જેનો સ્વભાવ ગુસ્સાવાળો અને જિદ્દી હોય તેની સાથે તમે જેટલી લાંબી વાત કરશો એટલો તેનો ગુસ્સો અને જીદ વધશે. તેથી કોઈ મુદ્દા પર લાંબી ચર્ચાઓ કરવાનું ટાળો. તો તમે ડિસ્કશનમાં ભાગ નહીં લો તો પરિસ્થિતિ તુરંત બદલી જશે. 

વધારે જવાબ ન આપો 

જે લોકોનો સ્વભાવ ક્રોધી અને જિદ્દી હોય તે પોતાની જાતને સાચી સાબિત કરવા માટે સામેની વ્યક્તિની ખામીઓ અને ભૂલ ગણાવવા લાગે છે. આ તેનો સ્વભાવ હોય છે તેનો અર્થ એવો નથી કે તેની દરેક વાતનો જવાબ આપવો. તો તમારા જીવનસાથી તમારી ભૂલો કાઢે તો તેની સામે સ્પષ્ટતાઓ કરવાની કે તેને જવાબ આપવાની જરૂર નથી. તમે જેટલા જવાબ આપશો એટલી વાત લાંબી ખેંચાશે. તેથી તેની વાતને ઇગ્નોર કરીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાઓ. જ્યારે તમે સામે રિસ્પોન્સ આપવાનું બંધ કરી દેશો તો તમારા પાર્ટનરને પણ સમજાઈ જશે કે તેના ગુસ્સાથી તમને ફરક પડતો નથી. 

હાજર ન રહો 

લગ્નજીવનમાં ટોક્સિક વર્તન કરતાં વ્યક્તિને મોકો ત્યારે મળે છે જ્યારે તમે હંમેશા તેના માટે હાજર રહો છો. તેને એ વાતની ખબર હોય છે કે કોઈ સાંભળે કે ન સાંભળે પણ તમે તેની દરેક વાત સાંભળી લેશો. તેથી પાર્ટનર માટે હંમેશા અવેલેબલ રહેવાનું ટાળો. જ્યારે તમે સામે નહીં હોય ત્યારે તેને મહત્વ સમજાશે. જ્યારે પણ એવું લાગે કે સ્થિતિ બગડી રહી છે તો કોઈ કામનું બહાનું કરી કે અન્ય વાત કરીને તે સમયે તે જગ્યાએથી નીકળી જવું. ક્રોધમાં હોય તે વ્યક્તિને એકલી છોડી દેવાથી એક સમય પછી તેના વર્તનમાં પણ ફેરફાર થવા લાગે છે. કારણ કે તેને સમજાઈ જશે કે તેના ગુસ્સાના કારણે તમે તેનાથી દૂર થઈ રહ્યા છો, તેને ટાળી રહ્યા છો.