Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Does anyone get burned by your success?

Relationship Tips : તમારી સફળતાથી કોઈ બળે છે કે નહીં? આ 5 સંકેતોથી ઓળખો ‘ઈર્ષાળુ’ લોકોને

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
Relationship Tips : તમારી સફળતાથી કોઈ બળે છે કે નહીં? આ 5 સંકેતોથી ઓળખો ‘ઈર્ષાળુ’ લોકોને
સોર્સ : gstv

શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારો કોઈ મિત્ર, સાથી કર્મચારી કે સંબંધી તમારી સામે તો મીઠું મીઠું બોલે છે, પણ અંદરખાને તે તમારાથી ખુશ નથી? ઈર્ષ્યા એક એવી લાગણી છે જેને લોકો છુપાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વ્યક્તિનું વર્તન તેના મનનો અરીસો હોય છે. જો તમે થોડું ધ્યાન આપો, તો સામેવાળી વ્યક્તિની હરકતોથી તેની અસલિયત જાણી શકાય છે.

App Store

ઈર્ષાળુ વ્યક્તિને ઓળખવાના 5 મોટા સંકેતો

ખોટા વખાણ કરવા

બળતરા કરનારા લોકો ક્યારેય સાચા મનથી તમારા વખાણ નહીં કરે. જો તેઓ વખાણ કરશે પણ ખરા, તો તેમાં કોઈ કટાક્ષ કે નકારાત્મક વાત છુપાયેલી હશે. જેમ કે, વાહ, તને આ નવી નોકરી મળી ગઈ, લાગે છે કે તેં ઇન્ટરવ્યુ લેનારને બહુ ખુશ કરી દીધા છે."

તમારી સફળતાને માત્ર ‘નસીબ’ ગણાવવું

જ્યારે તમે સખત મહેનતથી કંઈક મેળવો છો, ત્યારે ઈર્ષાળુ વ્યક્તિ હંમેશા એવું જ સાબિત કરવાનો પ્રયત્ન કરશે કે "તારું તો નસીબ સારું હતું એટલે કામ થઈ ગયું." તેઓ તમારી મહેનત કે ટેલેન્ટને ક્યારેય મહત્વ નહીં આપે.

ચુપચાપ તમારી નકલ કરવી

ઈર્ષાળુ લોકો હંમેશા તમારી સાથે સ્પર્ધા કરવા માંગતા હોય છે. તેઓ દુનિયાને બતાવવા માંગે છે કે તેઓ તમારાથી શ્રેષ્ઠ છે, તેથી તેઓ તમારી ડ્રેસિંગ સ્ટાઈલ, વાત કરવાની રીત કે લાઈફસ્ટાઈલની નકલ કરવાનું શરૂ કરી દે છે.

તમારી હાર કે મુશ્કેલીમાં આનંદ અનુભવવો

આવા લોકોની સૌથી મોટી ઓળખ એ છે કે જ્યારે તમે નિષ્ફળ જાઓ છો અથવા કોઈ ભૂલ કરો છો, ત્યારે તેમને અંદરથી શાંતિ મળે છે. તેઓ તમારી સામે ખોટી સહાનુભૂતિ બતાવશે, પણ તેમના ચહેરાના હાવભાવ તેમની ખુશી છુપાવી શકતા નથી.

પીઠ પાછળ નિંદા કરવી

મોઢા પર મીઠું બોલનારા આ લોકો તમારી પીઠ પાછળ અફવાઓ ફેલાવે છે અથવા તમારી નાની ભૂલને મોટી કરીને બતાવે છે. તેઓ તમારી છબી ખરાબ કરવાનો સતત પ્રયાસ કરતા રહે છે.

બચાવનો ઉપાય

જો તમને તમારી આસપાસ આવા લોકો દેખાય, તો તેમની સાથે લડવાની જરૂર નથી. સમજદારી એમાં જ છે કે આવા લોકોથી સુરક્ષિત અંતર જાળવી લો અને તમારા કામ પર ધ્યાન આપો. તમારી સતત મળતી સફળતા અને ચહેરા પરનું સ્મિત જ આવા લોકો માટે શ્રેષ્ઠ જવાબ છે.